૯.૦૫

થડના રોગોથી થિયોડૉરિક

થર્બર, જેમ્સ [ગ્રોવર]

થર્બર, જેમ્સ [ગ્રોવર] (જ. 1894, કોલંબસ, ઓહાયો; અ. 2 નવેમ્બર 1961, ન્યૂયૉર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક, કલાકાર અને ટૂંકી વાર્તા અને નિબંધના સર્જક. ઊંચા, પાતળી દેહયષ્ટિવાળા, પરંતુ બાળપણના અકસ્માતે એક આંખ ગુમાવી બેઠેલા. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણ. વૉશિંગ્ટન ડી.સી.માં સરકારી નોકરી બાદ પૅરિસની એલચી કચેરીમાં અને ત્યારપછી ‘શિકાગો ટાઇમ્સ’, ‘ડિસ્પૅચ’…

વધુ વાંચો >

થર્મિટ

થર્મિટ (thermit) પ્રવિધિ : ઉચિત તત્વમિતીય પ્રમાણ(stoichiometric proportion)માં લીધેલા ધાતુના ઑક્સાઇડ અને ચૂર્ણિત (powdered) કે દાણાદાર ઍલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરી લોહ અને બિનલોહ (nonferrous) ધાતુઓના વેલ્ડિંગ માટે વપરાતી પદ્ધતિ. તેને ઍલ્યુમિનોથર્મિક પ્રવિધિ પણ કહે છે. તેમાં વપરાતું થર્માઇટ (thermite) મિશ્રણ (વજનથી 1 ભાગ ઍલ્યુમિનિયમ + 3.2 ભાગ લોખંડનો ઑક્સાઇડ) જર્મન…

વધુ વાંચો >

થર્મી

થર્મી : પ્રાચીન રોમના વિશિષ્ટ સ્થાપત્યના નમૂનારૂપ સાર્વજનિક સ્નાનસંકુલ. સાર્વજનિક સ્નાનાગારો પ્રાચીન ભારત તથા પ્રાચીન ઇજિપ્તમાં હતાં. અવશેષોના અભાવે તેમના વિશેનું જ્ઞાન ઘણું અપૂરતું છે. પ્રાચીન ગ્રીસમાં પણ સ્નાનનો મહિમા હતો, એ 3700 વર્ષ પહેલાંના નોસસના મહેલના સ્નાનખંડોના અવશેષો પરથી જણાય છે. રોમમાં ઈ. સ. 81માં સમ્રાટ ટાઇટસના સ્નાનગૃહની રચના…

વધુ વાંચો >

થર્મોપિલી

થર્મોપિલી : પ્રાચીન ગ્રીસમાં ઈરાની અને ગ્રીક સૈન્યો વચ્ચે  ઈ. સ. પૂ. 480માં થયેલા ભીષણ યુદ્ધના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલો ઘાટ. તે થેસાલી અને લોક્રિસ વચ્ચે આવેલો છે. થર્મોનો અર્થ ઉષ્ણ થાય છે. ઘાટ નજીક ગરમ પાણીના ઝરા આવેલા છે તેથી તેનું નામ થર્મોપિલી પડ્યું હોય તેમ જણાય છે. ઍથેન્સથી…

વધુ વાંચો >

થર્સ્ટન, એલ. એલ.

થર્સ્ટન, એલ. એલ. [જ. 29 મે 1887, શિકાગો, ઇલિનૉય; અ. 29 સપ્ટેમ્બર 1955, chapel Hill, North (qrolina)] : વિખ્યાત અમેરિકન મનોવિજ્ઞાની. બુદ્ધિમાપનના ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો ગણાય છે. કેળવણી કૉર્નેલ અને શિકાગો યુનિવર્સિટીમાં. ત્યારપછી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં  આઠ વર્ષ વ્યવસાય કર્યો. પછીનાં બધાં વર્ષો શિકાગો યુનિવર્સિટીમાં ગાળ્યાં. તેમના વ્યવસાય,…

વધુ વાંચો >

થંગરાજ, પીટર

થંગરાજ, પીટર (જ. 1936, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 24 નવેમ્બર 2008, બોકારો, ઇન્ડિયા) : ફૂટબૉલના શ્રેષ્ઠ ભારતીય ખેલાડીમાંના એક. તેમણે ભારત વતી 1962માં જાકાર્તા મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના શ્રેષ્ઠ દેખાવને કારણે ભારત સુવર્ણચંદ્રક મેળવવામાં સફળ રહ્યું હતું. તે સમયે ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયા…

