અનિલ રાવલ

નાયક (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ

નાયક, (ડૉ.)  રઘુભાઈ મોરારજીભાઈ   (જ. 15 ઑગસ્ટ, 1907, ચલથાણ, જિ. સૂરત; અ. 31 માર્ચ, 2003, અમદાવાદ) : ગુજરાતના ઉચ્ચ કોટિના આજીવન કેળવણીકાર અને આદર્શ શાળાઓના સ્થાપક. પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ કાશીબા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ માસીના ઘરે સુરત જિલ્લાના ગોતા ગામમાં રહીને મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સુરતના અનાવિલ છાત્રાલયમાં…

વધુ વાંચો >

નેતન્યાહુ, બેન્જામિન

નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન. બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને…

વધુ વાંચો >

પટેલ, ડૉ. બિમલ હસમુખ

પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર. પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું…

વધુ વાંચો >

બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા (જ. આસો સુદ એકમ વિ. સં. 1975 ઈ.સ. 1919 ટીંબલા, અમરેલી જિલ્લો, અ. 28 સપ્ટેમ્બર 1990, વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં પિતા સાથે યજમાનોને ત્યાં…

વધુ વાંચો >

ભાગવત મોહનરાવ મધુકરરાવ

ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક. મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય…

વધુ વાંચો >

મન કી બાત

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…

વધુ વાંચો >

મુર્મૂ, દ્રોપદી

મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મુનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…

વધુ વાંચો >

રહાણે, અજિંક્ય મધુકર

રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…

વધુ વાંચો >