અક્કવુર નારાયણન્

અગ્નિસાક્ષી

અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં…

વધુ વાંચો >

અનુજન, ઓ. એમ.

અનુજન, ઓ. એમ. (જ. 20 જુલાઈ 1928, વેલ્લિનેઝી, કેરાલા) : મલયાળમ કવિ. કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ વિષય લઈ પ્રથમવર્ગમાં એમ.એ.માં ઉત્તીર્ણ. પછી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં મલયાળમના પ્રાધ્યાપક. એમણે કવિ તરીકે સારી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં તેમના બાર કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે, જેમાં ‘મૂકુળમ્’, ‘ચિલ્લુવાતિલ્’, ‘અગાધ નિલિમક્કળ્’, ‘વૈશાખમ્’, ‘સૃષ્ટિ’ તથા ‘અક્તેયન’…

વધુ વાંચો >

અયપ્પા પણિક્કરુદે કૃતિકલ

અયપ્પા પણિક્કરુદે કૃતિકલ (1974) : સાહિત્ય અકાદમી પુરસ્કૃત મલયાળમ કાવ્યસંગ્રહ. મલયાળમમાં અદ્યતન કવિતાનો સંચાર કરનાર અયપ્પા પણિક્કર(જ. 12 સપ્ટેમ્બર 1930)નો આ સંગ્રહ, એમાંનાં વિષયનાવીન્ય તથા વિદ્રોહી સૂરને કારણે યુવાન કવિઓનો પ્રેરણાસ્રોત બન્યો છે. પણિક્કર વર્ષો સુધી અમેરિકામાં રહ્યા છે. ત્યાં ઉચ્ચ અભ્યાસ કરીને અંગ્રેજીના પ્રાધ્યાપક પણ રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન…

વધુ વાંચો >

અય્યર ઉળળૂર પરમેશ્વર

અય્યર, ઉળળૂર પરમેશ્વર (જ. 6 જૂન 1877; અ. 15 જૂન 1949, તિરુવનંતપુરમ) : મલયાળમ લેખક. એમણે એમ.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી સરકારના વિવિધ વિભાગોમાં નોકરી કરી હતી. છેલ્લે ત્રાવણકોર વિશ્વવિદ્યાલયના પ્રાચ્ય ભાષાવિભાગના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. એમના કાવ્યસંગ્રહોમાં ‘વંચીશગીતિ’, ‘મંગળમંજરી’ (સ્તોત્રગ્રન્થ); ‘વર્ણભૂષણમ્ કાવ્ય’, ‘પિંગળા’, ‘ભક્તિદીપિકા’, ‘ચિત્રશાળા’, ‘તારાહારમ્…

વધુ વાંચો >

અવકાસિકલ

અવકાસિકલ (1980) : મલયાળમ નવલકથા. ‘વિલાસિની’ તખલ્લુસથી લખતા એમ. કે. મેનનની ચાર ભાગોમાં લખાયેલી ચાર હજાર પૃષ્ઠની આ બૃહદ નવલકથા છે. તેની પાર્શ્વભૂમિ મલયેશિયા છે. કથા પાત્રપ્રધાન છે. એનો નાયક વેલ્લુન્ની જે કથારંભે સિત્તેર વર્ષનો છે, તેને મુખે પોતે અત્યંત દરિદ્ર અવસ્થામાંથી કોટ્યધિપતિ શી રીતે બન્યો, તેનું કથન થયેલું છે.…

વધુ વાંચો >

અંબોપદેશમ્

અંબોપદેશમ્ : ઓગણીસમી સદીના મલયાળમ કાવ્યસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર. એમાં નામ પ્રમાણે અંબા એટલે દાદીમા એની પૌત્રીને ઉત્કૃષ્ટ ગણિકા બનવાનું યોગ્ય માર્ગદર્શન આપે છે. આ પ્રકારનાં કાવ્યો છેક અગિયારમી સદીથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધી અનેક કવિઓએ આ ભાષામાં રચ્યાં છે. બધાં કાવ્યો વસંતતિલકાવૃત્તમાં જ લખાયાં છે એ આ કાવ્યપ્રકારની વિશેષતા…

વધુ વાંચો >

આશાન કુમારન્

આશાન કુમારન્ (જ. 12 એપ્રિલ 1873; અ. 16 જાન્યુઆરી 1924) : અર્વાચીન મલયાળમ કવિ. કુમારન્ પ્રણય અને દર્શનના કવિ છે. કવિતાના માધ્યમ દ્વારા જીવનનું રહસ્ય જાણવા માટે આત્મતત્વમાં અવગાહન કર્યું હોય એવો બીજો કોઈ મલયાળમ કવિ નથી. તેઓ દલિત જાતિમાં જન્મ્યા હતા અને તેથી ઉચ્ચ વર્ગના સમાજ તરફથી એમને અનેક…

વધુ વાંચો >

ઇરયિમ્મન તમ્પિ

ઇરયિમ્મન તમ્પિ : મલયાળમ કવિ. અઢારમી સદીના પ્રથમ પંક્તિના મલયાળમ કવિઓમાં તેમનું ઉચ્ચ સ્થાન છે. તેઓ ત્રાવણકોરના મહારાજાના રાજકવિ હતા. એમના પિતાનો રાજદરબાર સાથે સીધો સંબંધ હતો. તેથી રાજદરબારમાં પ્રવેશ કરવાનું એમને માટે આસાન બન્યું. આ ઉપરાંત કેરળના રાજકુટુંબના કવિ સ્વાતિના તેઓ મિત્ર હતા. બંને મિત્રો કાવ્યરચનામાં સમય વિતાવતા અને…

વધુ વાંચો >

ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્

ઇરુપતાં નૂટ્ટાંટિંટે ઇતિહાસમ્ : મલયાળમ ખંડકાવ્ય. આલ્કતમ્ અચ્યુતન નમ્બુદિરિ (નંપૂતિરિ) (જ. 1917) રચિત આ ખંડકાવ્યના શીર્ષકનો અર્થ છે ‘વીસમી સદીની ગાથા’. માનવીના અંતરની કૂટ સમસ્યાઓનું પ્રભાવશાળી આલેખન કરતું આ કાવ્ય છે. તેનો નાયક ભાવુક અને આદર્શવાદી છે અને તે અન્યાયો ને અત્યાચારો વિરુદ્ધ સંઘર્ષ કરવા સામ્યવાદી માર્ગ ગ્રહણ કરે છે. કિશોરાવસ્થામાં…

વધુ વાંચો >