અંતરિક્ષવિજ્ઞાન

બૈકોનુર કૉસ્મોડ્રોમ

બૈકોનુર કૉસ્મોડ્રોમ : કઝાખસ્તાનમાં આવેલું અંતરીક્ષયાન પ્રમોચન મથક. 1991માં એ વખતના સોવિયેત સંઘ(u.s.s.r.)ના ભાગલા પડ્યા એ પછી જુદાં જુદાં રાજ્યોનો સમૂહ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’(CIS)ના નામે ઓળખાય છે. બૈકોનુર કૉસ્મોડ્રોમ કઝાખસ્તાન રાજ્યની માલિકીનું ગણાય છે. તે ત્યુરાતામ (Tyuratam Leninsk) નામથી પણ ઓળખાય છે. રશિયા તેના ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે બૈકોનુર…

વધુ વાંચો >

બૉરમૅન, ફ્રૅન્ક

બૉરમૅન, ફ્રૅન્ક (જ. 1928, ગેરી, ઇલિનૉઈ) : અમેરિકાના પ્રસિદ્ધ અવકાશયાત્રી. તેમણે  વેસ્ટ પૉઇન્ટ ખાતે તાલીમ લીધી હતી; 1951–56ના સમય દરમિયાન તેમણે વાયુદળના વિમાની તરીકે ફરજ બજાવેલી. ત્યારપછી તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ‘એરોનૉટિકલ એન્જિનિયરિંગ’નો અભ્યાસ કર્યો. એ પછી વેસ્ટ પૉઇન્ટ તથા એરોસ્પેસ રિસર્ચ પાઇલટ્સ સ્કૂલમાં તાલીમશિક્ષણ આપ્યું. 1962માં ‘નાસા’(NASA)એ અવકાશયાત્રી…

વધુ વાંચો >

બ્રહ્મોસ (BrahMos)

બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ  ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ  પ્રકલ્પ  અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો…

વધુ વાંચો >

બ્રોન, વર્નર ફૉન

બ્રોન, વર્નર ફૉન (જ : 23 માર્ચ, 1912, Wirsitz, જર્મની; અ. 16 જૂન, 1977, ઍલેક્ઝાંડ્રિયા, વર્જિનિયા, યુ. એસ.) : શરૂઆતમાં જર્મનીમાં અને બીજા વિશ્વયુદ્ધ પછી યુ. એસ.માં રૉકેટ-શાસ્ત્ર અને અંતરીક્ષ-અન્વેષણોનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર જર્મન ઇજનેર. તેમનો જન્મ ધનાઢ્ય અને વૈભવશાળી પરિવારમાં થયો હતો. પુત્રની જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના હેતુથી…

વધુ વાંચો >

ભાસ્કર (ઉપગ્રહ)

ભાસ્કર (ઉપગ્રહ) : ભારતના પ્રાયોગિક કક્ષાના ભૂ-અવલોકન ઉપગ્રહોની પ્રથમ શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. આ શ્રેણીમાં બે ઉપગ્રહો હતા – ભાસ્કર-1 અને ભાસ્કર-2. ભાસ્કર-1 ઉપગ્રહ સોવિયેત રશિયામાંથી 7 જૂન, 1979ના રોજ 525 કિમી.ની ઊંચાઈ પર લગભગ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેની કક્ષાનો નમનકોણ 51° હતો. ભૂ-અવલોકન માટે તેમાં બે…

વધુ વાંચો >

મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી)

મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી) : અમેરિકાની પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીમાંનું કોઈ પણ યાન. મર્ક્યુરી યોજનાનો ઉદ્દેશ આ પ્રમાણેનો હતો : માનવીને અંતરીક્ષમાં પૃથ્વીની કક્ષામાં મૂકવો, અંતરીક્ષ-ઉડ્ડયન દરમિયાન તેની કાર્ય કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવું તથા તેને સુરક્ષિત અવસ્થામાં પૃથ્વી પર પાછો લાવવો. દરેક મર્ક્યુરી અંતરીક્ષયાન શંકુ આકારનું હતું, જેની કુલ લંબાઈ 2.9…

વધુ વાંચો >

મલહોત્રા, રવીશ

મલહોત્રા, રવીશ (જ. 25 ડિસેમ્બર 1943) : ભારત-સોવિયેત સંયુક્ત અભિયાન અંતર્ગત રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના બે અંતરિક્ષયાત્રીઓ પૈકી વધારાના, એટલે કે જો છેક છેલ્લી ઘડીએ કશુંક અજુગતું બને તો એકને સ્થાને બીજાને મોકલી શકાય તે આશયથી અનામત રાખવામાં આવેલા એક અંતરિક્ષયાત્રી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગાગારિન (1934–1968) જ્યારે…

વધુ વાંચો >

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન)

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન) : મંગળ ગ્રહનાં અંતરીક્ષ-અન્વેષણો માટેનો સોવિયેત સંઘ અને યુ.એસ.નો કાર્યક્રમ. અંતરીક્ષ-યુગ શરૂ થયો તે પછી સૌરમંડળના ગ્રહોના અન્વેષણ-કાર્યક્રમમાં મંગળ ગ્રહના સર્વગ્રાહી અન્વેષણ માટે સોવિયેત સંઘ (હવે રશિયા) તથા અમેરિકાએ ઘણાં અંતરીક્ષયાનો પ્રક્ષેપિત કર્યાં છે. સોવિયેત સંઘનાં અંતરીક્ષયાનોનાં પરિણામો વિશે બહુ જ ઓછી માહિતી મળી છે, પરંતુ અમેરિકાના…

વધુ વાંચો >

માઇરા (સેટી) Mira (Ceti)

માઇરા (સેટી) Mira (Ceti) : તેજસ્વિતાનું આવર્ત પરિવર્તન ધરાવતો સૌપ્રથમ જાણવામાં આવેલો તારો. તેજસ્વિતામાં દીર્ઘ-કાલીન પરિવર્તન ધરાવતા તારાઓમાં ‘માઇરા’ નમૂનારૂપ તારો છે. તે ઠંડો, લાલ રંગનો વિરાટ તારો છે. તેનો વ્યાસ સૂર્ય કરતાં 460ગણો મોટો છે. તેની તેજસ્વિતામાં સરેરાશ 3.4થી 9.3 પરિમાણનું આવર્ત-પરિવર્તન થાય છે અને તેનો આવર્તનકાળ 332 ± 9…

વધુ વાંચો >

મિસાઇલ

મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો…

વધુ વાંચો >