અંતરિક્ષવિજ્ઞાન
મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી)
મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી) : અમેરિકાની પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીમાંનું કોઈ પણ યાન. મર્ક્યુરી યોજનાનો ઉદ્દેશ આ પ્રમાણેનો હતો : માનવીને અંતરીક્ષમાં પૃથ્વીની કક્ષામાં મૂકવો, અંતરીક્ષ-ઉડ્ડયન દરમિયાન તેની કાર્ય કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવું તથા તેને સુરક્ષિત અવસ્થામાં પૃથ્વી પર પાછો લાવવો. દરેક મર્ક્યુરી અંતરીક્ષયાન શંકુ આકારનું હતું, જેની કુલ લંબાઈ 2.9…
વધુ વાંચો >મલહોત્રા, રવીશ
મલહોત્રા, રવીશ (જ. 25 ડિસેમ્બર 1943) : ભારત-સોવિયેત સંયુક્ત અભિયાન અંતર્ગત રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના બે અંતરિક્ષયાત્રીઓ પૈકી વધારાના, એટલે કે જો છેક છેલ્લી ઘડીએ કશુંક અજુગતું બને તો એકને સ્થાને બીજાને મોકલી શકાય તે આશયથી અનામત રાખવામાં આવેલા એક અંતરિક્ષયાત્રી. દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગાગારિન (1934–1968) જ્યારે…
વધુ વાંચો >મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન)
મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન) : મંગળ ગ્રહનાં અંતરીક્ષ-અન્વેષણો માટેનો સોવિયેત સંઘ અને યુ.એસ.નો કાર્યક્રમ. અંતરીક્ષ-યુગ શરૂ થયો તે પછી સૌરમંડળના ગ્રહોના અન્વેષણ-કાર્યક્રમમાં મંગળ ગ્રહના સર્વગ્રાહી અન્વેષણ માટે સોવિયેત સંઘ (હવે રશિયા) તથા અમેરિકાએ ઘણાં અંતરીક્ષયાનો પ્રક્ષેપિત કર્યાં છે. સોવિયેત સંઘનાં અંતરીક્ષયાનોનાં પરિણામો વિશે બહુ જ ઓછી માહિતી મળી છે, પરંતુ અમેરિકાના…
વધુ વાંચો >માઇરા (સેટી) Mira (Ceti)
માઇરા (સેટી) Mira (Ceti) : તેજસ્વિતાનું આવર્ત પરિવર્તન ધરાવતો સૌપ્રથમ જાણવામાં આવેલો તારો. તેજસ્વિતામાં દીર્ઘ-કાલીન પરિવર્તન ધરાવતા તારાઓમાં ‘માઇરા’ નમૂનારૂપ તારો છે. તે ઠંડો, લાલ રંગનો વિરાટ તારો છે. તેનો વ્યાસ સૂર્ય કરતાં 460ગણો મોટો છે. તેની તેજસ્વિતામાં સરેરાશ 3.4થી 9.3 પરિમાણનું આવર્ત-પરિવર્તન થાય છે અને તેનો આવર્તનકાળ 332 ± 9…
વધુ વાંચો >મિસાઇલ
મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો…
વધુ વાંચો >મીર
મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી,…
વધુ વાંચો >મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન
મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન (જ. 10 જૂન 1929, શિકાગો, અમેરિકા; અ. 13 ઑક્ટોબર 2022 ટક્સન, ઍરિઝોના, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. અમેરિકાના હવાઈ દળમાં તે 1951માં જોડાયા; કોરિયામાં યુદ્ધવિષયક કામગીરી અંગે 150 જેટલાં ઉડ્ડયન કર્યાં; 1959માં મિશિગન યુનિવર્સિટીમાંથી તે ઇજનેરીના વિષયમાં સ્નાતક થયા. એડ્વર્ડ્ઝ એરફૉર્સ બેઝ, કૅલિફૉર્નિયા ખાતે તે પ્રાયોગિક ધોરણે ટેસ્ટ…
વધુ વાંચો >મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ
મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ (જ. 17 માર્ચ 1936, શિકાગો) : અમેરિકાના અવકાશયાત્રી. ઍપોલો પ્રોગ્રામના ચંદ્ર પર ઉતરાણના પાંચમા મિશનમાં તેમણે ઉડ્ડયન કર્યું હતું. 1966માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી થઈ ત્યારે તેઓ નૌસેનામાં ટેસ્ટ પાઇલટ હતા. આમ તો ઍપોલો–13માં તેમને અવકાશયાત્રી તરીકે મોકલવાનું નક્કી થયેલું, પરંતુ તેમને ઓરીનો રોગ થતાં એ ઉડ્ડયનમાંથી…
વધુ વાંચો >મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી)
મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી) : શુક્ર, મંગળ અને બુધ ગ્રહોનું નજીકથી અન્વેષણ કરવા તથા આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે અમેરિકન અંતરીક્ષયાનોની શ્રેણીનું કોઈ પણ યાન. સારણી અંતરીક્ષયાન પ્રક્ષેપન-તારીખ મુખ્ય ઉદ્દેશ/નોંધ મૅરિનર – 1 જુલાઈ 22, 1962 શુક્રનું અન્વેષણ પ્રક્ષેપણ નિષ્ફળ મૅરિનર – 2 ઑગસ્ટ 26, 1962 શુક્રનું અન્વેષણ મૅરિનર – 3 નવેમ્બર…
વધુ વાંચો >રાઇડ, સૅલી (ક્રિસ્ટન)
રાઇડ, સૅલી (ક્રિસ્ટન) (જ. 1951, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ટેનિસનાં ખેલાડી તરીકે રાષ્ટ્રકક્ષાનાં વિજેતાનું સ્થાન પામ્યાં; પરંતુ આજીવન ખેલાડીની કારકિર્દી તેમને પસંદ ન હતી. નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA) તરફથી 1978માં તેઓ અવકાશયાત્રા માટેનાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં. ભ્રમણકક્ષામાં…
વધુ વાંચો >