વધુ વાંચો >

થાઇમ

થાઇમ : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thymus valgaris Linn. (અં. કૉમન થાઇમ, ગાર્ડન થાઇમ) છે. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પવાળો અગ્રભાગ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે નીચો બહુવર્ષાયુ ક્ષુપ (undershrub) છે અને 20-30 સેમી. ઊંચો હોય છે. નીલગિરિમાં તે સફળતાપૂર્વક પ્રવેશ પામેલી વનસ્પતિ…

વધુ વાંચો >

થાઇલૅન્ડ

થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…

વધુ વાંચો >

થાઇલૅન્ડનું સ્થાપત્ય

થાઇલૅન્ડનું સ્થાપત્ય : થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં ર્દશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને…

વધુ વાંચો >

થાક

થાક (fatigue) : શારીરિક કાર્ય/પ્રવૃત્તિ કરતી વેળા અથવા કર્યા પછી અતિ ઝડપથી અશક્તિનો થતો અનુભવ. તેને ક્લાંતિ અથવા શ્રાંતિ પણ કહે છે. થાકના જેવાં બીજાં લક્ષણો (symptoms) છે; જેમ કે, શ્રાંતિશંકા અથવા દુર્બલતા (asthenia) અને સ્નાયુ-નબળાઈ (muscular weakness). વ્યક્તિ જેનાથી ટેવાયેલી હોય તેથી વધુ શારીરિક કાર્ય કરે ત્યારે થાકી જાય…

વધુ વાંચો >

થડના રોગો

Mar 5, 1997

થડના રોગો : વિવિધ પ્રકારના રોગજનક (pathogenic) જીવાણુઓ, ફૂગ અને કીટકો દ્વારા થતા થડના રોગો. થડને થતા જાણીતા રોગોમાં કોહવારો, ચાઠાં, રસઝરણ અને જીવાતના રોગોનો સમાવેશ થાય છે. થડનો કોહવારો : આ રોગ પિથિયમ, ફાઇટોફ્થોરા, રહાઇઝોક્ટિનિયા અને ફ્યુઝેરિયમ જેવી ફૂગ દ્વારા થાય છે. આ ફૂગ થડમાં પ્રવેશી તેની પેશીઓમાં સડો…

વધુ વાંચો >

થનબર્જિયા

Mar 5, 1997

થનબર્જિયા : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની શાકીય કે કાષ્ઠમય આરોહી વનસ્પતિઓની પ્રજાતિ. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે અને કેટલીક વિદેશી (exotics) જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તે ઉષ્ણકટિબંધમાં થાય છે. Thunbergia grandiflora Roxb. (હિં. નાગરી; બં. નુલ-લતા; આ. કુકુઆલોતી; પં. કાનેસી) મોટી કાષ્ઠમય આરોહી જાતિ છે. તેનાં…

વધુ વાંચો >

થરનું રણ

Mar 5, 1997

થરનું રણ : વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈર્ઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી.…

વધુ વાંચો >

થરમૉમીટર

Mar 5, 1997

થરમૉમીટર : વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થનું તાપમાન માપવાનું ઉપકરણ. પદાર્થનું તાપમાન બદલાતાં તે પદાર્થના માપી શકાય તેવા કોઈ ભૌતિક ગુણધર્મ(characteristics)માં ફેરફાર થાય છે એ હકીકત પર થરમૉમીટર કાર્ય કરે છે. પ્રવાહીનું કદ, ઘન પદાર્થની લંબાઈ, પદાર્થનો અવરોધ વગેરે તાપમાન સાથે બદલાતા ગુણધર્મો છે. તાપમાનનું માપન ખૂબ જ લાંબી અવધિ(range)માં…

