૯.૦૯
દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રથી દવે જનક
દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર
દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર (marine geology) દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર એટલે સમુદ્ર-મહાસાગરોના તળ પરનાં ભૂસ્તરલક્ષણોનો અભ્યાસ. પૃથ્વીની સપાટીનો 70 ટકાથી વધુ ભાગ દરિયાઈ જળથી આવરી લેવાયેલો છે. મહાસાગરના કુલ વિસ્તાર (361 × 106 ચોકિમી.) પૈકી 300 × 106 ચોકિમી. જેટલો ભાગ ઊંડાં સમુદ્રતળ આવરી લે છે, બાકીનો 61 x 106 ચોકિમી.નો ભાગ જળ નીચેની ખંડીય…
વધુ વાંચો >દરિયાઈ વીમો
દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય…
વધુ વાંચો >દરિયાઈ સ્તરો
દરિયાઈ સ્તરો (oceanic layers) : દરિયાની ઊંડાઈથી કિનારા સુધીના જુદા જુદા સ્તરો. ભરતી અને ઓટના સમયે પાણીની સપાટીઓને સરેરાશ સમુદ્રની સપાટી (mean sea-level) તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જમીનની ઊંચાઈ પણ સરેરાશ સમુદ્રની સપાટીના સંદર્ભે નક્કી કરવામાં આવે છે. પૃથ્વીના મહાસાગરોમાં 1,370 x 106 ઘકિમી. જેટલું પાણી સંગ્રહાયેલું છે અને…
વધુ વાંચો >દરિયાકિનારો
દરિયાકિનારો : દરિયાનાં જળ અને ભૂમિ વચ્ચેની સરહદ બનાવતી કિનારા-રેખા. અચોક્કસ પહોળાઈની (સ્થાનભેદે થોડાક કે અનેક કિલોમીટર પહોળાઈની) ભૂમિપટ્ટી કે જે જળકિનારા-રેખાથી ભૂમિ તરફ વિસ્તરેલી હોય તેમજ જળલક્ષણોમાંથી પાર્થિવ લક્ષણોમાં શરૂ થતા પ્રાથમિક ફેરફારો લાવી મૂકે તેને દરિયાકિનારાપટ્ટી કહેવાય. જો દરિયાનું તળ ઊર્ધ્વગમન પામતું જાય તો ભૂમિ દરિયા તરફ વિસ્તરે.…
વધુ વાંચો >દરિયાખાનનો રોજો
દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…
વધુ વાંચો >દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’
દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’ (જ. 15 જૂન 1916, લાડકાણા, સિંધ પાકિસ્તાન) : સિંધીના લબ્ધપ્રતિષ્ઠ કવિ. બાર વરસની વયે તેમને કવિતા રચવાની પ્રેરણા થઈ હતી. રાષ્ટ્રીય કવિ કિશનચંદ બેવસના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી પરિપક્વતા પ્રાપ્ત કરી. 1941માં તેમનો કાવ્યસંગ્રહ ‘કોડ’ અને 1942માં ‘હરિશ્ચંદ્ર જીવન કવિતા’ પ્રગટ થયાં હતાં. 1942માં ‘મૌજી ગીત’ તથા…
વધુ વાંચો >દરિયાદાસ
દરિયાદાસ (જ. 1734, ધરકંધાનગર, જિ. શાહબાદ, બિહાર; અ. 1780, ધરકંધા) : નિર્ગુણોપાસક હિંદી સંતકવિ. એમનો જન્મ પૃથુદેવસિંહ નામના દરજીના કુટુંબમાં થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં, પરંતુ તેઓ વિરક્ત થઈ સાધુઓ, સંતો સાથે ફરવા લાગ્યા. દરિયાદાસ મુસલમાન હતા, એવો કેટલાક અભ્યાસીઓનો મત છે; છતાં દરિયાદાસના શિષ્યો તેમને હિંદુ માને…
વધુ વાંચો >દરિયા સંબંધી કાયદો
દરિયા સંબંધી કાયદો : ‘દરિયાઈ વિસ્તાર’ હેઠળ ગણાતા માન્ય પ્રદેશના ઉપયોગને તથા દરિયાઈ સંપત્તિના ઉપભોગને નિયંત્રિત કરતી જોગવાઈઓની સંહિતા. ભૂતકાળમાં દરિયો માત્ર નૌકાવહન માટે ઉપયોગી ગણાતો, તેથી તે અંગેનો કાયદો નૌકાવહન પૂરતો મર્યાદિત હતો. હવે દરિયાના તળ ઉપર તથા તેની નીચે ગર્ભમાં રહેલી કુદરતી સંપત્તિને કારણે આ વિષયમાં નવાં પરિમાણો…
