અમિતાભ મડિયા

હોડલર ફર્ડિનાન્ડ (Hodler Ferdinand)

હોડલર, ફર્ડિનાન્ડ (Hodler, Ferdinand) (જ. 14 માર્ચ 1853, બર્ન નજીક જર્મની; અ. 20 મે 1918, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર સ્વિસ ચિત્રકાર. તેમણે મુખ્યત્વે નિસર્ગચિત્રો આલેખ્યાં છે. ફર્ડિનાન્ડ હોડલર 1879માં જિનીવામાં બાર્બિઝોં (Barbizon) શૈલીના નિસર્ગ ચિત્રકાર બાર્થેલેમી મેન (Barthelemy Menn) પાસે તેમણે તાલીમ લીધી…

વધુ વાંચો >

હોમર વિન્સ્લો (Homer Winslow)

હોમર, વિન્સ્લો (Homer, Winslow) (જ. 24 ફેબ્રુઆરી 1836, બૉસ્ટન, અમેરિકા; અ. 29 સપ્ટેમ્બર 1910, પ્રૂટ્સ નેક, મેઇને, અમેરિકા) (Prouts Nech, Maine) : સમુદ્ર અને સમુદ્રને લગતા વિષયોને આલેખવા માટે જાણીતા અમેરિકન નિસર્ગ-ચિત્રકાર. અમેરિકન રંગદર્શિતાના એ એક અગ્રણી ચિત્રકાર ગણાય છે. સમુદ્ર જેવી પ્રાકૃતિક શક્તિ સાથે ઝઝૂમતા માનવીના આલેખનમાં એ કુશળ…

વધુ વાંચો >

હોમ હાન્યા (Holm Hanya)

હોમ, હાન્યા (Holm, Hanya) (જ. 3 માર્ચ 1893, જર્મની; અ. 3 નવેમ્બર 1992, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : જર્મન–અમેરિકન આધુનિક નર્તકી અને કૉરિયોગ્રાફર. મૂળ નામ જોહાના એકર્ટ કુન્ટ્ઝ (Johanna Eckert Kuntce). ફ્રેન્કફર્ટની અને હેલેરો ખાતે ડેલ્ક્રોઝની ઇન્સ્ટિટ્યૂટમાં નૃત્યનો અભ્યાસ કર્યા પછી હોમ ડ્રેસ્ડન ખાતેની મૅરી વિગ્મૅન્સ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા સમય માટે…

વધુ વાંચો >

હોરે સોમનાથ

હોરે, સોમનાથ (જ. 1921, ચિત્તાગોંગ; અ. 2006, બંગાળ) : અગ્રણી ભારતીય શિલ્પી અને ચિત્રકાર. એ અલ્પમતવાદી (minimalist) શિલ્પસર્જન માટે જાણીતા છે. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં તેમણે કલાનો અભ્યાસ કર્યો. વિશ્વભારતી યુનિવર્સિટીના કલાભવનમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ શાંતિનિકેતનમાં શિલ્પનું અધ્યાપન કર્યું. સોમનાથ હોરેએ દોરેલું એક ચિત્ર દિલ્હીની…

વધુ વાંચો >

હોલ્બીન હાન્સ ધ યંગર (Holbein Hans The Younger)

હોલ્બીન, હાન્સ ધ યંગર (Holbein, Hans The Younger) (જ. 1497-8, ઓગ્સબર્ગ, જર્મની (?); અ. 1543, લંડન, બ્રિટન) : વ્યક્તિચિત્રણા માટે જાણીતા જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમનો જન્મ ઓગ્સબર્ગના ચિત્રકાર કુટુંબમાં થયો હતો. પિતા હાન્સ હોલ્બીન ધ એલ્ડર (આશરે 1465–1534), કાકા સિગ્મંડ હોલ્બીન (આશરે 1470 –1540) તથા ભાઈ એમ્બ્રોસિયસ હોલ્બીન (આશરે 1493–આશરે…

વધુ વાંચો >