૭.૩૦

જેન્શિયનથી જૈન, નૈનમલ

જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન

જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન (James Web Space Telescope – JWST): અધોરક્ત કિરણો દ્વારા ખગોળીય અભ્યાસ માટે કરવામાં આવતી રચના. 1961થી 1968 દરમિયાન નાસાના મર્ક્યુરી, જેમિની અને ઍપોલો કાર્યક્રમના વહીવટકર્તા જેમ્સ ઇ. વેબ(1906-1992) ની સ્મૃતિમાં આ દૂરબીનનું નામકરણ થયું છે. અત્યાર સુધીમાં અંતરિક્ષમાં સ્થાપેલા આ સૌથી વિશાળ દૂરબીનમાં ઉચ્ચ વિઘટનવાળા (high-resolution)…

વધુ વાંચો >

જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft)

જેરાર્ડ્સ ’ટ હૂફ્ટ (Gerard ’t Hooft) (જ. 5 જુલાઈ 1946, ડેન હેલ્ડર, નેધરલૅન્ડ્સ) : ભૌતિકશાસ્ત્રમાં વિદ્યુત-મંદ પારસ્પરિક ક્રિયાના ક્વૉન્ટમ બંધારણની સ્પષ્ટતા કરવા માટે 1999નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેરાર્ડ ટ હૂફ્ટ અને જે. જી. વેલ્ટમૅનને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેરાર્ડનું કુટુંબ વિદ્વાનોનું હતું. તેમના દાદાના ભાઈ,…

વધુ વાંચો >

જેરિકો

જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે.…

વધુ વાંચો >

જેરૂસલેમ

જેરૂસલેમ : ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન 31° 46’ ઉ. અ. અને 35° 14’ પૂ. રે.. ઈ. પૂ. 1000 વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે.…

વધુ વાંચો >

જેરૉનિમો, પોઝ મારિયા

જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક…

વધુ વાંચો >

જેલ

જેલ : ગુનાઇત કૃત્ય માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી શકમંદ વ્યક્તિને ન્યાયાધીશના આદેશ અનુસાર  ટૂંકા સમય માટે અટકાયતમાં રાખવાનું સ્થળ. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ તેમને નજરબંધ રાખવા માટે પણ આવા સ્થળનો ઉપયોગ કરવામાં આવે…

વધુ વાંચો >

જેલ (gel)

જેલ (gel) : ઘણાં દ્રવરાગી (lyophilic) કલિલો (colloids) દ્વારા દ્રાવકને પોતાનામાં સમાવી લઈ ઉત્પન્ન કરાતી એક પ્રકારની ઘન અથવા અર્ધઘન જાલપથ (network) સંરચના. સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર વડે ન દેખી શકાય તેવી રીતે દ્રાવકમાં વિચ્છિન્ન થયેલા કણો ધરાવતો સુશ્લિષ્ટ (coherent) જથ્થો એમ પણ કહી શકાય. જેલ (gel) એ એક પ્રકારનાં એવાં…

વધુ વાંચો >

જેલમ (નદી)

જેલમ (નદી) : પંજાબની પાંચ પ્રખ્યાત નદીઓમાંની એક. તે સિંધુ નદીમાં પાણી ઠાલવે છે. પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. લંબાઈ આશરે 720 કિમી. છે. કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદગમ છે અને પીર પંજાલ પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થઈ અનંતનાગ તથા શ્રીનગર પાર કરી વાયવ્ય…

વધુ વાંચો >

જેલરપ, કાર્લ ઍડોલ્ફ

જેલરપ, કાર્લ ઍડોલ્ફ (જ. 2 જૂન 1857, ડેન્માર્ક; અ. 13 ઑક્ટોબર 1919, જર્મની) : ડેનિશ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. ડેનમાર્કમાં રોહોલ્ટના વતની. તેમનાં માતાપિતા ખ્રિસ્તી સાંપ્રદાયિક કુટુંબનાં હતાં. પિતા પાદરી હતા. પણ જેલરપે ધર્મોપદેશકની જીવનશૈલીના તમામ ખ્યાલો છોડી દીધા હતા. 1874માં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ કોપનહેગન યુનિવર્સિટીમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ…

વધુ વાંચો >

જેલી પ્રાણી (jelly fish)

જેલી પ્રાણી (jelly fish) : દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને…

વધુ વાંચો >

જેન્શિયન (જેન્શિયન મૂળ)

Jan 30, 1996

જેન્શિયન (જેન્શિયન મૂળ) : મધ્ય અને દક્ષિણ યુરોપ તથા તુર્કીમાં ઊગતા Gentiana lutea Linn (કુળ: Gentianaceae)નાં સૂકવેલાં મૂળ અને પ્રકંદ. તે 10થી 20 સેમી. લાંબા અને મૂળ હોય તો 2.5 સેમી. સુધીના અને પ્રકંદ હોય તો 6 સેમી. સુધીના વ્યાસના નળાકાર ટુકડા તરીકે મળે છે. મૂળની સપાટી ઉપર ઊભી કરચલીઓ…

વધુ વાંચો >

જેન્શિયાનેસી

Jan 30, 1996

જેન્શિયાનેસી : સપુષ્પ વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) સમૂહનું એક કુળ. આ કુળની વનસ્પતિ મોટે ભાગે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતી, છોડ સ્વરૂપની અને ભાગ્યે જ ક્ષુપ સ્વરૂપની હોય છે. પર્ણ સાદાં, સન્મુખી, ચતુષ્ક, ભાગ્યે જ એકાંતરિક, અન્-ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ પરિમિત પ્રકારનો, ક્યારેક દ્વિશાખીય; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, ચતુ: કે પંચઅવયવી, નિપત્રયુક્ત; વજ્રપત્રો…

વધુ વાંચો >

જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ

Jan 30, 1996

જેન્સન, જૉહાનિસ હાન્સ ડૅનિયલ (જ. 25 જૂન 1907, હૅમ્બર્ગ, જર્મની; અ. 11 ફેબ્રુઆરી 1973, હાઇડલબર્ગ) : પરમાણ્વીય ન્યુક્લિયસના બંધારણની લાક્ષણિકતાઓ અંગે વિશદ સમજૂતી માટે વિજ્ઞાનીઓ મારિયા જ્યૉપર્ટ—મેયર અને યુજીન. પી. વિગ્નર સાથે 1963નાં ભૌતિકશાસ્ત્રનાં સંયુક્ત નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. જેન્સને યુનિવર્સિટી ઑવ્ હૅમ્બર્ગમાં અભ્યાસ કરી તે જ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

જેફર્સન ટૉમસ

Jan 30, 1996

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…

વધુ વાંચો >

જેફર્સ, રૉબિનસન

Jan 30, 1996

જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ

Jan 30, 1996

જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા,…

વધુ વાંચો >

જેમા (જીમા) કલિકા

Jan 30, 1996

જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે. માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા…

વધુ વાંચો >

જેમિની (ઉપગ્રહશ્રેણી)

Jan 30, 1996

જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર…

વધુ વાંચો >

જેમ્સ, પ્રિન્સેપ

Jan 30, 1996

જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં…

વધુ વાંચો >

જેમ્સ બૉન્ડ

Jan 30, 1996

જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક…

વધુ વાંચો >