અરબી સાહિત્ય

બિલગ્રામી, અબ્દુલજલીલ

બિલગ્રામી, અબ્દુલજલીલ (જ. 10 નવેમ્બર 1660, બિલગ્રામ; અ. 1725, દિલ્હી ) : અરબી વિદ્વાન. તેઓ મોગલ સમ્રાટ ઔરંગઝેબ તથા ફર્રુખસિયરના સમયમાં જુદા જુદા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર રહ્યા હતા. તેમણે અરબી, ફારસી ઉપરાંત તુર્કી અને હિન્દી ભાષામાં પણ કાવ્યો લખ્યાં હતાં. તેમણે બિલગ્રામ તથા લખનૌમાં તે સમયના પ્રથમ કક્ષાના શિક્ષકો…

વધુ વાંચો >

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી

મહમ્મદ-ઇબ્ન-મૂસા-અલ-ખ્વારિઝ્મી (જ. 780, ઇરાક; અ. 850, બગદાદ) : અરબી ગણિતશાસ્ત્રી. તે અલ-મામુ અને અલ-મુઆઝીમ ખલીફના શાસનકાળ એટલે કે ઇસ્લામિક વિજ્ઞાનના સુવર્ણયુગ દરમિયાન થઈ ગયો. અલ-ખ્વારિઝ્મીએ હિંદુ અંકોનો અરબસ્તાન મારફતે યુરોપના દેશોને પરિચય કરાવ્યો. વળી શૂન્ય તેમજ સંખ્યા દર્શાવવા માટેની હિંદુ અરબ દશાંકપદ્ધતિનો પણ પરિચય કરાવ્યો. કિતાબ-અલજબ્ર-વા-અલમુકાબલા (The book on Integration…

વધુ વાંચો >

મુતનબ્બી

મુતનબ્બી (જ. 915, કૂફા, ઇરાક; અ. 23 સપ્ટેમ્બર 965) : અરબી ભાષાના સર્વોત્તમ કવિ. તેમને તેમના જીવન દરમિયાન ધર્મવિરોધી વલણોને લઈને વખોડવામાં આવ્યા હતા. તેમની કવિતા છેલ્લાં 1,000 વર્ષથી વખણાતી રહી છે. તેમની ઉપર નબી (ઈશ્વરના દૂત અથવા પયગંબર) હોવાનો જુઠ્ઠો દાવો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો; આમ છતાં તેમની…

વધુ વાંચો >

મુફતી, સદરુદ્દીન આઝુર્દા

મુફતી, સદરુદ્દીન આઝુર્દા (જ. 1789; અ. 16 જુલાઈ 1868) : ઉત્તર ભારતના ઓગણીસમી સદીના પ્રખર વિદ્વાન અને ન્યાયાધીશ. તેમણે દિલ્હીની મોગલ સલ્તનતના છેલ્લા દિવસોમાં મુફતી તરીકે અને અંગ્રેજી શાસનના શરૂઆતના દિવસોમાં સદ્ર-ઉસ-સુદૂર (મુખ્ય ન્યાયાધીશ) તરીકે પ્રશંસનીય સેવા બજાવી હતી. વળી તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેમના શિષ્યોમાં કેટલાયે મુસ્લિમ…

વધુ વાંચો >

મુબર્રદ

મુબર્રદ (જ. 25 માર્ચ 826, બસરા; અ. ઑક્ટોબર 898, બગદાદ) : બગદાદના ભાષાશાસ્ત્રી તથા વ્યાકરણશાસ્ત્રી. આખું નામ અબ્બાસ મુહમ્મદ ઇબ્ન યઝીદ અલ-સુમાલી-અલ-અઝદી. તેમણે બસરામાં તે સમયના વિખ્યાત ભાષાશાસ્ત્રીઓ તથા વિદ્વાનો અલ-જર્મી અલ-માઝિની અને અલ-અસ્મઈના શિષ્ય અસ-સિજિસ્તાન પાસે શિક્ષણ પ્રાપ્ત કરીને અરબી વ્યાકરણમાં પારંગતતા મેળવી હતી. તે સમયે વ્યાકરણશાસ્ત્રની 2 ધારાઓ…

