અર્થશાસ્ત્ર

જાહેર અર્થવિધાન

જાહેર અર્થવિધાન : સરકાર અને અન્ય જાહેર સંસ્થાઓની આવક અને જાવકનાં આર્થિક પાસાંનો સમીક્ષાત્મક અભ્યાસ. જાહેર અર્થવિધાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા-પંચાયતો કે ગ્રામ-પંચાયતો જેવાં જાહેર સત્તા-મંડળોની આવક અને જાવકના અભ્યાસનો સમાવેશ પણ કરવામાં આવે છે. ઓગણીસમી સદીમાં અને તે પહેલાં ‘પોલીસ-રાજ્ય’ તરીકે ઓળખાતા રાજ્યનાં મુખ્ય…

વધુ વાંચો >

જાહેર ક્ષેત્ર

જાહેર ક્ષેત્ર : રાજ્યના અંકુશ અને સંચાલન હેઠળની ધંધાદારી અને બિનધંધાદારી પ્રવૃત્તિઓનું સંકુલ. તે ભૌતિક વસ્તુઓ ઉપરાંત સેવાઓનું પણ સર્જન કરે છે. તેમાં સરકારના વહીવટી વિભાગો, સંરક્ષણ અને તેના જેવી બિનનફાલક્ષી પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીયકૃત ઔદ્યોગિક એકમો, જનઉપયોગી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓ અને સેવાઓને સામાન્ય રીતે ત્રણ…

વધુ વાંચો >

જાહેર ખર્ચ

જાહેર ખર્ચ : નાગરિકોના રક્ષણ માટે તથા તેમના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે જાહેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો ખર્ચ. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જાહેર ખર્ચ એ જાહેર વિત્તવ્યવસ્થા કે જાહેર અર્થવિધાનનો અંતર્ગત ભાગ તો છે જ; પરંતુ જાહેર આવકના પાસા કરતાં…

વધુ વાંચો >

જાહેર દેવું

જાહેર દેવું : દેશની સરકાર દ્વારા દેશવિદેશમાંથી ઉછીનાં લીધેલાં નાણાંના કુલ બોજમાંથી પરત ચુકવણીનું બાકી રહેલ દાયિત્વ દર્શાવતી રકમ. તેમાં મૂળ રકમની ચુકવણીના દાયિત્વ ઉપરાંત વ્યાજની રકમ તથા ઋણના નિર્વાહખર્ચ પેટે આકારવામાં આવતી રકમનો પણ સમાવેશ થાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારની આવી જવાબદારીઓમાં જાહેર ક્ષેત્રના ઋણનો તથા સ્થાનિક સંસ્થાઓના ઋણનો…

વધુ વાંચો >

જાહેર નિગમ

જાહેર નિગમ : સંસદ કે વિધાનસભાના ખાસ ધારાથી અલગ વ્યક્તિત્વ અને આંતરિક સ્વાયત્તતા ધરાવતી અને જાહેર હેતુ માટે રચવામાં આવેલી પેઢી. જેમ કે નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન, લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વગેરે જાહેર નિગમો છે. ખાસ કાયદાથી સ્થાપના, રાજ્યની માલિકી, આંતરિક સ્વાયત્તતા,…

વધુ વાંચો >

જાહેર વસ્તુ (public goods)

જાહેર વસ્તુ (public goods) : કિંમત ચૂકવીને જેનો એકાકી ઉપયોગ કે ઉપભોગ થઈ શકતો નથી અને જેના ઉપયોગ કે ઉપભોગ માટેનો બીજાનો હક ડુબાડી શકાતો નથી તેવી સર્વભોગ્ય વસ્તુ. સાધારણ રીતે વસ્તુમાં સેવાનો પણ સમાવેશ થાય છે તેથી જાહેર વસ્તુમાં જાહેર સેવા પણ અભિપ્રેત છે. જાહેર વસ્તુ સિવાયની વસ્તુ એટલે…

વધુ વાંચો >

જાહેર વિતરણવ્યવસ્થા

જાહેર વિતરણવ્યવસ્થા : જીવનાવશ્યક ચીજો સમગ્ર પ્રજાને અથવા પ્રજાના કોઈ એકાદ ચોક્કસ વર્ગને વાજબી ભાવે તથા યોગ્ય પ્રમાણમાં મળી રહે એવો સરકાર દ્વારા થતો પ્રબંધ. આવો પ્રબંધ માત્ર જીવનજરૂરિયાતો પૂરી પાડવા પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે છે. કેટલીક વાર તેના ક્ષેત્રમાં સમગ્ર પ્રજાને આવરી લેવાતી હોય છે. પણ મહદ્ અંશે…

વધુ વાંચો >

જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી

જેવૉન્સ, વિલિયમ સ્ટૅન્લી (જ. 1835 લિવરપૂલ; અ. 1882, લંડન) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. પ્રાકૃતિક વિજ્ઞાનમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1853–59 દરમિયાન ઑસ્ટ્રેલિયન ટંકશાળમાં સિક્કા પરીક્ષક (assayer) તરીકે સેવા આપી. 1863માં લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. થયા. 1866માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીની ઓવેન્સ કૉલેજમાં કૉબડેન પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી તરીકે નિમાયા. 1876માં યુનિવર્સિટી…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >