૮.૦૨
જૉનસન બેનથી જોસેફસન બ્રિયાન ડી.
જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…
વધુ વાંચો >જૉનસન, લિન્ડન બેઇન્સ
જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…
વધુ વાંચો >જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ
જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ (જ. 3 ફેબ્રુઆરી 1857, કૉપેનહેગન; અ. 11 નવેમ્બર 1927, કૉપેનહેગન) : ડેન્માર્કના વનસ્પતિશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (geneticist). તેમના વનસ્પતિશાસ્ત્રના આનુવંશિક પ્રયોગોથી ડચ વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંત(theory of mutation)ને સારો એવો ટેકો મળ્યો. હ્યૂગો દ ફ્રીસના સિદ્ધાંત પ્રમાણે વિકૃતિ(mutation)ની અસર હેઠળ જનનકોષોના આનુવંશિકતાના ગુણધર્મોમાં એકદમ પરિવર્તન થઈ…
વધુ વાંચો >જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ
જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં…
વધુ વાંચો >જોનાકી
જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં…
વધુ વાંચો >જૉન્સ, ઇનિગો
જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…
વધુ વાંચો >જૉન્સ, જ્યૉર્જિના સીજર
જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની…
વધુ વાંચો >જૉન્સ, નૉરા
જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા…
વધુ વાંચો >જૉન્સ, (સર) વિલિયમ
જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746, લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…
વધુ વાંચો >જૉન્સ, વિલ્સન
જૉન્સ, વિલ્સન (જ. 2 મે 1922, પુણે; અ. 5 ઑક્ટોબર 2003) : ભારતના વિશ્વસ્તરના બિલિયર્ડ અને સ્નૂકરના ખેલાડી. નાનપણથી જ બિલિયર્ડ અને સ્નૂકરની રમતમાં રસ. ભારતને સૌપ્રથમ બિલિયર્ડમાં 1958માં કૉલકાતા મુકામે આયોજિત સ્પર્ધામાં વિશ્વકપ અપાવનાર મહાન ખેલાડી. 1962માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત સ્પર્ધામાં બીજા નંબરે આવીને ‘રનર્સ અપ’ બન્યા હતા. 1964માં ન્યૂઝીલૅન્ડમાં…
વધુ વાંચો >જૉબર
જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ…
વધુ વાંચો >જોર બંગલા (વિષ્ણુપુર)
જોર બંગલા (વિષ્ણુપુર) : બંગાળમાં બાંકુરા જિલ્લામાં, વિષ્ણુપુર માટીકામથી બાંધેલાં (terralota) મંદિરોનાં સ્થાપત્ય માટે વિખ્યાત છે. બંગાળનાં ગામડાંનાં ઘરોમાં વપરાતા લાકડાના આધારવાળાં, ઘાસની સાદડીઓથી ઢંકાયેલાં છાપરાં ત્યાંની બાંધકામની પ્રણાલીની વિશેષતા છે. આ આકારને તેટલી જ કુશળતાથી માટીની ઈંટો દ્વારા બંધાયેલાં વિષ્ણુપુરનાં મંદિરોમાં પણ આગવી શૈલી પ્રાપ્ત થયેલી છે. જોર બંગલા…
વધુ વાંચો >જૉર્ડન
જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન 31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…
વધુ વાંચો >જોર્વે
જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો,…
વધુ વાંચો >જૉલિયો-ક્યૂરી આઇરીન
જૉલિયો-ક્યૂરી આઇરીન (જ. 12 સપ્ટેમ્બર 1897, પૅરિસ; અ. 17 માર્ચ 1956, પૅરિસ) : ફ્રેંચ ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તથા કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે પોતાના પતિ ફ્રેડરિક જૉલિયોની સાથે સંયુક્તપણે 1935ના રસાયણશાસ્ત્રનાં નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમનાં માતાપિતા પણ નોબેલ પુરસ્કારવિજેતા હતાં. ઔપચારિક શાળાકીય શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં લીધું; પરંતુ ઘેર બેઠાં મેળવેલું અવિધિસરનું શિક્ષણ…
વધુ વાંચો >જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક
જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક (જ. 19 માર્ચ 1900, પૅરિસ, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ભૌતિક રસાયણવિદ. જેમને 1935માં પત્ની આઇરીન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે, નવાં કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે, વિના-શુલ્ક શિક્ષણ માટે…
વધુ વાંચો >જૉલી તુલા
જૉલી તુલા : ઘન અને પ્રવાહી પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ (સાપેક્ષ ઘનતા) શોધવાની કાલગ્રસ્ત રચના. જર્મન ભૌતિકશાસ્ત્રી ફિલિપ ફૉન જૉલીએ શોધેલી આ તુલામાં એક છેડે બાંધેલી પાતળી, લાંબી અને પેચદાર સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગના નીચેના છેડે વજન પલ્લું (weight pan) હોય છે અને તેની નીચે નમૂનો મૂકવા માટે પાતળા તારની બનેલી…
વધુ વાંચો >જોશ મલીહાબાદી
જોશ મલીહાબાદી (જ. 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદ; અ. 22 ફેબ્રુઆરી, 1982, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ક્રાંતિકારી ઉર્દૂ કવિ. તેમનું મૂળનામ શબ્બીરહુસેનખાન હતું. સમૃદ્ધ જમીનદાર આફ્રિકી પઠાણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા અને પિતામહ પણ કવિ હતા. તેમણે અલીગઢની એમ.એ.ઓ. કૉલેજ અને આગ્રાની સેંટ પિટર્સ કૉલેજમાં અભ્યાસ કરીને સિનિયર કેમ્બ્રિજની…
વધુ વાંચો >જોશી, અનંત મનોહર
જોશી, અનંત મનોહર (જ. 8 માર્ચ 1881, કિનહાઈ અ. 12 સપ્ટેમ્બર 1967) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગ્વાલિયર ઘરાનાના ગાયક. સંગીતનું શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી લીધું; પરંતુ નાની ઉંમરે પિતાનું અવસાન થતાં મિરજના વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે 6 વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી. સાંગલીના ગણપતિ-દેવસ્થાનમાં રાજગાયક તરીકે તેમણે સેવા આપી,…
વધુ વાંચો >