૭.૦૫
ચંદ્રપુરથી ચાગલા, મહમદ કરીમ
ચાક
ચાક : એક પ્રકારનો ચૂનાખડક. પ્રમાણમાં ખૂબ જ પોચો, અથવા ઓછો સખત બનેલો, સફેદથી આછા રાખોડી રંગવાળો, સૂક્ષ્મ જીવાવશેષ કવચ-કણિકાથી બંધાયેલો, છિદ્રાળુ અને ચૂર્ણશીલ સૂક્ષ્મદાણાદાર ચૂનાખડક. આ ખડકો લગભગ સંપૂર્ણપણે કૅલ્સાઇટના બંધારણવાળા હોય છે, એટલું જ નહિ; પરંતુ તે સંરચનાવિહીન સૂક્ષ્મદાણાદાર કૅલ્સાઇટના જ દ્રવ્યથી સંશ્લેષિત થયેલા હોય છે. સમુદ્રસપાટી નજીકના…
વધુ વાંચો >ચાકસી (hilsa)
ચાકસી (hilsa) : ક્લુપિફૉર્મિસ શ્રેણીના ક્લુપિડે કુળની આર્થિક અગત્યની માછલી. હિં. हिल्सा; મ. पाली; બં. ઇલિશા; શાસ્ત્રીય નામ Hilsa ilisha. ચાકસી સામાન્યપણે દરિયામાં વસે છે. પ્રજનનાર્થે તે નદીમાં પ્રવેશતી હોય છે. બંગાળના ઉપસાગરની કેટલીક ચાકસી માછલીઓ તો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને યમુના નદીને કાંઠે આવેલ આગ્રા સુધી જાય છે. પ્રગલ્ભાવસ્થા…
વધુ વાંચો >ચાકી (nut)
ચાકી (nut) : ચોરસ (4 પાસાંવાળું) અથવા ષટ્કોણીય (6 પાસાંવાળું) પ્રિઝમ આકારવાળું અને બોલ્ટના બાહ્ય આંટા સાથે જોડાણ કરીને યંત્રના ભાગોને ચુસ્ત રીતે જકડી રાખનારું સાધન. ઇજનેરી ઉદ્યોગમાં હંગામી બંધક (fastener) તરીકે ચાકીનો ઉપયોગ બોલ્ટ અથવા સ્ક્રૂ સાથે થાય છે. તે યંત્ર અથવા સંરચના(structure)ના ભાગોને મજબૂત રીતે જોડી રાખે છે;…
વધુ વાંચો >ચાગલા, મહમદ કરીમ
ચાગલા, મહમદ કરીમ (જ. 30 સપ્ટેમ્બર 1900, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી, 1981, મુંબઈ) : સંવિધાનના નિષ્ણાત અને માનવતાવાદી ન્યાયવિદ્. મધ્યમવર્ગના ઇસ્માઈલી ખોજા વેપારી કુટુંબમાં જન્મ. ઇ. સ. 1905માં 5 વર્ષની વયે માતા ગુમાવ્યાં. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને કૉલેજમાં થયું. શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી…
વધુ વાંચો >ચંદ્રપુર
ચંદ્રપુર : પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાનું વહીવટી મથક. ચંદ્રપુર જૂના સમયમાં ચાંદા તરીકે જાણીતું હતું. તે વર્ધા નદીને કિનારે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 19° 57’ ઉ. અ. અને 79° 18’ પૂ. રે.. બારમીથી અઢારમી સદી દરમિયાન તે ગોંડ સામ્રાજ્યના વિસ્તારમાં હતું. ત્યારબાદ તેને નાગપુરના મરાઠાઓ(ભોંસલે)એ જીતી લીધું.…
વધુ વાંચો >ચંદ્રપૂજા
ચંદ્રપૂજા : આકાશી ગ્રહ ચંદ્રને પૂજવાની વેદકાળથી પ્રચલિત પરંપરા. ‘ચંદ્ર’ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ ઉપગ્રહ માટે વપરાતો હોવા છતાં તે પૃથ્વીના ઉપગ્રહ માટે વિશેષ જાણીતો છે. moon (અંગ્રેજી), luna (લૅટિન), mond (જર્મન), चन्द्रमा: (સંસ્કૃત) વગેરે શબ્દો ‘પ્રકાશવું, માપવું’ અર્થચ્છાયા ધરાવે છે. ‘અમરકોષ’માં મળતા પર્યાયો શીતલતા, આહ્લાદકતા, અમૃત સમ પોષકતા,…
વધુ વાંચો >ચંદ્રપ્રભ
