અમિતાભ મડિયા
લે નૈન પરિવાર (Le Nain Family)
લે નૈન પરિવાર (Le Nain Family) : [લે નૈન, એન્તોની (જ. આશરે 1588, લાઓં, ફ્રાન્સ; અ. 25 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, લુઈ (જ. આશરે 1593, લાઓં, ફ્રાન્સ; અ. 23 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, મૅથ્યુ (જ. 1607, લાઓં, ફ્રાન્સ; અ. 20 એપ્રિલ 1677, પેરિસ, ફ્રાન્સ)] : સત્તરમી…
વધુ વાંચો >લૅન્ડ્સીર, એડવિન (સર)
લૅન્ડ્સીર, એડવિન (સર) (જ. 1802, બ્રિટન; અ. 1873, બ્રિટન) : બ્રિટિશ પ્રાણી-ચિત્રકાર. બાળપણથી જ તેમણે અનન્ય કલાપ્રતિભા બતાવેલી. બાર વરસની ઉંમરે તેમણે લંડનની રૉયલ એકૅડેમીમાં પહેલું વૈયક્તિક (one man) પ્રદર્શન યોજેલું. ઘોડા ચીતરવાથી શરૂઆત કરીને તેમણે કૂતરાનો વિષય પસંદ કર્યો, જે તેમનો તેમજ દર્શકોનો માનીતો થઈ ગયો. વિવિધ માનવીય મનોભાવોને…
વધુ વાંચો >લૅન્ફ્રેન્કો, જિયૉવાની
લૅન્ફ્રેન્કો, જિયૉવાની (જ. 1582, પાર્મા, ઇટાલી; અ. 1647, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરૉક ચિત્રકાર. ચિત્રકાર એગોસ્તીનો કારાચીના તેઓ શિષ્ય હતા. ઉપરાંત કોરેજિયોએ ચીતરેલાં ભીંતચિત્રોની તેમના પર ખાસ્સી અસર પડી હતી. 1616માં તેમણે કેસીનો બોર્ગીસેના ઘુમ્મટનું તાળવું ચીતર્યું. અહીં ચિત્રિત આકાશ અને માનવઆકૃતિઓ દ્વારા એવી ભ્રમણા ઊભી કરવામાં એ સફળ થયા…
વધુ વાંચો >લેમ્બ્રુક, વિલ્હેમ
લેમ્બ્રુક, વિલ્હેમ (જ. 4 જાન્યુઆરી 1881, મીડેરિખ, જર્મની; અ. 25 માર્ચ 1919, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી. તેઓ ચિત્રકાર અને કવિ પણ હતા. જર્મન અભિવ્યક્તિવાદી કળાની ચળવળમાં તેઓ એક મુખ્ય ચાલકબળ હતા. લંબાવેલાં અંગોપાંગો ધરાવતી તથા દયા, પીડા અને વેદનાની અનુભૂતિ જગાડતી માનવ-આકૃતિઓને તે શિલ્પમાં કંડારવા માટે પ્રખ્યાત છે.…
વધુ વાંચો >લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ
લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ (જ. 3 જૂન 1881, ઓડેસા નજીક તિરાસ્પૉલ, રશિયા; અ. 11 મે 1964, પૅરિસ, ફ્રાન્સ) : નાતાલ્યા ગૉન્ચારોવા સાથે રશિયામાં અમૂર્ત ચિત્રણાની પહેલ કરનાર ચિત્રકાર અને સ્ટેજ-ડિઝાઇનર. લેરિયૉનૉવની પ્રારંભિક ચિત્રકલા પ્રભાવવાદ અને પ્રતીકવાદ વડે ઘેરી પ્રભાવિત હતી. પણ 1909માં ઘનવાદ, ફ્યૂચરિઝમ અને ઑર્ફિઝમની અસર હેઠળ એમણે પોતાનું પ્રથમ…
વધુ વાંચો >લેલી પીટર
