અર્થશાસ્ત્ર
મજૂર પ્રવૃત્તિ
મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…
વધુ વાંચો >મજૂર મહાજન સંઘ
મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…
વધુ વાંચો >મથાઈ, જૉન
મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં…
વધુ વાંચો >મહામંદી
મહામંદી (The Great Depression) : અમેરિકા અને દુનિયાના અન્ય કેટલાક દેશોનાં અર્થતંત્રોમાં 1929થી 1933 દરમિયાન આવેલી મંદી. આ મંદીનો નાટ્યાત્મક પ્રારંભ ઑક્ટોબર 1929માં અમેરિકાના શૅરબજારમાં થયેલો. જે દિવસે મહામંદીની શરૂઆત થઈ તે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુ શૅર વેચાયા. શૅરના ભાવાંકમાં 40 %નું ગાબડું પડ્યું. એ મંદીની પરાકાષ્ઠા…
વધુ વાંચો >મહેસૂલ
મહેસૂલ : સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો કર. તેનો સંબંધ જાહેર સંસ્થાઓ દ્વારા આવક ઊભી કરવાની પદ્ધતિ સાથે છે. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકારો, નગર-નિગમો, નગરપાલિકાઓ, નગરપંચાયતો અને ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. આ બધી જ સંસ્થાઓ લોકોપયોગી કાર્યો કરવા માટે રચાયેલી છે. તેમને નાણાંની જરૂર પડે છે અને તે નાણાં આવી જાહેર…
વધુ વાંચો >માગ
માગ : માનવની જરૂરિયાત સંતોષવા માટે સહાયક બની શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સક્રિય બનાવતું પરિબળ. અર્થશાસ્ત્રની પરંપરાગત વિચારસરણી મુજબ વસ્તુ કે સેવાની માગ તેની કિંમત પર આધાર રાખે છે અને કિંમત તથા માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઍન્ટની ઑગસ્ટિન કૉનુ(1801-77)ના મત મુજબ વસ્તુ…
વધુ વાંચો >માપબંધી
માપબંધી : માપબંધી એટલે અછત ધરાવતાં સાધનો અને વપરાશની ચીજોને ગ્રાહકો વચ્ચે આયોજિત રીતે ને મર્યાદિત પ્રમાણમાં ફાળવવાની સરકારની નીતિ. મુક્ત સ્પર્ધાયુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થામાં, સામાન્ય સંજોગોમાં, માપબંધીની જરૂર પડતી નથી. અછત ધરાવતી ચીજો ને સેવાઓને બજારતંત્ર જ ગ્રાહકો વચ્ચે ફાળવી આપે છે. દરેક ગ્રાહક સીમાવર્તી તુષ્ટિગુણ અને આપેલ…
વધુ વાંચો >માર્કસ, કાર્લ
માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા…
વધુ વાંચો >માર્શલ, આલ્ફ્રેડ
માર્શલ, આલ્ફ્રેડ (જ. 26 જુલાઈ 1842, ક્લૅફમ, ઇંગ્લૅન્ડ; અ. 1924, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદગાતા તથા અર્થશાસ્ત્રમાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’ના નામથી ઓળખાતી વિચારધારાના પ્રવર્તક. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં શરાફના પદ પર કામ કરતા હતા. તેમની ઇચ્છા આલ્ફ્રેડને ધર્મગુરુ બનાવવાની હતી અને તે કારણે તેમને મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા…
વધુ વાંચો >માર્શલ, જ્યૉર્જ કૅટલેટ
માર્શલ, જ્યૉર્જ કૅટલેટ (જ. 31 ડિસેમ્બર 1880, યુનિયનટાઉન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1959) : બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યોને મળેલા વિજયમાં મહત્વનો ભાગ ભજવનાર ને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર વ્યવસાયી લશ્કરી અધિકારી. 1897માં વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ, લૅક્સિંગટન, વર્જિનિયામાં પ્રવેશ મેળવી 1901માં તેમણે અભ્યાસ પૂરો કર્યો. 1902થી લશ્કરી કારકિર્દીની શરૂઆત…
વધુ વાંચો >