વધુ વાંચો >

મોહમ્મદ ઇસ્હાક

મોહમ્મદ ઇસ્હાક (જ. 1 નવેમ્બર 1898, કૉલકાતા; અ. 12 સપ્ટેમ્બર 1969, કૉલકાતા) : અરબી-ફારસીના વિદ્વાન. તેમના પિતાનું નામ મૌલવી અબ્દુર્રહીમ હતું. પ્રારંભિક શિક્ષણ કૉલકાતાના એક સ્થાનિક ‘મકતબ’માં મેળવી પછી તેઓ અરબીના વધુ અભ્યાસ અર્થે ‘કૉલકાતા મદ્રસહ’માં દાખલ થયા. તેમની રુચિ વિજ્ઞાન પ્રત્યે હોઈ સ્કૂલ તથા કૉલેજમાં અભ્યાસ કરવાની તેમને તક…

વધુ વાંચો >

મૌલાના મુફતી મેહદી હસન

મૌલાના મુફતી મેહદી હસન (જ. 1883; અ. 28 એપ્રિલ 1976, શાહજહાંપુર) : ધર્મ-શિક્ષક તથા હદીસ વિષયના વિદ્વાન. મૌલાના મેહદી હસનનું વતન શાહજહાંપુર (ઉ. પ્ર.) હતું. તેમણે દિલ્હીના પ્રખ્યાત મદ્રસએ અમીનિયામાં શિક્ષણ લીધું હતું. હિંદના પ્રખર વિદ્વાન મૌલાના મુફતી કિફાયતુલ્લાના તેઓ શિષ્ય હતા. દારુલ ઉલૂમ દેવબંદમાં 1910માં તેમને પદવી અર્પણ કરવામાં…

વધુ વાંચો >

મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ

મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ (જ. 22 ડિસેમ્બર 1869; રાયબરેલી; અ. 1923) : પ્રથમ પંક્તિના ભારતીય વિદ્વાન, લેખક, હકીમ અને વિશ્વવિખ્યાત ઇસ્લામી શિક્ષણસંસ્થા ‘નદવતુલ ઉલેમા’(An Association of the Learned)ના સ્થાપક તથા પ્રણેતા. તેમના ખાનદાને દેશને ટોચના સ્વાતંત્ર્યસેનાનીઓ, આધ્યાત્મિક ગુરુઓ, અરબી ભાષાના વિદ્વાનો, લેખકો, કવિઓ તથા લોકનાયકો આપ્યા છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીના…

વધુ વાંચો >

શાહ, વજીહુદ્દીન અલવી

શાહ, વજીહુદ્દીન અલવી (જ. ?; અ. 1589, અમદાવાદ) : અમદાવાદના અરબી-ફારસીના જાણીતા વિદ્વાન અને સંત પુરુષ. આ સૂફી સંત ચાંપાનેરના વતની હતા અને ઈ. સ. 1537થી અમદાવાદમાં આવીને વસ્યા હતા. તેમણે અમદાવાદમાં મદરેસા સ્થાપી હતી. એમનું અવસાન થતાં એમના નિવાસસ્થાન પાસે ખાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. એમની કબર ઉપર તત્કાલીન ગુજરાતના…

વધુ વાંચો >

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી

શેખ, અલી હિસામુદ્દીન મુત્તકી : (જ. 1480, બુરહાનપુર; અ. 1567) હિંદુસ્તાનના ઉચ્ચ કક્ષાના હદીસ તફસીરના જાણકાર અને સૂફી સંત. 1527માં તેઓ ગુજરાતમાં આવ્યા અને સાત વર્ષ રોકાયા હતા. તેઓ લોકોને હદીસશાસ્ત્રનું શિક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેથી ગુજરાતના સુલતાનો બહાદુરશાહ તથા મેહમૂદ ત્રીજા તરફથી ઘણું સન્માન પામ્યા હતા. તેમના  શિષ્યોમાં…

વધુ વાંચો >