અક્કવુર નારાયણન્

ઉન્નીનિલિસદેશમ્

ઉન્નીનિલિસદેશમ્ : આશરે ચૌદમી સદીમાં લખાયેલું મલયાળમ ભાષાનું પ્રથમ સંદેશકાવ્ય. કાલિદાસના ‘મેઘદૂત’ના અનેક અનુકરણ થયાં તેમાં આ સર્વપ્રથમ છે. ઉન્નીનિલ એ સંદેશવાહક નહિ, પણ નાયિકા પોતે જ છે. કોઈક અનિષ્ટ તત્વ (યક્ષી) રાતે નાયિકાની પથારીમાંથી નાયકને ઉઠાવી જઈ 100 માઈલ દૂરના સ્થળે મૂકી આવે છે. નાયિકા વૈકોમ ખાતે છે અને…

વધુ વાંચો >

ઉમાકેરળમ્ (1913)

ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

ઉમ્માચુ (1952)

ઉમ્માચુ (1952) : પ્રસિદ્ધ મલયાળમ નવલકથા. લેખક ઉરૂબ (જ. 1915). તેનું કથાનક એક મધ્યમ વર્ગની મુસ્લિમ ગૃહિણી ઉમ્માચુના સંઘર્ષમય જીવન પર કેંદ્રિત છે. ઉમ્માચુનું લગ્ન તેણે પસંદ કરેલા પુરુષ માયનની સાથે નહિ, પણ અન્ય પુરુષ સાથે થાય છે. માનવમનની ઊંડી સમજ અને સહાનુભૂતિ આ નવલકથામાં લેખકે દર્શાવી છે. વિવિધ જાતિ…

વધુ વાંચો >

ઉરુબ

ઉરુબ (જ. 8 જૂન 1915 કેરાલા; અ. 11 જુલાઈ 1979 કોટ્ટાયમ, કેરાલા) : ઉત્કૃષ્ટ કોટિના મલયાળમ નવલકથાકાર અને નવલિકાકાર. મૂળ નામ પી. સી. કુટ્ટીકૃષ્ણ. એમણે સાહિત્યલેખનની શરૂઆત કાવ્યરચનાથી કરેલી. તે નાનપણમાં જાણીતા મલયાળમ કવિ વલ્લાથોલના સંપર્કમાં આવ્યા હતા. એમની પ્રેરણાથી તેમણે લખવાનું શરૂ કરેલું. તેમની કવિતા વલ્લાથોલ જોઈ જતા અને…

વધુ વાંચો >

ઉલ્લુર (1877-1949)

ઉલ્લુર (જ. 6 જૂન 1877 ત્રાવણકોર, કેરાલા અ. 15 જૂન 1949 તિરુવનંતપુરમ્) : અર્વાચીન મલયાળમ કવિત્રિપુટીમાંના એક. બીજા બે આસાન અને વલ્લાથોલ. આખું નામ ઉલ્લુર એસ. પરમેશ્વર આયર. સામાન્ય રીતે એમનો પરિચય મલયાળમના વિદ્વાન કવિ તરીકે આપવામાં આવે છે. તેમનામાં સર્જકતા જેટલી જ વિદ્વત્તા હતી. મલયાળમ ઉપરાંત તમિળ, અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઋતુમૂર્તિ

ઋતુમૂર્તિ : મલયાળમ નાટક. મલયાળમ નાટ્યકાર અને કવિ એમ. પી. ભટ્ટતિરિપાદે (જ. 1908) આ નાટક વીસમી સદીના પાંચમા દાયકામાં રચ્યું હતું. સામાજિક પ્રશ્નો ચર્ચતાં આધુનિક મલયાળમ નાટકોમાં તે અગ્રગણ્ય છે. નિર્દય સામાજિક પરંપરાએ લાદેલા કુરિવાજોની ભીંસમાં પિલાતી નામ્બુદિરિ સ્ત્રીઓની કરુણ દુર્દશાનું તેમાં તાશ ચિત્ર છે. નામ્બુદિરિ કન્યા વયમાં આવતાં ઋતુમતિ-રજસ્વલા…

વધુ વાંચો >

એષુત્તચ્છન, તુંચત રામાનુજન

એષુત્તચ્છન, તુંચત રામાનુજન(જ. 1595 કેરાલા,; અ.-) : મલયાળમ લેખક (પંદરમી સદી). અંગ્રેજી સાહિત્યના ચૉસરની જેમ તે મલયાળમ સાહિત્યના પિતા ગણાય છે. શૂદ્ર જાતિના હતા અને પોતાના મોટા ભાઈના શિષ્ય હતા. એમનો વ્યવસાય અધ્યાપનનો હતો અને તેમણે જ્ઞાનપ્રાપ્તિ માટે તીર્થયાત્રા-દેશભ્રમણ કરેલાં. કેરળમાં ચિટ્ટુરમાં તેમણે એક ગુરુમઠ સ્થાપ્યો હતો. ભારતીય સંત કવિઓની…

વધુ વાંચો >

ઓટક્કુખલ

ઓટક્કુખલ : મલયાળમ કાવ્યસંગ્રહ. રચના (1920-50). ઓટક્કુખલનો અર્થ બંસરી અથવા વાંસળી. કવિ જી. શંકર કુરુપ(1901-1978)નો 60 કાવ્યોનો આ સંગ્રહ છે. 1950માં પ્રગટ થયેલા આ કાવ્યસંગ્રહને 1965માં ભારતીય જ્ઞાનપીઠનો (રૂ. એક લાખનો) પ્રથમ પુરસ્કાર અર્પણ થયેલો. આ કાવ્યો વિચાર અને ભાવની સમૃદ્ધિની ર્દષ્ટિએ મલયાળમના આ મહાન કવિના કવિત્વનું પ્રતિનિધિત્વ કરે છે.…

વધુ વાંચો >

ઓરુવિલાપમ્

ઓરુવિલાપમ્ (1905) : મલયાળમ કાવ્યકૃતિ. લેખક વી. સી. બાલકૃષ્ણ પણિક્કર. ‘ઓરુવિલાપમ્’ એટલે રુદન. લેખકે પોતાની પત્નીના કૉલેરાથી થયેલા અકાળ મૃત્યુ વિશે આ કરુણપ્રશસ્તિ (elegy) રચેલી છે. બાલકૃષ્ણ પણિક્કર મલયાળમ રંગદર્શી કવિતાના ‘શુક્રતારક’ ગણાય છે. 27 શ્લોકોની આ કૃતિ 1905માં ‘કવન કૌમુદી’ સામયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. મલયાળમ ભાષાની આ પ્રકારની…

વધુ વાંચો >

કયર

કયર : મલયાળમ નવલકથા. તફઝી શિવશંકર પિલ્લૈ(જ. 1912)ની આ છેલ્લી અને બૃહદ નવલકથા છે. આ નવલકથાએ લેખકને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન અપાવ્યાં છે. આ કથામાં કેરળના આલપ્પી જિલ્લાના કાથી-વણકરો તથા કારીગરોના જીવનની ત્રણ પેઢીની વિશાળ ભૂમિકા છે. એક કલાકૃતિ તરીકે ભલે તે લેખકની શ્રેષ્ઠ નવલકથા ન ગણાય,…

વધુ વાંચો >