અમિતાભ મડિયા

વાન્ગ મૅન્ગ

વાન્ગ મૅન્ગ (જ. 1308, વુસિન્ગ, ચેકયાંગ પ્રાંત, ચીન; અ. 1385, વુસિન્ગ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. યુઆન રાજવંશ (1206-1368) દરમિયાન પાકેલા ચિત્રકારોમાં તેની ગણના ટોચમાં થાય છે. યુઆન રાજવંશ દરમિયાન પાકેલા એક નિસર્ગચિત્રકાર ચાઓ મેન્ગ્ફૂ અને એક મહિલા નિસર્ગચિત્રકાર કુઆન તાઓશેંગના વાન્ગ મૅન્ગ પૌત્ર હતા. થોડા વખત માટે…

વધુ વાંચો >

વાન્ગ વી

વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) :  પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે…

વધુ વાંચો >

વાન્ગ હુઈ

વાન્ગ હુઈ (જ. 1632, ચાન્ગ્શુ, કિયાન્સુ પ્રાંત, ચીન; અ. 1717, ચાન્ગ્શુ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. અન્ય ત્રણ ચિત્રકારો વાન્ગ શિહ-મિન, વાન્ગ ચિન અને વાન્ગ યુઆન-ચી સાથે તેની ગણના ‘ફોર વાન્ગ’ ચિત્રકાર જૂથમાં થાય છે. વાન્ગ શિહ-મિન અને વાન્ગ ચિન પાસેથી વાન્ગ હુઈએ ચિત્રકલાની તાલીમ મેળવેલી. વાન્ગ શિહ-મિને…

વધુ વાંચો >

વાન્ડિક, (સર) ઍન્થૉની

વાન્ડિક, (સર) ઍન્થૉની (જ. 22 માર્ચ 1599, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ, બૅલ્જિયમ; અ. 9 ડિસેમ્બર 1641, લંડન, બ્રિટન) : સત્તરમી સદીના ફ્લૅન્ડર્સના રૂબેન્સ પછી સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. ધાર્મિક અને પૌરાણિક વિષયોનાં ચિત્રો ઉપરાંત ધનાઢ્યોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. 1632માં લંડનના રાજા ચાર્લ્સ પહેલાએ તેમની નિમણૂક દરબારી ચિત્રકાર તરીકે કરી…

વધુ વાંચો >

વારલી ચિત્રકલા

વારલી ચિત્રકલા : દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા વાયવ્ય મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી (ભીલ) આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા. છાણ-ગારો લીંપેલી ઝૂંપડાની ભીંતો વારલી ચિત્રકલાનું ફલક છે. ભીંત પર દોરવામાં આવતા ચિત્રને વારલી લોકો ‘ચોક’ અથવા ‘કંસારી’ પણ કહે છે. લગ્નવિધિની પ્રથમ જરૂરિયાત રૂપે આ ‘ચોક’ કે ‘કંસારી’ ચીતરવામાં આવે…

વધુ વાંચો >

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.…

વધુ વાંચો >

વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા

વાલાસ્ક્વેથ, ડાયેગો રોડ્રિગ્વેઝ ડી સિલ્વા (જ. 6 જૂન 1599, સેવિલે, સ્પેન; અ. 6 ઑગસ્ટ 1660, મૅડ્રિડ, સ્પેન) : સત્તરમી સદીના સ્પેનના સૌથી વધુ મહત્વના ચિત્રકાર. આજે તેમની ગણના વિશ્વના ટોચના ચિત્રકારોમાં થાય છે. બળૂકી અભિવ્યક્તિની ક્ષમતા ધરાવતી તેમની વાસ્તવવાદી ચિત્રશૈલી ચિત્રિત પાત્રોના મનોગતને સ્ફુટ કરવા માટે સમર્થ ગણાઈ છે. વાલાસ્ક્વેથના…

વધુ વાંચો >

વાસુદેવ, એસ. જી.

વાસુદેવ, એસ. જી. (જ. 1941, મૈસૂર, કર્ણાટક, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1968માં વાસુદેવ ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. એ પછી દેશવિદેશમાં ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો. 1972 પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શન કર્યાં. વાસુદેવની કલામાં શોભનશૈલીમાં નાગદેવતા, નાગપૂજા,…

વધુ વાંચો >

વાળા, કિશોર

વાળા, કિશોર (જ. 1933, બિલખા, સૌરાષ્ટ્ર, ગુજરાત) : આધુનિક ચિત્રકાર. બંને હાથે શારીરિક ક્ષતિ ધરાવતા વાળાની દૃઢ નિશ્ચયશક્તિને દાદ દેવી પડે તેવી છે. એક હાથ સાવ ઠૂંઠો અને એક હાથે માત્ર બે આંગળી અને અંગૂઠો હોવા છતાં આવા હાથે વાળાએ કલાસાધના આરંભી. રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં 1960થી 1962 સુધી અભ્યાસ કર્યા…

વધુ વાંચો >

વિક્ટોરિયા, લુઈઝ દે

વિક્ટોરિયા, લુઈઝ દે (જ. 1548 કે 1550, એવિલા, સ્પેન; અ. 1611, મૅડ્રિડ, સ્પેન) : સોળમી સદીના સ્પેનની કાસ્ટિલિયન શૈલીનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર. આજે તેનું નામ ઇટાલીના સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારો લાસુસ અને પેલેસ્ત્રિનાની સમકક્ષ મૂકવામાં આવે છે. સ્પેનમાં એસ્કોબેદો પાસે તાલીમ લીધા પછી વિક્ટોરિયા 1560માં રોમ ગયો અને પેલેસ્ત્રિના પાસે વધુ તાલીમ…

વધુ વાંચો >