૬(૨).૧૬
ગૉર્કી થી ગોસ્વામી, ઇન્દિરા
ગૉર્કી
ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ.…
વધુ વાંચો >ગૉર્કી, મૅક્સિમ
ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી…
વધુ વાંચો >ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine)
ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને…
વધુ વાંચો >ગોર્બાચૉવ, મિખાઈલ
ગોર્બાચૉવ, મિખાઈલ (જ. 2 માર્ચ 1931, પ્રિવોલેનોય, રશિયા; અ. 30 ઑગસ્ટ 2022, મોસ્કો, રશિયા) : 1917ની રશિયાની ક્રાંતિ દ્વારા સ્થપાયેલા સોવિયેત સંઘની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર, (70 વર્ષના ગાળા બાદ) સમાજવાદી અભિગમના સ્થાને મુક્ત અર્થનીતિ અપનાવનાર, શસ્ત્રો અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરી પૂર્વ-પશ્ચિમ વચ્ચેના ઠંડા યુદ્ધને દેશવટો…
વધુ વાંચો >ગોલક (sphere)
ગોલક (sphere) : એક સ્થિર બિંદુથી સમાન અંતરે રહેલાં અવકાશનાં તમામ બિંદુઓનો ગણ. સ્થિર બિંદુને ગોલકનું કેન્દ્ર (centre) અને અચલ અંતરને ગોલકની ત્રિજ્યા (radius) કહે છે. કેન્દ્રથી ગોલકના પૃષ્ઠ સુધી દોરેલા કોઈ પણ રેખાખંડને પણ ગોલકની ત્રિજ્યા કહે છે. કેન્દ્ર c અને r ત્રિજ્યાવાળા ગોલકને (c, r) વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ગોલકનાથ કેસ
ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં બંધારણના…
વધુ વાંચો >ગોલક વીજ
ગોલક વીજ (ball or globe lightning) : હવામાં કેટલાક સેન્ટિમીટર વ્યાસવાળા પ્રદીપ્ત (luminous) ગોળા-સ્વરૂપે ઉદભવતી એક ઘટના. સામાન્યત: તે ગાજવીજ સાથેના વાવાઝોડા (thunder-storm) દરમિયાન જમીનની નજીક ઉદભવે છે અને ગોળો લાલ, નારંગી કે પીળા રંગનો જણાય છે. ગોલક વીજ ઉદભવે ત્યારે ઘણી વાર તેની સાથે એક સિસકારો (hissing sound) તથા…
વધુ વાંચો >ગોલકોંડા
ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો…
વધુ વાંચો >ગોલગી સંકુલ
ગોલગી સંકુલ : જુઓ કોષ
વધુ વાંચો >ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ
ગૉલ, ચાર્લ્સ આંદ્રે મૅરી, દ (જ. 22 નવેમ્બર 1890, લીલ ફ્રાન્સ; અ. 9 નવેમ્બર 1970, કોલમ્બે) : વિખ્યાત ફ્રેન્ચ સેનાપતિ, રાજદ્વારી મુત્સદ્દી તથા પાંચમા ફ્રેન્ચ પ્રજાસત્તાકના સર્જક અને સર્વસત્તાધીશ નેતા. ઇતિહાસકારો અને સાહિત્યસર્જકોના મધ્યમવર્ગીય કૅથલિક કુટુંબમાં જન્મ. પિતા પૅરિસ ખાતેની જેસ્યુઇટ કૉલેજમાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર. પરંપરાગત શિક્ષણ પ્રાપ્ત કર્યા…
વધુ વાંચો >ગોસ્વામી, અતુલાનંદ
ગોસ્વામી, અતુલાનંદ (જ. 1 મે 1935, કોકિલા આધારસત્ર, રંગદોઈ, જિ. જોરહટ, આસામ; અ. 27 જુલાઈ 2022, ગુવાહાટી) : અસમિયા વાર્તાકાર. તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ અને માતાનું નામ કામદાદેવી હતું. તેમણે 1957માં બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પછી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં લગ્ન અનિમા સાથે થયાં હતાં. તેઓ અંગ્રેજી, હિંદી,…
વધુ વાંચો >ગોસ્વામી, અશોકપુરી
ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર. ક્રેસ્ટ એસોસિએટ, વલ્લભવિદ્યાનગરના સહમંત્રી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, વલ્લભવિદ્યાનગર યુનિટના કાર્યવાહક સમિતિ સદસ્ય, જાણીતા સામયિક ‘વિચારવલોણું’ના સહતંત્રી તરીકે 2017થી કાર્યરત, ભારત અને અમેરિકાના લોકોને જોડતા ‘સેતુ’ સામયિકના પણ તંત્રી છે. અશોકપુરી ગોસ્વામી પાસેથી…
વધુ વાંચો >ગોસ્વામી, ઇન્દિરા
ગોસ્વામી, ઇન્દિરા (જ. 14 નવેમ્બર 1942, ગુઆહાટી, જિ. કામરૂપ, આસામ; અ. 29 નવેમ્બર 2011, ગુવાહાટી) : જાણીતાં આસામી મહિલા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખિકા અને જ્ઞાનપીઠ ઍવૉર્ડનાં વિજેતા. બાળપણમાં તેઓ મામોની તરીકે ઓળખાતાં હતાં. પિતાનું નામ ઉમાકાંત. તેઓ અર્થશાસ્ત્રી હતા અને શિક્ષણખાતામાં જોડાયેલા હતા. ઇન્દિરા ગોસ્વામીને તેમની નવલકથા ‘મામારે ધારા તારોવાલ’ માટે…
વધુ વાંચો >