અનિલ રાવલ
અદાણી, ગૌતમ શાંતિલાલ
અદાણી, ગૌતમ શાંતિલાલ (જ. 24 જૂન 1962, અમદાવાદ, ગુજરાત) : અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ. તેમનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો. પિતા શાંતિલાલ અદાણી અને માતા શાંતાબહેન અદાણી. તેમનો પરિવાર ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. તેમનું શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય…
વધુ વાંચો >આચાર્ય, દેવવ્રત
આચાર્ય, દેવવ્રત (જ. 18 જાન્યુઆરી 1959, સમલખા, પંજાબ) : આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ. પિતાનું નામ લહરી સિંહ અને માતાનું નામ લક્ષ્મી દેવી. તેમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી), બી. એડ્., ડિપ્લોમા ઇન…
વધુ વાંચો >આબે શિન્જો
આબે શિન્જો (જ. 21 સપ્ટેમ્બર 1954, શિંજુકુ, ટોક્યો, જાપાન અ. 8 જુલાઈ 2022, કાશીહારા, નારા, જાપાન) : સૌથી વધુ સમય સુધી વડાપ્રધાનપદ પર રહેલા જાપાની વડાપ્રધાન. તેમનો જન્મ ટોક્યોમાં રાજનીતિક પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ ક્ષેત્રે જવા માગતા હતા પરંતુ કુટુંબને કારણે તેઓ રાજકારણમાં જોડાયા. તેમના પિતામહ કાન આબે અને…
વધુ વાંચો >એરડા, મીરા
એરડા, મીરા (જ. 24 ઑક્ટોબર, 2000, વડોદરા) : ભારતની પ્રથમ મહિલા કાર રેસર. મીરાએ વડોદરાની ઊર્મિ સ્કૂલ અને રોઝરી હાઈસ્ક્લૂમાં અભ્યાસ કર્યો હતો. નવરચના યુનિવર્સિટીના જર્નાલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. તેમણે માત્ર નવ વર્ષની ઉંમરે રેસિંગ શરૂ કર્યું હતું. તેના પિતા કિરીટભાઈ મીરાને પુણેમાં જે કે ટાયર નૅશનલ…
વધુ વાંચો >કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ
કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન. પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં…
વધુ વાંચો >કુરૂપ્પ જી. શંકર
કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901, નાયત્તોટ્ટ, કેરળ; અ. 2 ફેબ્રુઆરી 1978, ત્રિવેન્દ્રમ) : પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં. પિતા નેલ્લીક્કપ્પીલી શંકર વારિયાર અને માતાવદક્કાની લક્ષ્મીકુટ્ટી…
વધુ વાંચો >ગડકરી નિતીન જયરામ
ગડકરી, નિતીન જયરામ (જ. 27 મે 1957, નાગપુર) : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ભારતના ‘હાઇવે મેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય પ્રધાન. પિતા જયરામ અને માતા ભાનુતાઈ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સ્વામી રામાનંદ તીર્થ મરાઠાવાડા યુનિવર્સિટી(SRTMU)અને બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી(BAMU) દ્વારા માનદ્ ડી.લિટ.ની પદવી આપવામાં આવી…
વધુ વાંચો >ગાયકવાડ, સરિતા
ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે…
વધુ વાંચો >ગોયલ, પીયૂષ
ગોયલ, પીયૂષ (જ. 13 જૂન, 1964, મુંબઈ) : નાણાં પરની સ્થાયી સમિતિ અને સંરક્ષણ મંત્રાલય માટેની સલાહકાર સમિતિના સભ્ય. પિતા વેદપ્રકાશ ગોયલ અને માતા ચંદ્રકાંતા ગોયલ.તેમનાં માતા મહારાષ્ટ્રમાં ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી(ભાજપ) વિધાનસભાના સભ્ય હતા અને તેમના પિતાએ 2001થી 2003 દરમિયાન વાજપેયી સરકારમાં શિપિંગ માટે કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા…
વધુ વાંચો >