અરબી સાહિત્ય
શેખ, ઇબ્ન અરબી
શેખ, ઇબ્ન અરબી (જ. 1165, મુરસિયહ, સ્પેન; અ. 1240, દમાસ્કસ) : ઇસ્લામ અને ગ્રીકશાસ્ત્રના વિદ્વાન અને અરબી કવિ. તેઓ અબૂ બક્ર મુહિયુદ્દીન મુહમ્મદ ઇબ્ન અલી, ઇબ્ન અલ-અરબી અથવા ઇબ્ન અરબીના નામે ઓળખાતા હતા. 8 વર્ષની વયે તેમણે સ્પેનના ઇસ્લામી વિદ્યાના તત્કાલીન સૌથી મોટા કેન્દ્ર ઇશબિલિયામાં 30 વર્ષ સુધી ઇસ્લામી અને…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સફીનતુસ્ સાદાત
સફીનતુસ્ સાદાત : ઈ. સ. 1768માં મુહમ્મદ કાસિમ બિન અબ્દુર્ રહેમાને લખેલ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતના નામાંકિત સૂફી સંતપુરુષોનાં જીવનચરિત્રોનું નિરૂપણ કરે છે. મુઘલ સમય દરમિયાન, ભારતમાં ઇસ્લામને દૃઢ કરનારા પીર ઓલિયાઓ પણ હતા. તેઓ પોતાના શુદ્ધ અને પવિત્ર જીવન દ્વારા સામાન્ય લોકો ઉપર ભારે પ્રભાવ પાડી શક્યા હતા. તેઓમાંના…
વધુ વાંચો >સહબાઈ, ઇમામબક્ષ
સહબાઈ, ઇમામબક્ષ (જ. ?, દિલ્હી; અ. 1857, દિલ્હી) : અરબી અને ફારસીના પ્રખર વિદ્વાન. તેઓ સૈયદ એહમદખાનના સાથી કાર્યકર અને મહાન કવિ ગાલિબના નિકટવર્તી મિત્ર હતા. અભ્યાસ બાદ દિલ્હી કૉલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા હતા. મૌલવી મોહમદહુસેન આઝાદ તથા મુનશી પ્યારેલાલ આશૂબ તેમના ખાસ શિષ્યો હતા. તેઓ કાવ્યશાસ્ત્રમાં, ખાસ કરીને…
વધુ વાંચો >સિદ્દીકી અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર)
સિદ્દીકી, અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર) (જ. 26 ડિસેમ્બર 1885, સુંદેલા, જિ. હરદોઈ, ઉત્તરપ્રદેશ; અ. 28 જુલાઈ 1972, અલ્લાહાબાદ) : અરબી-ફારસી-ઉર્દૂના મહાન સંશોધક વિદ્વાન અને ભાષાવિદ. તેમના પિતા હૈદરાબાદ રાજ્યમાં નાણાખાતાના અફસર હતા. તેથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હૈદરાબાદમાં અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું. 1907માં બી.એ., 1912માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા…
વધુ વાંચો >સુબ્કી તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી
સુબ્કી, તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી (જ. 1326; અ. 1369) : 14મા સૈકાના અરબી વિદ્વાન ટીકાકાર અને અધ્યાપક. તેઓ કેરો (ઇજિપ્ત) પાસેના સુબ્ક નામના સ્થળના રહેવાસી હોવાથી સુબ્કી તરીકે ઓળખાયા. તેમણે કેરો અને સીરિયાના પાટનગર દમાસ્કસમાં અધ્યાપક, કાઝી, મુફતી (ફતવો આપનાર) તથા હાકેમ (રાજ્યપાલ) તરીકે કામગીરી કરી હતી. દમાસ્કસની વિશ્વવિખ્યાત ઉમૈયા…
વધુ વાંચો >સુયૂતી અલ-જલાલુદ્દીન
સુયૂતી, અલ–જલાલુદ્દીન [જ. ઑક્ટોબર 1445, સુયૂત (અસ્સિયૂત), ઇજિપ્ત; અ. 1505, રવઝાહ] : અરબી ભાષાના જાણકાર. પૂરું નામ જલાલુદ્દીન અબ્દુર-રેહમાન બિન કમાલુદ્દીન અબૂબકર, બિનમુહમ્મદ; બિનઅબૂબકર અલ-ખુદેરી, અલ-સુયૂતી, તેમનાં બે કૌટુંબિક નામ છે : અલ-ખુદેરી અને અલ-સુયૂતી. અલ-ખુદેરી નામ જ્યાં તેમના પૂર્વજ અલ-હુમામ રહેતા હતા તે બગદાદના જિલ્લા અલ-ખુદેરિયાહ પરથી અને તેમના…
વધુ વાંચો >સુલતાનપુરી અબ્દુલ્લાહ
સુલતાનપુરી અબ્દુલ્લાહ (અ. 1582) : હિંદમાં મુઘલકાળના શરૂઆતના સમયના પ્રથમ પંક્તિના આલિમ (વિદ્વાન) અને અમીર. તેમનું વતન પંજાબમાં લાહોર પાસેનું સુલતાનપુર ગામ હતું. તેઓ અન્સારી અરબ હતા. તેમણે અરબી ભાષા, ફિકહશાસ્ત્ર અને ઇતિહાસ તથા બીજાં ઇસ્લામી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમની કૃતિઓમાં (1) ‘અસ્મતુ અંબિયા’ અને (2) ‘શરહે શમાઇલુન્નબી’…
વધુ વાંચો >સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ
સૈયદ, અબ્દુલ્લાહ ઇદ્રસ : ઇદ્રસિયા ફિરકાના સ્થાપક, અરબીના વિદ્વાન અને લેખક. તેમનું આખું નામ સૈયદ હજરત શમ્સ શેખબીન અબ્દુલ્લા અલ ઇદ્રસ હતું; પરંતુ આમજનતા તેમને ‘સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ’ તરીકે ઓળખે છે. એમના વડવા સૈયદ અબુબકાર ઇદ્રસ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત હતું. સૂરતમાં તેમની…
વધુ વાંચો >સૈયદ આબિદ હુસેન
સૈયદ, આબિદ હુસેન (જ. જુલાઈ, 1896, ભોપાલ, મધ્યપ્રદેશ; અ. ?) : અરબી-ફારસીના વિદ્વાન. તેઓ પોતે કવિ અને લેખક હતા. તેમનું બાળપણનું શિક્ષણ ઘેર બેઠાં કુરાને શરીફ અને અરબી-ફારસીના અભ્યાસથી શરૂ થયું. 1910માં તેઓ ભોપાલની હાઈસ્કૂલમાં જોડાયા અને 1916માં મૅટ્રિક થયા પછી ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદની કૉલેજમાંથી ફિલસૂફી અને સાહિત્યના વિષય…
વધુ વાંચો >