અંતરિક્ષવિજ્ઞાન

વૉસ્ખોડ

વૉસ્ખોડ : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં થોડું રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવેલું ‘વૉસ્ખોડ’. તે અંતરીક્ષયાનમાં ત્રણ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રથમ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં ઉતરાણ સમયે યાત્રી તેની બેઠક સાથે બહાર ફેંકાય તેવી વ્યવસ્થા હતી, પરંતુ ‘વૉસ્ખોડ’ યાનમાં એ પ્રકારની વ્યવસ્થા નહોતી અને યાત્રીઓ છેવટ સુધી યાન…

વધુ વાંચો >

વૉસ્ટૉક અંતરીક્ષયાન

વૉસ્ટૉક અંતરીક્ષયાન : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીનું કોઈ પણ અંતરીક્ષયાન. આ શ્રેણીમાં કુલ છ અંતરીક્ષયાનો હતાં, જેમાંના વૉસ્ટૉક-1 યાનમાં સોવિયેત અંતરીક્ષયાત્રી યુરી ગેગેરીને 12 એપ્રિલ, 1961ના રોજ સૌપ્રથમ અંતરીક્ષયાત્રા કરી હતી. વૉસ્ટૉક અંતરીક્ષયાનમાં ગોળાકાર અંતરીક્ષયાત્રી-કક્ષ (cosmonaut’s cabin) હતો, જેની સાથે પ્રમોચન-રૉકેટનો છેલ્લો તબક્કો જોડાયેલો હતો. અંતરીક્ષયાત્રી-કક્ષનો વ્યાસ 2.3…

વધુ વાંચો >

વ્યાધ (Sirius)

વ્યાધ (Sirius) : આકાશના બધા જ તારાઓમાં દેખીતી તેજસ્વિતામાં પ્રથમ ક્રમે આવતો તારો. પશ્ચિમના લોકો એને ‘Sirius’ નામે ઓળખે છે, અને પોષ માસમાં આ તારાને રાત્રિની શરૂઆતના ભાગમાં પૂર્વ આકાશમાં જોઈ શકાય છે. મોટા શ્વાન (Canis Major) તરીકે ઓળખાતા તારામંડળનો આ પ્રમુખ તારો હોવાથી તેનું શાસ્ત્રીય નામ alpha Canis Majoris…

વધુ વાંચો >

શર્મા, રાકેશ

શર્મા, રાકેશ (જ. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.…

વધુ વાંચો >

શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS)

શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS) : પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી જોતાં ઉત્તર આકાશમાં આવેલાં ઊડીને આંખે વળગે એવાં બે તારામંડળો પૈકીનું એક તે સપ્તર્ષિ અને બીજું તે આ શર્મિષ્ઠા કે કાશ્યપિ (કૅશિયોપિયા કે કૅસિયોપિયા). આ બંને તારામંડળો ખગોલીય ઉત્તર ધ્રુવની નજદીક આવેલાં છે. હકીકતે ધ્રુવ તારાની બંને તરફ, 30…

વધુ વાંચો >

શેપર્ડ, એલન બાર્ટલેટ

શેપર્ડ, એલન બાર્ટલેટ (જ. 1923, ઈસ્ટ ડેરી, ન્યૂ હૅમ્પશાયર, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. તે અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન લેખાયા. તેમણે યુ.એસ. નેવલ એકૅડેમી (1945) ખાતે તાલીમ લીધી; 1947થી તેમણે પરીક્ષણ માટે તથા તાલીમી મિશન માટે જેટ વિમાનમાં ઉડ્ડયન કર્યાં.  ‘નાસા’ના મૂળ 7 અવકાશયાત્રીઓમાંના તે એક હતા. 5 મે, 1961ના રોજ…

વધુ વાંચો >

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને…

વધુ વાંચો >

સોયુઝ (Soyuz)

સોયુઝ (Soyuz) : સોવિયેત સંઘના સ-માનવ અંતરીક્ષ યાનોની શ્રેણી. ‘સોયુઝ’નો અર્થ મેળાપ અથવા મિલન (union) થાય છે. લાંબા સમય સુધી એક કરતાં વધારે યાત્રીઓ તેમાં રહીને અંતરીક્ષમાં વૈજ્ઞાનિક અને ઇજનેરી વિષયનાં સંશોધનો કરી શકે તથા અંતરીક્ષમાં તેની કક્ષાનું નિયંત્રિત રીતે પરિવર્તન કરીને અન્ય યાન સાથે જોડાણ કરી શકે તે હેતુ…

વધુ વાંચો >

સૌર જ્યોતિ (solar facula)

સૌર જ્યોતિ (solar facula) : સૂર્યના વિસ્તારો, જેની તેજસ્વિતા તેની આજુબાજુના તેજકવચ(photosphere)ના વિસ્તારોની સરખામણીમાં લગભગ દસ ટકા જેટલી વધારે હોય તેવા વિસ્તારો મોટે ભાગે સૌરકલંકોની સીમાની નજીક દેખાતા હોય છે અને સામાન્ય ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. સૂર્યના પરિસર ઉપર સૌર પ્રદ્યુતિક તેજસ્વી વાદળાં જેવાં સ્પષ્ટ દેખાતાં હોય છે અને સૂર્યના…

વધુ વાંચો >

સૌર જ્વાળા (solar flare)

સૌર જ્વાળા (solar flare) : સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટના. સૌર જ્વાળા અથવા સૌર તેજવિસ્ફોટની ઘટના સૌર જ્યોતિ (facula) અને મોટે ભાગે સૌર-કલંકોના સમૂહની નજીકના વિસ્તારમાં બનતી હોય છે. આ ઘટના થોડી મિનિટોમાં જ થતી હોય છે અને ક્વચિત્ કેટલાક કલાકો સુધી ચાલે છે. આ…

વધુ વાંચો >