વધુ વાંચો >

થરમૉસ

Mar 5, 1997

થરમૉસ : લાંબા સમય સુધી પ્રવાહીને ગરમ કે ઠંડું રાખનાર પાત્ર. તેને ડ્યૂઅર પાત્ર અથવા નિર્વાતપાત્ર (vacuum flask) પણ કહે છે. તેની શોધ અંગ્રેજ રસાયણવિજ્ઞાની સર જેમ્સ ડ્યૂઅરે 1892માં કરી હતી. સામાન્ય રીતે થરમૉસ ફ્લાસ્ક સાંકડા કે પહોળા નળાકાર સ્વરૂપમાં હોય છે. ફ્લાસ્કના બહારના ખોખાની અંદરના ભાગમાં એકની અંદર બીજી…

વધુ વાંચો >

થરાદ

Mar 5, 1997

થરાદ : બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે 24°થી 25° ઉ. અ. અને 71° 3’થી 71° 40’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. 45માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. 55માં થરાદ શહેર વસાવ્યું…

વધુ વાંચો >

થરૂર, શશી

Mar 5, 1997

થરૂર, શશી (જ. 9 માર્ચ 1956, લંડન) : યુનોના ઉચ્ચ અધિકારી અને ખ્યાતનામ પત્રકાર, લેખક અને રાજકારણી. ભારતીય નાગરિકત્વ ધરાવતા શશી થરૂરનું વતન કેરળ છે. યુનોના મહામંત્રીના પદ માટેની 2006ની સ્પર્ધાના તેઓ ઉમેદવાર હતા અને તેમની ઉમેદવારીને ભારત સરકારે સમર્થન આપ્યું હતું. 1978માં યુનોની વહીવટી સેવામાં જોડાઈને તેમણે કારકિર્દીનો આરંભ…

વધુ વાંચો >

થર્ટી-સિક્સ ચૌરંગી લેઇન

Mar 5, 1997

થર્ટી-સિક્સ ચૌરંગી લેઇન : ભારતીય ચલચિત્રોનાં મહિલા દિગ્દર્શકોમાં આગવું સ્થાન ધરાવતાં અપર્ણા સેનનું પ્રથમ અંગ્રેજી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1981. ભાષા : અંગ્રેજી. નિર્માણસંસ્થા : ફિલ્મવાલાઝ. નિર્માણ : શશી કપૂર. દિગ્દર્શન અને કથા : અપર્ણા સેન, છબીકલા : અશોક મહેતા. સંગીત : વનરાજ ભાટિયા. મુખ્ય કલાકારો : જેનિફર કેન્ડલ, જ્યૉફ્રી કૅન્ડલ,…

વધુ વાંચો >

થર્ડ વેવ, ધ

Mar 5, 1997

થર્ડ વેવ, ધ (પ્રથમ આવૃત્તિ 1980. પુનર્મુદ્રણ : બીજું અને ત્રીજું 1981) : માનવજાતિના ઇતિહાસને ત્રણ કાલખંડમાં વહેંચી તેના ભાવિસંકેતોનો નિર્દેશ કરતો બહુચર્ચિત ગ્રંથ. અમેરિકન લેખક ઍલ્વિન ટૉફલરનું ‘ફ્યૂચર શૉક’ પછીનું તે જાણીતું પુસ્તક છે. તેમાં લેખકે માનવ-જાતિના ત્રણે કાલખંડના ઇતિહાસને સંસ્કૃતિનાં મોજાંનું રૂપક આપ્યું છે. પહેલું મોજું કૃષિક્રાંતિનું, જ્યારે…

વધુ વાંચો >

થર્નવાલ્ડ રિચાર્ડ

Mar 5, 1997

થર્નવાલ્ડ રિચાર્ડ (જ. 18 સપ્ટેમ્બર 1869, વિયેના; અ. 19 જાન્યુઆરી 1954, બર્લિન) : જર્મનીના વિદ્વાન માનવશાસ્ત્રી. તેઓ તેમના સામાજિક સંસ્થાઓના તુલનાત્મક અભ્યાસ માટે જાણીતા છે. સમાજમાનવશાસ્ત્ર વિશેના તેમના સમૃદ્ધ વિચારો ક્ષેત્રકાર્ય દ્વારા કરેલા વિવિધ સમુદાયો વિશેના અભ્યાસોની ફલશ્રુતિ છે. તેમણે સોલોમન ટાપુઓ અને માઇક્રોનેશિયાના અભ્યાસો 1906થી 1909 તથા 1932માં કર્યા…

વધુ વાંચો >