અંતરિક્ષવિજ્ઞાન

એકો ઉપગ્રહ

એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં…

વધુ વાંચો >

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે. જોડિયા તારાની…

વધુ વાંચો >

ઍપલ

ઍપલ : ભારતનો પ્રાયોગિક કક્ષાનો પહેલો સંદેશાવ્યવહાર ઉપગ્રહ. યુરોપીયન અંતરિક્ષ સંસ્થાના ભૂ-સમક્રમિક (geosynchronous) ઉપગ્રહ – પ્રક્ષેપન રૉકેટ એરિયન (Ariane) દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપન મથક પરથી 19 જૂન 1981ના રોજ ઍપલને ટ્રાંસફર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઍપલમાં મૂકેલી SLV-3 રૉકેટના ચોથા તબક્કાની રૉકેટ-મોટરનો ઉપયોગ કરીને તેને 36,000 કિમી.ની ભૂ-સમક્રમિક…

વધુ વાંચો >

એ. પી. જે. અબ્દુલ કલામ

એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ. ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’…

વધુ વાંચો >

એપૉલો કાર્યક્રમ

એપૉલો કાર્યક્રમ : ચંદ્રના તલસ્પર્શી અભ્યાસ માટે, ચંદ્ર ઉપર સમાનવ ઉપગ્રહ મોકલવાનો અમેરિકાનો કાર્યક્રમ. તેની સંકલ્પના (concept) 1960માં થઈ હતી. તેનું ધ્યેય માનવીને ચંદ્ર પર ઉતારવાનું, ત્યાંની સૃષ્ટિ નિહાળવાનું અને ત્યાંની ધરતીની માટી, ખડકો વગેરેના નમૂના પૃથ્વી પર લાવીને, તેમનો ઊંડો અભ્યાસ કરવાનું હતું. સમાનવ ઉપગ્રહનું ચંદ્ર પર ઉતરાણ થાય…

વધુ વાંચો >

એરિયાન

એરિયાન : યુરોપીય અંતરીક્ષ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પ્રમોચન રૉકેટ. આ રૉકેટના ત્રણ તબક્કાઓ પ્રવાહી બળતણ વડે કાર્ય કરે છે. પહેલા અને બીજા તબક્કામાં હાઇડ્રેઝીન અને નાઇટ્રોજન ટેટ્રૉક્સાઇડ ઉપચાયક (oxidiser) તરીકે કાર્ય કરે છે. ત્રીજા તબક્કામાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો ઉપયોગ થાય છે. એરિયાન રૉકેટની કુલ ઊંચાઈ 47…

વધુ વાંચો >

ઑગો (Orbiting Geophysical Observatory – OGO)

ઑગો (Orbiting Geophysical Observatory – OGO) : ભ્રમણ કરતી ભૂભૌતિકીય વેધશાળા. પૃથ્વીના વાયુમંડળ-(aerosphere)થી ભૂચુંબકાવરણ (magnetosphere) સુધી અંતરીક્ષની માહિતી આપતી અને વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ કરાયેલી ઉપગ્રહમાંની વેધશાળા. તેના વડે પૃથ્વીનો આકાર, રેડિયોતરંગો વડે પૃથ્વી પરનાં જુદાં જુદાં સ્થળો વચ્ચેનું અંતર, ધરીની આસપાસ પૃથ્વીના પરિભ્રમણના સમયમાં થતા ફેરફાર, દૂર સુધી પહોંચી શકે…

વધુ વાંચો >

ચાવલા, કલ્પના

ચાવલા, કલ્પના (જ. 17 માર્ચ 1962, કર્નાલ; અ. 1 ફેબ્રુઆરી 2003, અંતરિક્ષ) : ભારતીય-અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ-શટલ મિશનનાં વિશેષજ્ઞ. સ્પેસ-શટલ કોલંબિયાની વિનાશક આફત દરમિયાન માર્યા ગયેલાં સાત સંચાલક સભ્યોમાંનાં એક. કર્નાલ(હરિયાણા)ની શાળા ટાગોર પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરૉનૉટિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ બી.એસસી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

જાયરોસ્કોપ

જાયરોસ્કોપ : અવકાશમાં સ્થાયી દિશા પ્રાપ્ત કરવા માટે ભ્રમણનો ઉપયોગ કરતું સાધન. સાદા જાયરોસ્કોપમાં ચાકગતિ કરતું ચક્ર કે ગોળો હોય છે, જેને રોટર કહે છે. ઉપરાંત તેમાં આધારતંત્ર પણ હોય છે. એક વાર રોટરને ગતિમાન કરવામાં આવે પછી જાયરોસ્કોપ તેના ભ્રમણની દિશા બદલવાના પ્રયત્નનો વિરોધ કરે છે. આ ગુણધર્મના કારણે,…

વધુ વાંચો >

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) :

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) : જુઓ ‘અંતરિક્ષ અન્વેષણો’ (‘અંતરિક્ષમાં માનવયુક્ત કાર્યક્રમો’).

વધુ વાંચો >