અમિતાભ મડિયા
બ્રૂગલ, પીટર
બ્રૂગલ, પીટર (જ. 1525, સંભવત: બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 1569, બ્રસેલ્સ, બેલ્જિયમ) : નેધરલૅન્ડ્ઝના ચિત્રકાર. રેમ્બ્રાં અને રુબેન્સની સાથે બ્રૂગલની ગણના નેધરલૅન્ડ્ઝના 3 મહાન ચિત્રકારોમાં થાય છે. નિસર્ગનું એક સ્વયંસંપૂર્ણ સ્વતંત્ર વિષય તરીકે ચિત્રમાં નિરૂપણ કરવાનો આરંભ કરનાર ચિત્રકારોમાં તેમની પણ ગણના થાય છે. આ ઉપરાંત રોજિંદી ક્ષુલ્લક ક્રિયાઓનાં અને ખેડૂત…
વધુ વાંચો >બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો
બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો (જ. 1377, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1446) : સ્થાપત્યમાં રેનેસાં શૈલીનો પ્રારંભ કરનાર ઇટાલિયન સ્થપતિ. પોતાની કારકિર્દી તેમણે શિલ્પી તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ દોનતેલ્લો સાથે 1402માં રોમ ગયા. અહીં તેમણે પ્રાચીન રોમન સ્થાપત્યનો અભ્યાસ કર્યો. રેનેસાં દરમિયાન પ્રાચીન સ્થાપત્યના ચોક્કસ પ્રમાણમાપ લેનાર તેઓ…
વધુ વાંચો >બ્રોન્ઝિનો, ઍન્યોલો
બ્રોન્ઝિનો, ઍન્યોલો (જ. 1503, મોન્તિચેલ્લી, ઇટાલી; અ. 1572, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીના રીતિવાદી ચિત્રકાર. તેઓ વ્યક્તિચિત્રો અને પુરાણકથાઓનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા હતા. રીતિવાદી ચિત્રકાર જેકોપો દ પૉન્તોર્મોના તેઓ શિષ્ય હતા. રફેલ તથા માઇકલૅન્જેલોની લઢણો તેમણે અપનાવી હતી અને પોતાની તેજસ્વી શૈલી વિકસાવી હતી. તુસ્કનીના ડ્યૂક કોસિયો દિ મેડિચીના દરબારના…
વધુ વાંચો >બ્રૉયર, માર્સેલ લાજકો
બ્રૉયર, માર્સેલ લાજકો (જ. 22 મે 1902, પૅક્સ, હંગેરી; અ. આશરે 1977ના અરસામાં) : આધુનિક અમેરિકન સ્થપતિ અને ડિઝાઈનકાર. સ્ટીલની ટ્યૂબો (પોલાદી નળાકારો)નો સ્થાપત્યમાં વિનિયોગ કરનાર તેઓ પ્રથમ સ્થપતિ હતા. 1912થી 1920 સુધી પૅક્સ નગરની ‘અલ્લામી ફૉરાઇસ્કાલા’માં અને 1920થી 1924 સુધી વાઇમર નગરની ‘બાઉહાઉસ’ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. ડૅસ્સો નગરના સ્થપતિ…
વધુ વાંચો >બ્લો, રાઇટર, ડેર
બ્લો, રાઇટર, ડેર : 1911માં મ્યુનિખમાં સ્થપાયેલ જર્મન અભિવ્યક્તિવાદી કલાજૂથ. વાસિલી કૅન્ડિન્સ્કી અને ફ્રાન્ઝ માર્ક તેના સ્થાપકો હતા. તેના અન્ય સભ્ય-કલાકારોમાં ઑગસ્ટ માકે, હિન્રીખ કૅમ્પેન્ડૉન્ક, એલેક્સી જૉલેન્સ્કી, પૉલ ક્લે તથા લિયોનલ ફિનિન્જર હતા. જર્મન ભાષામાં ‘બ્લૉ રાઇટર’નો અર્થ થાય છે : ‘ભૂરો અસવાર’. વાસિલી કેન્ડિન્સ્કીના આ જ નામના ચિત્ર પરથી…
વધુ વાંચો >ભગત, ધનરાજ
ભગત, ધનરાજ (જ. 20 ડિસેમ્બર 1917, લાહોર) : ભારતના આધુનિક શૈલીના શિલ્પી. તેમણે લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પનો ડિપ્લોમાં મેળવ્યો હતો. આ જ કૉલેજમાં તેમણે થોડાં વરસ અધ્યાપન કર્યું. આ પછી તેઓ નવી દિલ્હીની કૉલેજ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં તે પછીથી શિલ્પવિભાગના અધ્યક્ષ પણ હતા. ત્યાંથી 1976માં…
વધુ વાંચો >ભગત, વજુભાઈ
ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી…
વધુ વાંચો >ભટ્ટ, કૃષ્ણલાલ
ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…
વધુ વાંચો >ભટ્ટ, ગિરીશ
ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી. મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ…
વધુ વાંચો >ભટ્ટ, જ્યોતિ માનભાઈ
ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી. ભાવનગરના અભ્યાસકાળ…
વધુ વાંચો >