અંતરિક્ષવિજ્ઞાન

સી-સૅટ (sea sat)

સી–સૅટ (sea sat) : સમુદ્રના સર્વેક્ષણ માટે 27 જૂન 1978ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલો અમેરિકાનો માનવરહિત ઉપગ્રહ. સી-સૅટ ઉપગ્રહનું કાર્ય 99 દિવસો સુધી ચાલ્યું હતું. એ સમય દરમિયાન પૃથ્વી ફરતાં તેનાં દરરોજનાં 14 પરિભ્રમણ પ્રમાણે, દર 36 કલાકે પૃથ્વી પરના સમુદ્રની સપાટીના લગભગ 96 % ભાગનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સ (જ. 19 સપ્ટેમ્બર 1965, યુલ્વીડ, ઓહાયો, અમેરિકા) : અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો મહિલાનો વિક્રમ (2007) પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી. તેમના પૈત્રિક વંશનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ નામના એક નાનકડા ગામમાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ…

વધુ વાંચો >

સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ

સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ : ભારત અને રશિયાના સંયુક્ત સહકારથી વિકસાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને હવાઈ દળમાં વર્ષ 2001માં દાખલ કરવામાં આવેલ અત્યંત પ્રબળ પ્રક્ષેપાસ્ત્ર. તે ‘ક્રૂઝ’ પ્રકારનું મિસાઇલ છે જે પીજે-10 તરીકે ઓળખવામાં આવે છે. એની શક્તિ એટલી પ્રચંડ છે કે તે બ્રહ્માસ્ત્રની લઘુઆવૃત્તિ ગણાય છે. અવાજ કરતાં પણ…

વધુ વાંચો >

સેટર્ન પ્રમોચનયાન

સેટર્ન પ્રમોચનયાન : અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમ અંતર્ગત માનવીના ચંદ્ર પરના ઉતરાણ અંગેની ‘ઍપોલો’ યોજના માટે વિકસાવવામાં આવેલાં બે કે ત્રણ તબક્કાવાળાં પ્રમોચક વાહનોની શ્રેણી. પહેલી શ્રેણીનું સેટર્ન-I બે તબક્કાવાળું હતું અને ઍપોલો અંતરીક્ષયાનના પરીક્ષણ માટેના પ્રાયોગિક નમૂના અને અન્ય માનવરહિત અંતરીક્ષયાનોને કક્ષામાં મૂકવા માટે વિકસાવવામાં આવ્યું હતું. તેનું પહેલું પ્રમોચન…

વધુ વાંચો >

સેલ્યુટ

સેલ્યુટ : અંતરિક્ષમાં મહિનાઓ જેટલા લાંબા સમય સુધી તેની કક્ષામાં રહી શકે તેવાં સોવિયેટ રશિયાનાં અંતરિક્ષ-મથકોની શ્રેણીમાંનું કોઈ પણ એક અંતરિક્ષ-મથક. સેલ્યુટ અંતરિક્ષ-મથકોમાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા તથા અંતરિક્ષયાત્રીઓને રહેવા માટે વ્યવસ્થા હતી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગેગેરીનના મૃત્યુ બાદ તેને ‘સલામ’ આપવા માટે સોવિયેટ રશિયાના અંતરિક્ષ-મથકનું નામ ‘સેલ્યુટ’ (Salyut) રાખવામાં આવ્યું…

વધુ વાંચો >

સોયુઝ (Soyuz)

સોયુઝ (Soyuz) : સોવિયેત સંઘના સ-માનવ અંતરીક્ષ યાનોની શ્રેણી. ‘સોયુઝ’નો અર્થ મેળાપ અથવા મિલન (union) થાય છે. લાંબા સમય સુધી એક કરતાં વધારે યાત્રીઓ તેમાં રહીને અંતરીક્ષમાં વૈજ્ઞાનિક અને ઇજનેરી વિષયનાં સંશોધનો કરી શકે તથા અંતરીક્ષમાં તેની કક્ષાનું નિયંત્રિત રીતે પરિવર્તન કરીને અન્ય યાન સાથે જોડાણ કરી શકે તે હેતુ…

વધુ વાંચો >

સૌર જ્યોતિ (solar facula)

સૌર જ્યોતિ (solar facula) : સૂર્યના વિસ્તારો, જેની તેજસ્વિતા તેની આજુબાજુના તેજકવચ(photosphere)ના વિસ્તારોની સરખામણીમાં લગભગ દસ ટકા જેટલી વધારે હોય તેવા વિસ્તારો મોટે ભાગે સૌરકલંકોની સીમાની નજીક દેખાતા હોય છે અને સામાન્ય ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. સૂર્યના પરિસર ઉપર સૌર પ્રદ્યુતિક તેજસ્વી વાદળાં જેવાં સ્પષ્ટ દેખાતાં હોય છે અને સૂર્યના…

વધુ વાંચો >

સૌર જ્વાળા (solar flare)

સૌર જ્વાળા (solar flare) : સૂર્યના રંગકવચનો કેટલોક નાનો ભાગ અચાનક અત્યંત તેજસ્વી થવાની ઘટના. સૌર જ્વાળા અથવા સૌર તેજવિસ્ફોટની ઘટના સૌર જ્યોતિ (facula) અને મોટે ભાગે સૌર-કલંકોના સમૂહની નજીકના વિસ્તારમાં બનતી હોય છે. આ ઘટના થોડી મિનિટોમાં જ થતી હોય છે અને ક્વચિત્ કેટલાક કલાકો સુધી ચાલે છે. આ…

વધુ વાંચો >

સ્કાયલૅબ (Skylab)

સ્કાયલૅબ (Skylab) : અમેરિકાનું પહેલું અંતરીક્ષમથક. તે 14 મે 1973ના રોજ સેટર્ન 5 પ્રક્ષેપક રૉકેટની મદદથી 435 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ ઍપોલો પ્રયુક્ત કાર્યક્રમ(Apollo Applications Program)ના નામથી ઓળખાતો હતો. ત્રણ ઓરડાના મકાન જેટલા મોટા સ્કાયલૅબ અંતરીક્ષમથકનું વજન 85 ટન જેટલું હતું. પૃથ્વી અને સ્કાયલૅબ…

વધુ વાંચો >

સ્કૉટ ડેવિડ

સ્કૉટ, ડેવિડ (જ. 6 જૂન 1962, સાન ઍન્ટૉનિયો, ટૅક્સાસ, યુ.એસ.) : અમેરિકાનો અંતરીક્ષયાત્રી અને ચંદ્રયાત્રાના ઍપૉલો-15 અંતરીક્ષયાનનો મુખ્ય ચાલક (commander). ડેવિડ સ્કૉટ અમેરિકાની લશ્કરી સંસ્થા, વેસ્ટ પૉઇન્ટ, N.Y.માંથી 1954માં સ્નાતક થયા પછી સ્કૉટની ભરતી હવાઈદળમાં થઈ હતી, જ્યાં તેણે વૈમાનિકી ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…

વધુ વાંચો >