અંતરિક્ષવિજ્ઞાન

નારાયણન વી. (ડૉ.)

નારાયણન વી. (ડૉ.)  (જ. 14 મે, 1964, મેલાકટ્ટુવેલાઈ, કન્યાકુમારી, તમિળનાડુ): રૉકેટ વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના નવા અધ્યક્ષ. 14 જાન્યુઆરી, 2024ના રોજ એસ. સોમનાથને સ્થાને ISROના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો અને સાથે સાથે ભારત સરકારના અંતરિક્ષ વિભાગના સચિવ પણ બન્યા. તેમનો કાર્યકાળ બે વર્ષ રહેશે. અગાઉ તેઓ વલિયામાલા સ્થિત…

વધુ વાંચો >

નાસા (National Aeronautics and Space Administration – NASA)

નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે : (1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે).…

વધુ વાંચો >

નિર્વાત પટ્ટા (doldrums)

નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર…

વધુ વાંચો >

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની…

વધુ વાંચો >

નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ

નૉર્ધર્ન કૉસ્મોડ્રોમ : પ્લેસેત્સ્ક નજીક ઉચ્ચ ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું સોવિયેત રશિયાનું અંતરીક્ષયાન–પ્રમોચન–મથક. ભૌગોલિક સ્થાન : 63° ઉત્તર, 40° પૂર્વ. આ મથક ઉપરથી ઉચ્ચ નમનકોણ ધરાવતી ભ્રમણકક્ષામાં ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવે છે. (દા. ત., સોવિયેત સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘મૉલ્નિયા’.) આ પ્રમોચન–મથકનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે. પરંતપ પાઠક

વધુ વાંચો >

પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars)

પરિવર્તનશીલ તારકો (દીર્ઘકાલીન) (long-period variable stars) : ‘આકાશગંગા’ તારાવિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતા દીર્ઘકાલીન પરિવર્તનશીલ તારા. આ તારાઓ લાલ રંગના, ઠંડા, વિરાટ (giant) અથવા અતિ-વિરાટ (super giant) હોય છે, જેમને M, R, S અથવા C (carbon) વર્ગમાં મૂકવામાં આવેલા છે. દીર્ઘ-કાલીન પરિવર્તનશીલ તારાઓ વૃદ્ધ તારાઓ છે, જે મુખ્ય શ્રેણી(main…

વધુ વાંચો >

પલક માઇક્રોસ્કોપ (Blink microscope)

પલક માઇક્રોસ્કોપ (Blink microscope) : આકાશના કોઈ એક ભાગની જુદા જુદા સમયે લેવાયેલી બે છબીઓની તુલના કરીને તેમાં થતા ફેરફારોને શોધી કાઢવા માટે વપરાતું ઉપકરણ. આ ઉપકરણને પલક તુલનામાપક (Blink comparator) પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ બંને ફોટોગ્રાફિક પ્લેટને એકસાથે એક જ નેત્ર-કાચ (eye-piece) દ્વારા જોઈ શકાય છે. બંને…

વધુ વાંચો >

પાથફાઇન્ડર (Pathfinder)

પાથફાઇન્ડર (Pathfinder) : મંગળ ગ્રહની સપાટી પર 4 જુલાઈ, 1997(અમેરિકાના સ્વાતંત્ર્યદિન)ના રોજ ઊતરેલું ‘નાસા’નું અંતરીક્ષયાન. આ પહેલાં 1976 દરમિયાન અમેરિકાનાં બે અંતરીક્ષયાન ‘વાઇકિંગ-1 અને 2’ મંગળની સપાટી પર ઊતર્યાં હતાં અને સપાટીની 50,000 જેટલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. વળી તેમણે મંગળની જમીનમાં સૂક્ષ્મ જીવસૃષ્ટિના અસ્તિત્ત્વની ભાળ મેળવવા અંગેના પ્રયોગો…

વધુ વાંચો >

પાયોનિયર અંતરીક્ષયાનો

પાયોનિયર અંતરીક્ષયાનો : આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલ અમેરિકન અન્વેષી યાનોની પ્રથમ શ્રેણી. 1 ઑક્ટોબર, 1958ના રોજ ચંદ્રની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા પાયોનિયર-1 સિવાયનાં અન્ય અન્વેષી યાનો સૌરમંડળના ગ્રહોના અન્વેષણ તથા આંતરગ્રહીય કણ અને ચુંબકીય ક્ષેત્રની વિવિધ અસરો માપવા માટે મોકલવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે પાયોનિયર-6 (1965) પૃથ્વી…

વધુ વાંચો >

પેગાસસ (Pegasus) ઉપગ્રહો

પેગાસસ (Pegasus) ઉપગ્રહો : 1965માં પ્રક્ષેપિત થયેલા, અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિક ઉપગ્રહોની શ્રેણી. ગ્રીક પૌરાણિક કથામાંના પાંખવાળા ઘોડાના નામ ‘પેગાસસ’ ઉપરથી મોટી પાંખવાળું માળખું ધરાવતા આ ઉપગ્રહોને ‘પેગાસસ’ નામ આપવામાં આવ્યું હતું. આ પાંખનો વિસ્તાર 29 મીટર જેટલો મોટો હતો. અંતરીક્ષમાં કાયમી અસ્તિત્વ ધરાવતા સૂક્ષ્મ-ઉલ્કાકણો કેટલા વેગ સાથે અથડાય છે તથા…

વધુ વાંચો >