અમિતાભ મડિયા

મૅર્ટિન, જૉન

મૅર્ટિન, જૉન (જ. 1789 બ્રિટન; અ. 1854 બ્રિટન) : રંગદર્શી ચિત્રશૈલીના બ્રિટિશ ચિત્રકાર. તેઓ વિનાશ, સર્વનાશ અને પ્રલયનાં નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા બનેલા. બ્રિટનના તત્કાલીન સામાજિક અને રાજકીય વાતાવરણમાં સન્માનપાત્ર સ્થાન ધરાવતી ‘ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ’ તરફથી મૅર્ટિનને હડધૂત કરાયા હતા. સામે પક્ષે મૅર્ટિને પણ એ એકૅડેમીનો હિંસક વિરોધ…

વધુ વાંચો >

મેલિકૉવ, આરિફ

મેલિકૉવ, આરિફ (જ. 13 સપ્ટેમ્બર 1933, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં મેલિકૉવનો આઝરબૈજાની લોકસંગીતનાં વાદ્યો વગાડવાનો શોખ કિશોરવયે બાકુ ખાતે આવેલી ઝેલીની મ્યૂઝિક સ્કૂલમાં તેમને વિદ્યાર્થી તરીકે ખેંચી ગયો. અહીં લોકવાદ્યોના વિભાગમાં તેમને વિશેષ રસ પડ્યો. આ પછી તેમણે બાકુની બાકુ કૉન્ઝર્વેટરીમાં પ્રવેશ મેળવ્યો અને વિખ્યાત સંગીતનિયોજક કારા…

વધુ વાંચો >

મેસોપોટેમિયન કલા

મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે. ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ.…

વધુ વાંચો >

મેસોં, આન્દ્રે

મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા  હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની…

વધુ વાંચો >

મૅસ્ટ્રોવિક, ઇવાન

મૅસ્ટ્રોવિક, ઇવાન (જ. 15 ઑગસ્ટ, 1883, ક્રોએશિયા; અ. 16 જાન્યુઆરી 1962) : યુગોસ્લાવિયાના પ્રથમ આધુનિક શિલ્પી. 1902માં તેમણે વિયેના સેસેશન ગ્રૂપ સાથે પોતાનાં શિલ્પોનું પ્રદર્શન કર્યું. 1910માં તેઓ પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇંગ્લૅંડ તથા ફ્રાંસમાં પોતાનાં શિલ્પ પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુગોસ્લાવિયાની ઝાગ્રેબ એકૅડેમી ઑવ્ આર્ટના તેઓ…

વધુ વાંચો >

મેહરા, અંજના

મેહરા, અંજના (જ. 1949, દિલ્હી) : ભારતનાં આધુનિક મહિલા ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી મુદ્રણક્ષમ કલા(print-making)નો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો, 1973 પછી પોતાની કલાનાં પ્રદર્શનો કર્યાં, જેમાં મુંબઈ, દિલ્હી, સિયૅટલ, લૉસ ઍન્જલસ અને જર્મનીનો સમાવેશ થાય છે. મેહરાની ચિત્રકલા એકરંગી છે. તેમાં બારીક અંકનોનાં અવનવાં પોત અને…

વધુ વાંચો >

મેહલર, ગુસ્તાફ

મેહલર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિખ્ટ (kalischt), ઑસ્ટ્રિયા; અ. 18 મે 1911, વિયેના, ઑસ્ટ્રિયા) : વિખ્યાત આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વિયેના કૉન્ઝર્વેટરીમાં સંગીતના અભ્યાસમાં તેજસ્વી નીવડ્યા પછી સંગીત-વાદ્યવૃંદ-સંચાલક(conductor)ની કારકિર્દી અપનાવી અને યુરોપનાં વિવિધ શહેરોમાં તેમની નિમણૂક થતી રહી. આ પછી 1888માં બુડાપેસ્ટ ઑપેરાના તેઓ દિગ્દર્શક–નિયામક તરીકે નિમાયા. 1897માં…

વધુ વાંચો >

મૉડર્સોનબેકર, પૉલા

મૉડર્સોનબેકર, પૉલા (જ. 1876, બ્રેમેન, જર્મની; અ. 1907) : જર્મનીનાં પ્રતીકવાદી અને અભિવ્યક્તિવાદી મહિલા ચિત્રકાર. તેમના ગામ બ્રેમેન નજીક આવેલા ગામ વૉર્પ્સવીડમાં કલાકારો અને લેખકો એકઠા થતા. અહીં પ્રતીકવાદી કવિ રેઇનર મારિયા રિલ્કે સાથે તેમનો મેળાપ થયો અને તેમના પ્રત્યક્ષ પ્રભાવ હેઠળ આરંભાયેલી તેમની ચિત્રકલામાં પ્રતીકવાદ અને અભિવ્યક્તિવાદ ઉપરાંત ફૉવવાદ…

વધુ વાંચો >

મોત્સાર્ટ, વુલ્ફગેન્ગ એમિડિયસ

મોત્સાર્ટ, વુલ્ફગેન્ગ એમિડિયસ (MOZART, WOLFGANG AMEDEUS) (જ. 27 જાન્યુઆરી 1756, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 5 જાન્યુઆરી 1791, વિયેના, ઑસ્ટ્રિયા) : યુરોપી સંગીતજગતના એક મહાન સંગીતનિયોજક (composer). પિતા લિયોપોલ્ડ મોત્સાર્ટ વાયોલિનિસ્ટ, તથા સાલ્ઝબર્ગના આર્ચબિશપના સંગીત-નિયોજક તથા વાદકવૃંદના ઉપસંચાલક (kapellmeister) હતા. માતાનું નામ આના મારિયા. યુગલનાં 7 સંતાનો પૈકી 2 જ બાળપણ ઓળંગી…

વધુ વાંચો >

મોદી, અશ્વિન

મોદી, અશ્વિન (જ. 1938, અમદાવાદ; અ. 4 સપ્ટેમ્બર 2013, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની આર્ટ માસ્ટર્સ ડિપ્લોમા પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમણે શાળામાં બાળકોના ચિત્રશિક્ષકની કારકિર્દી અપનાવેલી. મોદીએ ‘નવતાંત્રિક’ (Neotantric) શૈલીમાં ચિત્રકામ કર્યું છે. પોતાની કલા પર માણેકચોકની ચાંલ્લાઓળની પ્રભાવક અસર હોવાનો મોદીએ સ્વીકાર કર્યો છે.…

વધુ વાંચો >