વધુ વાંચો >દરિયાસાહેબ
દરિયાસાહેબ (મારવાડી) (જ. 1676, જૈતારન, મારવાડ; અ. 1758) : રાજસ્થાનના નિર્ગુણોપાસક સંતકવિ. પીંજારા અથવા મુસલમાન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બિહારના દરિયાદાસના તેઓ સમકાલીન હોવાથી અલગ પાડવા તેમના નામ સાથે મારવાડી લખવામાં આવે છે. પિતાના અવસાન પછી તેઓ મોસાળના રૈન ગામે (મેડતા પરગણું) રહેવા ગયા. બિકાનેર રાજ્યના ખિયાંસર ગામના પ્રેમદયાળ…
વધુ વાંચો >દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ
દરુ, ચન્દ્રકાન્ત ત્રિકમલાલ (જ. 23 જૂન 1916, રાજપીપળા; અ. 15 મે 1979, યુ.એસ.) : ગુજરાતના અગ્રણી ધારાશાસ્ત્રી તથા નાગરિક સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. કટોકટી-કાળે નાગરિક-સ્વાતંત્ર્યના રક્ષણાર્થે રાષ્ટ્રીય સ્તરે તેઓ ધ્યાનાર્હ બની રહેલા. જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં. વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી.એસસી. થયા બાદ એમણે પહેલાં છોટાઉદેપુરમાં ને પછી અમદાવાદમાં શિક્ષક તરીકે…
વધુ વાંચો >દલીલ
દલીલ (argument) : પોતાની વાત સાબિત કરવા માણસ દ્વારા થતી રજૂઆત. તેની જુદી જુદી પદ્ધતિઓ, તેની પ્રમાણભૂતતા, તેની સત્યતા, તેમાં ઊભા થતા દોષ વગેરેનો તર્કશાસ્ત્ર(logic)માં અભ્યાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ, શબ્દ, અનુમાન જેવા જુદા જુદા માર્ગ છે. આવા જ્ઞાનના માર્ગને પ્રમાણ કહે છે. પ્રમાણશાસ્ત્રમાં આ પ્રમાણોની તપાસ…
વધુ વાંચો >દવે, કનૈયાલાલ ભાઈશંકર
દવે, કનૈયાલાલ ભાઈશંકર (જ. 25 જાન્યુઆરી 1907, રણુંજ, તા. પાટણ; અ. 15 જુલાઈ 1969) : ગુજરાતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ. વતન પાટણ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સંસ્કૃત પરીક્ષાઓ આપીને વડોદરાની ‘સ્માર્ત યાજ્ઞિક’ પદવી પ્રાપ્ત કરી હતી. જગદગુરુ શ્રી શંકરાચાર્ય (દ્વારકા) તરફથી ‘કર્મકાંડવિશારદ’ની પદવી પણ તેમને મળેલી. પુરાતત્વ અને ઇતિહાસના સમર્થ…
વધુ વાંચો >દવે, છેલશંકર
દવે, છેલશંકર (જ. 16 ઑક્ટોબર 1889, સુરેન્દ્રનગર; અ. 1956, રાજકોટ) : સૌરાષ્ટ્રના બહારવટિયાઓને હરાવનાર શૂરવીર પોલીસ અધિકારી, નેકદિલ દેશભક્ત. તેમના પિતા જયકૃષ્ણ ભાણજી દવે અને માતા રંગબા. 18 વર્ષની ઉંમરે ધ્રાંગધ્રા રાજ્યમાં પોલીસદળમાં કારકિર્દીનો આરંભ. તાલીમ મેળવીને તેઓ અશ્વવિદ્યા તથા નિશાનબાજીમાં પારંગત થયા. તેમણે લોકો પર ત્રાસ ગુજારતા જત બહારવટિયાઓ…
વધુ વાંચો >દવે, જનક
દવે, જનક (જ. 14 જૂન 1930, ભાવનગર) : ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને લોકનાટ્ય ક્ષેત્રના નિષ્ણાત. પિતા હરિલાલ વતન ભાવનગરમાં શિક્ષક હતા. માતાનું નામ ચતુરાબહેન. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1950માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચશિક્ષણ માટે ત્યાંથી વિનયન કૉલેજમાં દાખલ થયા, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. 1957–’63 દરમિયાન ભાવનગરમાં સામાજિક…
વધુ વાંચો >