અર્થશાસ્ત્ર

બદલાના સોદા

બદલાના સોદા : શેરબજારમાં ઇક્વિટી શેરોનાં ખરીદવેચાણના વ્યવહારો. આ પ્રકારના સોદામાં  પતાવટના દિવસે ખરેખર ખરીદી કે વેચાણ કરવાના બદલે અનુગામી પતાવટના દિવસ સુધી આવાં ખરીદી-વેચાણ મુલતવી રખાય છે. મહદ્અંશે બદલાના સોદા સટોડિયાઓ કરે છે. વેચાણકિંમતથી ખરીદકિંમત ઓછી હોય તો કમાણી થાય. શેરબજારમાં સટોડિયો ભવિષ્યના ભાવનો અડસટ્ટો કરીને તે પ્રમાણે શેરના…

વધુ વાંચો >

બફર સ્ટૉક

બફર સ્ટૉક સરકાર કે વેપારી સંગઠન દ્વારા વસ્તુના ભાવોને ચોક્કસ મર્યાદામાં ટકાવી રાખવા માટે કરવામાં આવતો વસ્તુનો સંગ્રહ. બફર-સ્ટૉક ખેતપેદાશો અને ખનિજપેદાશો જેવી પ્રાથમિક વસ્તુઓના ભાવોને ટકાવીને તેમના ઉત્પાદકોની આવકને ટકાવી રાખવાના ઉદ્દેશથી રચવામાં આવે છે. અન્ય ચીજોના ભાવોની સરખામણીમાં ખેતપેદાશના ને અન્ય પ્રાથમિક ક્ષેત્રની ખેતપેદાશના ભાવો ટૂંકા ગાળાની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

બર્ન્સ, આર્થર ફ્રૅન્ક

બર્ન્સ, આર્થર ફ્રૅન્ક (જ. 1904, સ્ટાનિસ્લાવ, ઑસ્ટ્રિયા; અ. 1987) :  અર્થતંત્રમાં અવારનવાર ઉદભવતાં વ્યાપારચક્રીય પરિવર્તનોની આગાહીને લગતા વિશ્લેષણના નિષ્ણાત. ઉચ્ચશિક્ષણને લગતી બધી જ પદવીઓ તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. 1934માં તેમણે વ્યાપારચક્રીય પરિવર્તનોના વૈશ્વિક અધ્યયનને આધારે રજૂ કરેલ મહાનિબંધ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ…

વધુ વાંચો >

બહુલક્ષી વ્યાપાર

બહુલક્ષી વ્યાપાર : આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રે બેથી વધારે દેશો વચ્ચે બેથી વધારે ચીજો અને સેવાનો થતો વ્યાપાર. વેપારની આ પ્રથામાં દેશ દ્વિપક્ષી ધોરણે આયાત-નિકાસને સમતોલ કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેની કુલ આયાતો અને નિકાસોને સમતોલ કરવાની કોશિશ કરે છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જો બે દેશોમાં પેદા થતી વસ્તુઓના તુલનાત્મક…

વધુ વાંચો >

બાનું

બાનું : સામા પક્ષ સાથે પોતે કરેલ સોદાનો અમલ અવશ્ય કરવામાં આવશે એની ખાતરી કરાવવા ધંધાકીય વ્યવહારમાં અપાતી રકમ. ધંધામાં થતા વ્યવહારો અનેક પ્રકારના હોય છે, જેમ કે રોકડ, શાખ, ક્રમિક ચુકવણી, ભાડાપટ્ટા, જાંગડ વેચાણના વ્યવહારો. આ વ્યવહારો પૈકી જેનો અમલ ભાવિમાં કરવાનો હોય તેવા વ્યવહારના પક્ષકારો પૈકી કોઈક વાર…

વધુ વાંચો >

બાલમજૂરી

બાલમજૂરી : સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ. અર્થ : બાળકની વ્યાખ્યા અલગ અલગ કાયદાઓના હેતુ માટે અલગ અલગ રીતે કરવામાં આવી છે. (મિનિમમ વેજિઝ ઍક્ટ, ક. 2બી – બી મુજબ) ચૌદ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. બાળકો એમનાં માબાપનું કાર્ય કરે તેને ‘સેવા’…

વધુ વાંચો >

બાળમૃત્યુદર

બાળમૃત્યુદર (infant mortality rate) : વર્ષ દરમિયાન જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા. બાળમૃત્યુદરને લોકોના આરોગ્યનો તેમજ માનવવિકાસનો એક નિર્દેશક માનવામાં આવે છે. બાળમૃત્યુદરને હવે બે રીતે તપાસવામાં આવે છે. 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સાથે 5…

વધુ વાંચો >

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં…

વધુ વાંચો >

બુદ્ધિધન નિસ્સરણ

બુદ્ધિધન નિસ્સરણ (brain drain) : કોઈ પણ દેશના નિષ્ણાત લોકો (એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, ટૅકનિશિયનો અને જુદા જુદા વિષયમાં નામાંકિત વ્યક્તિઓ) પોતાનો દેશ છોડીને વધારે આવક મેળવવા માટે થોડાં વર્ષો કે કાયમ માટે બીજા દેશોમાં નોકરી-ધંધા સ્વીકારી ત્યાં સ્થળાંતર કરે તે. બુદ્ધિધન નિસ્સરણને માનવમૂડીની નિકાસ પણ કહી શકાય. બુદ્ધિધન નિસ્સરણ એ…

વધુ વાંચો >

બેકર, ગૅરી સ્ટૅન્લે

બેકર, ગૅરી સ્ટૅન્લે (જ. 2 ડિસેમ્બર 1930, પૉટ્સવિલે, પેનસિલ્વાનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : અર્થશાસ્ત્ર માટેના 1992ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી બી.એ., 1953માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. તથા બે વર્ષ બાદ 1955માં તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. ત્યારબાદ તેમણે અધ્યાપન અને સંશોધનક્ષેત્રે મહત્વનાં સ્થાનોએ કામ કર્યું છે;…

વધુ વાંચો >