અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ચિત્રકાવ્યબંધોદય
ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા…
વધુ વાંચો >ચિત્રલેખા (1934)
ચિત્રલેખા (1934) : હિંદીના પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીચરણ વર્માની વિચારપ્રધાન તથા સમસ્યામૂલક નવલકથા. લેખક તેને ચરિત્રપ્રધાન રચના કહે છે. આ નવલકથા મુખ્યત્વે ત્રણ ભાગોમાં વિભાજિત છે : (1) ઉપક્રમ, (2) મધ્યભાગ અને (3) ઉપસંહાર. પ્રથમ ભાગમાં વિષયવસ્તુની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા નવલકથામાં ગૂંથેલા પ્રશ્નનું નિરૂપણ છે. મધ્યભાગમાં…
વધુ વાંચો >ચૈતન્યદાસ
ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ…
વધુ વાંચો >ચૌંડરસ
ચૌંડરસ : તેરમી સદીના કન્નડ કવિ. પિતાનું નામ મધુસૂદન અને માતાનું નામ મલ્લવ્વે હતું. તેમનો જન્મ પંઢરપુરમાં થયો હોય અથવા લાંબા સમય સુધી તેમણે ત્યાં વાસ કર્યો હોય એવો સંભવ તેમનાં કાવ્યો પરથી જણાય છે. પંઢરપુરના વિઠ્ઠલ તેમના આરાધ્ય દેવ હતા. તેમની ‘દશકુમારચરિત’ તથા ‘નળચરિત’ આ બંને ચંપૂશૈલીમાં કરેલી કાવ્યરચનાઓ…
વધુ વાંચો >જન્ન (તેરમી સદી)
જન્ન (તેરમી સદી) : બસવ યુગના કન્નડ કવિ. કર્ણાટકના પ્રસિદ્ધ રાજવંશ હોયસલના રાજા વીરબલ્લાળ તથા નરસિંહના શાસનકાળ દરમિયાન તે દરબારી કવિ હતા. તેમના પિતા સુમનોબાણ પણ કવિ હતા. ઉપરાંત, નામવર્મ, મલ્લિકાર્જુન તથા કેશિરાજ જેવા જાણીતા કવિઓ તેમના નજીકના સગા હતા. કવિ હોવા ઉપરાંત વિખ્યાત દાનવીર તરીકે પણ તેમની ગણના થતી.…
વધુ વાંચો >જાતિ-ઉચ્છેદ
જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના…
વધુ વાંચો >ટૉર્પીડો
ટૉર્પીડો : નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે 30થી 40 નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા 3,500થી 9,000 મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી…
વધુ વાંચો >ટોબેગો
ટોબેગો : 1814માં બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…
વધુ વાંચો >ડરબન
ડરબન : દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતનું શહેર તથા દેશની પૂર્વ દિશામાં આવેલું મોટામાં મોટું બંદર. ભૌગોલિક. સ્થાન : 29o 55’ દ. અ. અને 30o 56’ પૂ. રે.. તે જોહાનિસબર્ગના અગ્નિકોણમાં 560 કિમી. અંતરે આવેલું છે. તેનો કુલ વિસ્તાર 226 ચોકિમી. તથા વસ્તી 5,95,061 (2018) હતી. જ્યારે મેટ્રો શહેરની વસ્તી 34,32,361…
વધુ વાંચો >ડાયટન
ડાયટન (Dayton) : યુ.એસ.ના ઓહાયો રાજ્યનું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39o 45’ ઉ. અ. અને 84o 11’ પ. રે.. મિયામી નદી પર વસેલું આ શહેર સિનસિનાટીથી ઉત્તરે આશરે 75 કિમી. અંતરે આવેલું છે. શહેરી વિસ્તાર 57 ચોકિમી છે. શહેરની વસ્તી 1,41,527 (2010) અને મહાનગરની વસ્તી 8,41,502 (2010) છે. નગરમાં…
વધુ વાંચો >