અંતરિક્ષવિજ્ઞાન

અંતરીક્ષયાન પ્રમોચન-વાહન, સંવર્ધિત

અંતરીક્ષયાન પ્રમોચન–વાહન, સંવર્ધિત (Augmented Satellite Launch Vehicle–ASLV) : 150 કિગ્રા. વજનના ઉપગ્રહને પૃથ્વીની નજીક 400 કિમી.ની ઊંચાઈએ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ભારતનું આ પ્રમોચન-વાહન તૈયાર કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જોઈએ તો આ વાહન SLV-3 (જુઓ આકૃતિ) પ્રમોચન-વાહનનું સંવર્ધિતરૂપ જ છે. SLV-3ના પહેલા તબક્કાના રૉકેટની બંને બાજુ પર એક…

વધુ વાંચો >

અંતરીક્ષયાન સેવાઓ

અંતરીક્ષયાન સેવાઓ : અંતરીક્ષમાં ઘૂમતા કૃત્રિમ ઉપગ્રહો દ્વારા માનવજાત માટે વિવિધ સેવાઓ મળી શકે છે. આમાં મુખ્યત્વે નીચેના ઉપયોગો અર્થેના ઉપગ્રહોનો સમાવેશ થાય છે, (1) સંદેશાવ્યવહાર. (2) હવામાન અંગેની માહિતી, (3) ભૂ-સંપત્તિ સર્વેક્ષણ, (4) ભૂ-માપન નૌનયન, (5) લશ્કરી માહિતી. (1) સંદેશાવ્યવહાર ઉપગ્રહ : જેવી રીતે માઇક્રોવેવ ટાવર દ્વારા દૂર દૂરના…

વધુ વાંચો >

અંતરીક્ષવિજ્ઞાન

અંતરીક્ષવિજ્ઞાન : ખગોળવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન વગેરે મૂળભૂત શાસ્ત્રોનો અંતરીક્ષની વિશિષ્ટ ભૌતિક પરિસ્થિતિમાં અભ્યાસ. તેને માટે રૉકેટ, કૃત્રિમ ઉપગ્રહ અને અંતરીક્ષયાન જેવાં આધુનિક સાધનોનો ઉપયોગ જરૂરી છે. આથી અંતરીક્ષવિજ્ઞાનની એક વ્યાખ્યા એમ પણ આપી શકાય કે આ જાતનાં સાધનો વડે વિવિધ વિજ્ઞાનોનો અભ્યાસ એટલે અંતરીક્ષવિજ્ઞાન. અંતરીક્ષની કેટલીક ભૌતિક પરિસ્થિતિનું પૃથ્વી…

વધુ વાંચો >

અંતરીક્ષ શટલ

અંતરીક્ષ શટલ : વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવું ઉપગ્રહ પ્રમોચન-વાહન. ઉપગ્રહનું પ્રક્ષેપન કરવા માટે વપરાતું કોઈ પણ પ્રમોચન-વાહન ફક્ત એક જ વખત વાપરી શકાય છે, કારણ કે દરેક ઉપગ્રહ પ્રક્ષેપિત થયા પછી પ્રમોચન-વાહનનો સંપૂર્ણ નાશ થતો હોય છે. આ રીતે ઉપગ્રહોનું પ્રક્ષેપન ઘણું ખર્ચાળ બને છે. આ સમસ્યાનો વ્યાવહારિક ઉકેલ…

વધુ વાંચો >

અંતરીક્ષ સંસ્થાઓ — વિવિધ દેશોની

અંતરીક્ષ સંસ્થાઓ — વિવિધ દેશોની શરૂઆતથી જ અંતરીક્ષ પ્રવૃત્તિઓ સાથે રાજકીય પાસું ગાઢ રીતે સંકળાયેલું છે. આનું કારણ એ છે કે જે રાષ્ટ્ર શક્તિશાળી હોય અને જેણે અત્યંત ઉચ્ચ ટૅકનૉલૉજી વિકસિત કરીને હસ્તગત કરી હોય તે જ તેના ઉપગ્રહો જાતે તૈયાર કરીને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. ઉપગ્રહ-આધારિત…

વધુ વાંચો >

આઇ. એસ. ઈ. ઈ.

આઇ. એસ. ઈ. ઈ. (ISEE) (International Sun-Earth Explorer) : ‘ઇન્ટરનૅશનલ સન-અર્થ એક્સપ્લૉરર’ અથવા ISEE શ્રેણીના ત્રણ ઉપગ્રહો ‘ઇન્ટરનૅશનલ મૅગ્નેટોસ્ફિયર સ્ટડી’ના એક ભાગ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા. ISEE-1 અને -3 ‘નાસા’ દ્વારા અને ISEE-2 ‘ESA’ (European Space Agency) દ્વારા બનાવવામાં આવ્યા હતા. 1977-78 દરમિયાન આ ત્રણે ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇન વેધશાળા

આઇન્સ્ટાઇન વેધશાળા (Einstein Observatory) : આ નામનો વેધશાળાથી સજ્જ ઉપગ્રહ. તેનો મુખ્ય હેતુ સૂર્ય સિવાયના બીજા (nonsolar) સ્રોતોમાંથી આવતાં X-કિરણોનો અભ્યાસ કરવાનો હતો. 1962માં સ્કૉર્પિયસ(Scorpius)ના તારામંડળમાં એક ઝાંખો તારો, જે દૃશ્ય વર્ણપટમાંની કુલ ઊર્જા કરતાં એક હજારગણી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તેની શોધ થઈ ત્યારથી ખગોળીય X-કિરણોના સઘન અભ્યાસનો પ્રારંભ…

વધુ વાંચો >

આઇ. યુ. ઈ.

આઇ. યુ. ઈ. (International Ultraviolet Explorer I.U.E.) : અમેરિકા, ગ્રેટબ્રિટન અને યુરોપના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાયેલો એક ઉપગ્રહ. 26 જાન્યુઆરી 1978ના રોજ 36,000 કિમી.ની ઊંચાઈએ ભૂસમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 710 પશ્ચિમ રેખાંશ ઉપર ‘સ્થિર’ રાખવામાં આવેલા આ ઉપગ્રહ સાથે અમેરિકા અને યુરોપનાં ભૂમિ-મથકો સતત સંપર્ક રાખી શકતાં…

વધુ વાંચો >

આઇરાસ

આઇરાસ (Infrared Astronomical Satellite – IRAS) : પાર-રક્ત ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે અમેરિકા, બ્રિટન અને નેધરલૅન્ડ્ઝના સંયુક્ત પ્રયાસથી તૈયાર થયેલ ઉપગ્રહ. 25 જાન્યુઆરી, 1983ના રોજ 900 કિમી. ઊંચાઈએ સૂર્ય-સમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેમાં રાખવામાં આવેલું દૂરબીન પ્રવાહી હીલિયમની મદદથી 30 કેલ્વિન અથવા -2700 સે. તાપમાને રાખવામાં આવ્યું હતું,…

વધુ વાંચો >

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન :  (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ…

વધુ વાંચો >