અર્થશાસ્ત્ર

વસ્તી (પરિસ્થિતિવિદ્યા)

વસ્તી (પરિસ્થિતિવિદ્યા) સજીવની કોઈ એક જાતિનો સમૂહ. કોઈ પણ સજીવની વસ્તીનો પરિસ્થિતિવિદ્યાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવે છે; જેમાં એક જ જાતિઓની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સમુચ્ચયન (aggregation), સજીવનું આંતર-અવલંબન તેમજ વિવિધ પરિબળો કે જે આ પ્રક્રિયાઓ પર અસર કરે છે, તેમનો અભ્યાસ કરવામાં આવે છે. તે આધુનિક પરિસ્થિતિવિદ્યાનું અગત્યનું…

વધુ વાંચો >

વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા

વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા વસ્તુની પરિકલ્પનાથી આરંભ કરી તેને ગ્રાહકોના સ્વીકાર સુધી લઈ જવાની પ્રક્રિયા. ગ્રાહકની માંગ સંતોષવા પ્રસ્તુત કરવામાં આવેલ પાર્થિવ (tangible) કે ઇન્દ્રિયાતીત (intangible) વસ્તુ, સાકાર, સેવારૂપ, સંગઠન, કલ્પના, વિચાર કે વ્યક્તિત્વ – એમાંથી કાંઈ પણ હોઈ શકે છે. તેનાં લક્ષણો, ગુણધર્મો, કામગીરી તથા કિંમત ગ્રાહકોની જરૂરિયાત અને અપેક્ષા…

વધુ વાંચો >

વસ્તુ-વેરા

વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન,…

વધુ વાંચો >

વસ્તુસૂચિ-આવર્ત

વસ્તુસૂચિ-આવર્ત : વેચવા માટેનો પાકો માલ, અર્ધતૈયાર માલ, ઉત્પાદન કરવા માટેનો કાચો માલ તથા ઉત્પાદન-પ્રક્રિયામાં આવશ્યક અન્ય માલસામગ્રીની વર્ષ દરમિયાન એકથી વધારે વાર થતી ફેરબદલીનું ચક્ર. કઈ માલસામગ્રી વસ્તુસૂચિ ગણાય અને કઈ માલસામગ્રી અચળ મિલકત (fixed asset) ગણાય તેનો આધાર ધંધાના પ્રકાર પર છે. ફર્નિચરના વેપારી માટે ટેબલ-ખુરશી વેચાણ માટેનો…

વધુ વાંચો >

વહીવટી કાયદો

વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

વાઇઝર, ફ્રેડરિક વૉન

વાઇઝર, ફ્રેડરિક વૉન (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રચલિત બનેલી ઑસ્ટ્રિયન વિચારધારાથી પ્રભાવિત અર્થશાસ્ત્રી. ઉમરાવ પરિવારમાં જન્મ. વિયેના, બર્લિન તથા પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધું. ઑસ્ટ્રિયન વિચારધારાના પ્રવર્તક કાર્લ મેન્જર(1840-1921)ના સીમાવર્તી તુષ્ટિગુણના સિદ્ધાંતથી વાઇઝર બહુ પ્રભાવિત થયા હતા. 1903માં વાઇઝરની નિમણૂક વિયેના યુનિવર્સિટીમાં મેન્જરના સ્થાને…

વધુ વાંચો >

વાઇનર, જેકોબ

વાઇનર, જેકોબ (જ. 1892; અ. 1970) : આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અર્થશાસ્ત્રી. તેમનો ઉછેર કૅનેડાના મૉન્ટ્રિયલ નગરમાં થયેલો હતો. મૅકગિલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી તેમણે કૅનેડાના સ્ટીફન લીકૉકના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી તેઓ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા અને…

વધુ વાંચો >

વાણિજ્ય

વાણિજ્ય : ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદરૂપ થતી અન્ય પ્રવૃત્તિઓ. વિતરણ અને વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવા માટે વાણિજ્ય હેઠળ મુખ્યત્વે વેપાર થતો હોય છે. વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી – વેપાર યોગ્ય રીતે ચાલે તે માટે એને…

વધુ વાંચો >

વાયદા બજાર પંચ

વાયદા બજાર પંચ : વિવિધ ચીજવસ્તુઓના વાયદાના વેપારનું સંચાલન કરતી સંસ્થાઓને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલું પંચ. અર્થકારણમાં મુક્ત સાહસને સંપૂર્ણ મુક્ત રાખી શકાતું નથી. એને સંપૂર્ણ મુક્ત રાખવાથી એ નફો કમાવાને બદલે નફાખોરી કરતું થઈ જાય છે. અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ હરીફાઈની કલ્પના કરવામાં આવી છે. સંપૂર્ણ હરીફાઈવાળું…

વધુ વાંચો >

વાર્ષિક અહેવાલ

વાર્ષિક અહેવાલ : કંપની દ્વારા તેના શૅરહોલ્ડરોને દર વર્ષે મોકલવામાં આવતો અહેવાલ. મોટાભાગની ભારતીય કંપનીઓ ભૂતકાળમાં દર વર્ષે તેમના શૅરહોલ્ડરોને સરવૈયા અને નફાનુકસાન ખાતાની સંક્ષિપ્તમાં નકલ તથા સંચાલકોનો અહેવાલ (Director’s report) મોકલતી હતી. આ અહેવાલમાં કંપનીના નફાનું અનામતો(reserves)માં રૂપાંતર અને ડિવિડન્ડ-વિતરણની ભલામણ તથા ‘સંજોગો ધ્યાનમાં લેતાં કંપનીની સંતોષજનક કામગીરી’ એવી…

વધુ વાંચો >