લેલી પીટર (જ. 1618, જર્મની; અ. 1860, લંડન, બ્રિટન) : ડચ બરૉક વ્યક્તિચિત્રકાર. હાર્લેમમાં પીટર દ ગ્રીબર પાસે તેણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1637થી હાર્લેમમાં તેણે સ્વતંત્ર ચિત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. વ્યક્તિચિત્રો ઉપરાંત ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને વિષય બનાવીને પણ તે ચિત્રો સર્જતો. 1640થી 1647 સુધી તે લંડન આવી વસ્યો.…
વધુ વાંચો >લેવિટેન, આઇઝેક (Levitan, Isaac)
લેવિટેન, આઇઝેક (Levitan, Isaac) (જ. 1861, કિબેર્ટી, કોવ્નો ગુબેર્નિયા, રશિયા; અ. 22 જુલાઈ 1900, મૉસ્કો, રશિયા) : રશિયન નિસર્ગ-ચિત્રકાર. કોવ્નો ગુબેર્નિયા જિલ્લામાં એક ગરીબ યહૂદી ધર્મશિક્ષકને ઘેર એમનો જન્મ થયેલો. મૉસ્કોની સસ્તી ચા-કૉફીની દુકાનોમાં એ કિશોરાવસ્થામાં બેસી રહેતા અને ત્યાં ઘરાકોની ચિરૂટના ધુમાડા અને ઘોંઘાટ વચ્ચે ફ્રેન્ચ બાર્બિઝો-શૈલીના ચિત્રકાર કોરોનાં…
વધુ વાંચો >લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil)
લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil) (જ. સત્તરમી સદીનો અંત, તુર્કી; અ. 1732, કૉન્સ્ટૅન્ટિનોપલ, તુર્કી) : ઑટોમન સામ્રાજ્યનો ‘ટ્યુલિપ યુગ’નો પ્રસિદ્ધ ચિત્રકાર. તરુણાવસ્થામાં કૉન્સ્ટૅન્ટિનોપલ જઈ ટોપકાપી મહેલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પછી ઑટોમન સુલતાન મુસ્તફા બીજાનો મુખ્ય દરબારી ચિત્રકાર બન્યો. સુલતાન મુસ્તફા બીજાના મૃત્યુ પછી ગાદીએ આવેલા સુલતાન અહમદ ત્રીજાનો પણ મુખ્ય દરબારી…
વધુ વાંચો >લૅસુસ, રોલાં દે
લૅસુસ, રોલાં દે (જ. આશરે 1532, મોન્સ, બેલ્જિયમ; અ. આશરે 1592 પછી, મ્યૂનિક, જર્મની) : સમગ્ર યુરોપનો સોળમી સદીના સૌથી વધુ મહાન સંગીતકાર. ‘ઑર્લાન્ડો દિ લાસો’, ઑર્લાન્ડુસ લાસુસ’ અને ‘ઑર્લાન્ડે લાસે’ નામે પણ તેઓ ઓળખાય છે. પરંતુ તેઓ જર્મન હતા તથા તેમની કારકિર્દીનો મુખ્ય હિસ્સો જર્મનીના મ્યૂનિક નગરમાં વીત્યો હોવાથી…
વધુ વાંચો >લેહાર ફ્રાન્ઝ
લેહાર ફ્રાન્ઝ (જ. 30 એપ્રિલ 1870, કોમેરોમ, હંગેરી; અ. 24 ઑક્ટોબર 1948, બૅડ આઇસ્કૅલ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત હંગેરિયન સંગીતકાર અને સ્વરનિયોજક. ખુશમિજાજી અને આનંદી વિધવાને વિષય બનાવતા એમના ઑપેરેતા ‘ડાય લુસ્ટીકે વિથ્વે’(The Merry Widow)થી એમને નામના મળેલી. ચેક રિપબ્લિકમાં પ્રાહા કૉન્ઝર્વેટરી ખાતે એમણે સંગીતનો અભ્યાસ કર્યો. 1890માં એક બૅન્ડમાસ્ટર તરીકે…
વધુ વાંચો >