ચંદ્રપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના આઠમા તીર્થંકર. તે અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયા. ભારતક્ષેત્રના ચન્દ્રપુરી નગરીના ઇક્ષ્વાકુવંશીય રાજા મહાસેનના તે પુત્ર. તેમનાં માતાનું નામ લક્ષ્મણા કે લક્ષણા હતું. જૈન શાસ્ત્રો મુજબ વૈજયન્ત નામક દેવવિમાન(સ્વર્ગ)માંથી ચૈત્ર વદ પંચમીના દિને ચ્યવિત થઈ તે માતા લક્ષ્મણાની કુક્ષિમાં આવ્યા હતા અને પોષ વદ બારસના…
વધુ વાંચો >ચંદ્રપ્રભા વટી
ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી…
વધુ વાંચો >ચંદ્રભાગા
ચંદ્રભાગા : પૌરાણિક નદી. સ્કંદપુરાણના દ્વારકામાહાત્મ્યમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ 5 નદીઓનો સંગમ કહેવામાં આવ્યો છે. આજની દ્વારકાની દક્ષિણ બાજુનો બરડિયા ગામ તરફથી આવતો નીચાણવાળો પટ ચંદ્રભાગા કહેવાય છે. એનો વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવીને ગોમતીને લગભગ કાટખૂણે મળે છે. પદ્મપુરાણ–ઉત્તરખંડમાં ચંદ્રભાગા સાભ્રમતીને દ્ઘીચિ ઋષિના આશ્રમ…
વધુ વાંચો >ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites)
ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) : કુદરતી રૂપમાં મળી આવતા કાચ જેવા પિંડ કે પદાર્થો. તે ખાસ પ્રકારના કાચના પથ્થર હોય છે. માનવજાતિને આશરે હજારેક વર્ષ કે કદાચ એથી પણ વધુ સમયથી તેની જાણકારી હોવાનું માનવામાં આવે છે; પરંતુ આધુનિક કાળમાં એની શોધનો જશ ચાર્લ્સ ડાર્વિન(1809–1882)ને આપવામાં આવે છે, તેમણે 1836માં ઑસ્ટ્રેલિયામાંથી…
વધુ વાંચો >ચંદ્રલેખા
ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો…
વધુ વાંચો >ચંદ્રલેહા (ચંદ્રલેખા)
ચંદ્રલેહા (ચંદ્રલેખા) : સટ્ટક પ્રકારનું એક પ્રાકૃત ઉપરૂપક. તેના કર્તા કાલિકટનિવાસી પારસવંશીય મહાકવિ રુદ્રદાસ (સત્તરમી સદી ઉત્તરાર્ધ) આચાર્ય રુદ્ર અને આચાર્ય શ્રીકંઠના શિષ્ય હતા. તેમણે 1655–58 આસપાસ આ સટ્ટકની રચના કરી હતી. આ ઉપરૂપકમાં 4 યવનિકાન્તર (ર્દશ્ય) છે, જેમાં માનવેદ અને ચંદ્રલેખાના વિવાહનું વર્ણન છે. આમાં શૃંગાર અને અદભુત રસોની…
વધુ વાંચો >ચંદ્ર વસાહત (Lunar colony)
ચંદ્ર વસાહત (Lunar colony) : કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિક અન્વેષણ (exploration) માટે ચંદ્રની મુસાફરી કર્યા બાદ ચંદ્ર ઉપર પ્રથમ હંગામી ધોરણે વૈજ્ઞાનિક આધારમથક (base station) પ્રસ્થાપિત કરી તેને પાછળથી 50થી 100 માણસો રહી શકે તેવી કાયમી ચંદ્ર વસાહત તરીકે વિકસાવવાની એક કાલ્પનિક યોજના. પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને…
વધુ વાંચો >ચંદ્ર વંશ
ચંદ્ર વંશ : વસ્તુત: મનુ વૈવસ્વતની પુત્રી ઇલાનો ઐલ વંશ; પરંતુ ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ એ વંશ આગળ જતાં ચંદ્ર વંશ તરીકે ઓળખાયો. ઇલાના પુત્ર પુરુરવાની રાજધાની વત્સદેશના પ્રતિષ્ઠાનપુરમાં હતી. એના વંશમાં આયુ, નહુષ અને યયાતિ નામે પ્રતાપી રાજા થયા. કનોજ, કાશી, યદુ, પુરુ વગેરે આ વંશની અવાંતર…
વધુ વાંચો >