અંતરિક્ષવિજ્ઞાન

ડીપ સ્પેસ નેટવર્ક

ડીપ સ્પેસ નેટવર્ક : સૌર મંડળમાં સૂર્યની પ્રદક્ષિણા કરતાં તથા ગહન અંતરિક્ષમાં ફરતાં બધાં જ સ્વયંસંચાલિત વૈજ્ઞાનિક અંતરિક્ષયાનો માટેનું, ભૂમિ-સ્થિત સંદેશાવ્યવહાર અને પથશોધન માટેનું તંત્ર. અંતરિક્ષયાનને અમુક ગ્રહ તરફ તેના નિર્ધારિત ભ્રમણપથમાં મૂકવામાં આવે, પછી થોડા સમયમાં જ ‘ડીપ સ્પેસ નેટવર્ક’ની  કામગીરી શરૂ થાય છે. આ તંત્ર, ત્રણ બહુ-ભૂમિમથકોનું સંકુલ…

વધુ વાંચો >

તેજકવચ

તેજકવચ (photosphere) : સૂર્યની ફરતે ર્દશ્યમાન સપાટી. વાસ્તવમાં તેજકવચ કોઈ નક્કર સપાટી નથી, પરંતુ 300 કિ. મી. જાડાઈનો ઘટ્ટ વાયુનો સ્તર છે, જેના તળિયાનું તાપમાન 9000° સે. છે અને ટોચનું તાપમાન 4,300° સે. છે, જ્યાં એ રંગકવચ (chromosphere) સાથે ભળી જાય છે. પૃથ્વી પર મળતો સૂર્યનો લગભગ બધો જ પ્રકાશ…

વધુ વાંચો >

તેરેશ્કોવા, વેલેન્ટિના

તેરેશ્કોવા, વેલેન્ટિના (જ. 6 માર્ચ 1937, તુતેવશ્કી, સોવિયેત યુનિયન) : વિશ્વની, પૂર્વ સોવિયેત સંઘની તથા રશિયાની પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી. 16 જૂન, 1963ના રોજ વોસ્ટોક-6 અંતરીક્ષયાનમાં તેણે અંતરીક્ષયાત્રા શરૂ કરી અને 71 કલાકમાં પૃથ્વીની 48 પ્રદક્ષિણા પૂરી કરીને, ત્રણ દિવસ પછી, 19 જૂન, 1963ના દિવસે પૃથ્વી પર સુરક્ષિત સફળ ઉતરાણ કર્યું.…

વધુ વાંચો >

ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ

ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ (જ. 17 સપ્ટેમ્બર 1857, ઇમેવ્સ્કોય; અ. 19 સપ્ટેમ્બર 1935, કાલુગા) : વૈમાનિકી અને અંતરિક્ષઉડ્ડયનવિદ્યાના ક્ષેત્રમાં (Aeronautics and Astronautics) રશિયાનો સંશોધક વિજ્ઞાની. રૉકેટ અંતરિક્ષ સંશોધન તથા વાત સુરંગ(wind tunnel)ના વિકાસમાં તથા તેનો ઉપયોગ કરીને વાયુગતિશાસ્ત્રીય અભ્યાસ કરવામાં અગ્રેસર હતો. અંતરિક્ષ પ્રવાસ માટે રૉકેટના ઉપયોગ અંગેના સૈદ્ધાંતિક પ્રશ્નો હલ…

વધુ વાંચો >

થુમ્બા રૉકેટમથક

થુમ્બા રૉકેટમથક (Thumba Rocket Station) : દક્ષિણ ભારતના  પશ્ચિમ કિનારે ત્રિવેન્દ્રમ નજીક થુમ્બા ગામ પાસે આવેલું ઇસરોનું પરિજ્ઞાપી (sounding) રૉકેટ-પ્રક્ષેપન મથક, જે થુમ્બા વિષુવવૃત્તીય રૉકેટ પ્રક્ષેપનમથક (Thumba Equatorial Rocket Launching Station – TERLS) નામથી ઓળખાય છે. 1963માં આ રૉકેટમથકની સ્થાપના સાથે ભારતના અંતરિક્ષ-કાર્યક્રમની શરૂઆત થઈ હતી. થુમ્બા રૉકેટમથકની સ્થાપના માટે…

વધુ વાંચો >

ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન

ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહન (Polar Satellite Launch Vehicle–PSLV) : ભારતના ઉપગ્રહ પ્રમોચક વાહનની ત્રીજી પેઢીનું વાહન. પહેલી અને બીજી પેઢીમાં અનુક્રમે ઉપગ્રહ પ્રમોચક વાહન (SLV-3) અને સંવર્ધિત (augmented) અંતરીક્ષયાન પ્રમોચક વાહન(ASLV)નો સમાવેશ થાય છે. ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચક વાહનની મદદથી, તેના નામને અનુરૂપ 1,000 કિગ્રા. વજનના ઉપગ્રહને 900 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય…

વધુ વાંચો >

ધ્રુવીય જ્યોતિ

ધ્રુવીય જ્યોતિ (Aurora) : પૃથ્વીના ધ્રુવ-પ્રદેશના આકાશમાં દેખાતો પ્રકાશ. અધિક સૌર-પ્રક્રિયા (solar activity) તથા ભૂ-ચુંબકીય તોફાનો દરમિયાન ધ્રુવીય જ્યોતિની ઘટના બને છે. સૌર તેજ-વિસ્ફોટ (solar flare) દરમિયાન સૂર્યમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રૉન ભૂ-ચુંબકીય ક્ષેત્રની અસરથી તેના માર્ગમાંથી વિચલિત થઈને પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના…

વધુ વાંચો >

નાસા (National Aeronautics and Space Administration – NASA)

નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે : (1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે).…

વધુ વાંચો >

નિર્વાત પટ્ટા (doldrums)

નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર…

વધુ વાંચો >

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ

નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ : જમીન, દરિયાઈ અને અવકાશી વિસ્તારમાં ભૂભૌતિક ક્ષેત્રે મોજણી અને સંશોધન કરતી હૈદરાબાદ(આન્ધ્ર)સ્થિત રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. સ્થાપના હૈદરાબાદ ખાતે 1962માં. ભારતમાં ભૂભૌતિક-વિજ્ઞાન (જિયોફિઝિક્સ) ક્ષેત્રે એક વિશ્વમાન્ય સંસ્થા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ દેશની પ્રજાને વિજ્ઞાન અને ટૅકનૉલૉજી દ્વારા વિવિધ લાભ મળે તે માટેનો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીથી પ્રજાની…

વધુ વાંચો >