૬(૨).૧૦
ગુપ્ત, ઇન્દ્રજિતથી ગુરુત્વાકર્ષણીય તરંગો
ગુપ્ત, ઇન્દ્રજિત
ગુપ્ત, ઇન્દ્રજિત (જ. 16 માર્ચ 1919, કોલકાતા; અ. 20 ફેબ્રુઆરી 2001, કૉલકાતા) : પ્રથમ પંક્તિના સામ્યવાદી નેતા અને જાગરૂક સાંસદ. બ્રાહ્મોસમાજમાં વિશ્વાસ ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના દાદા બિહારીલાલ ગુપ્ત અને મોટા ભાઈ ભારતીય સનદી સેવાના અધિકારીઓ હતા. તેમના પિતા ઇન્ડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ સર્વિસના સભ્ય હતા. શાલેય અભ્યાસ સિમલા ખાતે…
વધુ વાંચો >ગુપ્ત ઉષ્મા (latent heat)
ગુપ્ત ઉષ્મા (latent heat) : તાપમાનના કોઈ પણ જાતના ફેરફાર સિવાય, પદાર્થનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉષ્મા. રૂપાંતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોવાથી, પદાર્થને આપવામાં આવતી આ ઉષ્મા થરમૉમિટર ઉપર નોંધાતી નથી; તેથી તેને ‘ગુપ્ત’ ઉષ્મા કહે છે. ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર…
વધુ વાંચો >ગુપ્તચર
ગુપ્તચર : ગુપ્ત માહિતી પ્રાપ્ત કરવા તથા રાજકીય અને ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રોકવામાં આવતા જાસૂસી એજન્ટો. સંરક્ષણની ર્દષ્ટિએ મહત્વની ગણાતી માહિતી દેશવિદેશમાંથી પ્રાપ્ત કરવા માટે ગુપ્તચરો રાખવામાં આવે છે. મોટા ભાગના જાસૂસી એજન્ટો નાણાકીય કે અન્ય ભૌતિક લાભ મેળવવા માટે આ કામ કરતા હોય…
વધુ વાંચો >ગુપ્તચર તંત્ર (intelligence network)
ગુપ્તચર તંત્ર (intelligence network) : યુદ્ધના કે શાંતિના ગાળા દરમિયાન દેશના સંરક્ષણની ર્દષ્ટિએ ઉપયુક્ત ગણાતી માહિતી ગુપ્ત રાહે પ્રાપ્ત કરવાની કાર્યરીતિ. તેમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારની માહિતીનો સમાવેશ થતો હોવા છતાં વિદેશો વિશેની અને તેમાં પણ જે દેશો સાથે રાજદ્વારી સંબંધો સારા ન હોય અથવા વણસ્યા હોય તેવા દેશોની…
વધુ વાંચો >ગુપ્ત, પરમેશ્વરીલાલ
ગુપ્ત, પરમેશ્વરીલાલ (જ. 14 ઑક્ટોબર 1914, આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 29 જુલાઈ 2001, મુંબઈ) : ભારતીય સિક્કાશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન અને સ્વાતંત્ર્ય-સૈનિક. વૈશ્ય બાબુ ગોપાલદાસ અગ્રવાલને ત્યાં જન્મ. 1930માં તેઓ વેસ્લી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે જવાહરલાલ નહેરુની ધરપકડનો વિરોધ કરવા માટે સંગઠન કરવાથી શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. તે પછી તેઓ…
વધુ વાંચો >ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી)
ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી) : ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાની દીકરી અને વાકાટક રાજા રુદ્રસેન બીજાની પત્ની. એના રાજકાલના તેરમા વર્ષના પુણેના તામ્રપત્રમાં તે પોતાને યુવરાજની માતા તરીકે ઓળખાવે છે. પ્રભાવતી-રુદ્રસેનના લગ્નસંબંધથી વિંધ્ય રાજ્ય સાથે ગુપ્તોની શાહી સત્તાનું ભાગીદારીપણું અને દક્ષિણ ભારતમાં ગુપ્તોને પ્રાપ્ત થયેલી સત્તાવિસ્તારની તક ધ્યાનાર્હ છે.…
વધુ વાંચો >ગુપ્ત, ભૂપેશ
ગુપ્ત, ભૂપેશ (જ. 20 ઑક્ટોબર 1914, ઇટના, જિ. મૈમેનસિંગ, બાંગ્લાદેશ; અ. 6 ઑગસ્ટ 1981, મૉસ્કો) : ભારતના અગ્રણી સામ્યવાદી કાર્યકર. તદ્દન નાની વયે એ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા હતા. તે સમયે બંગાળમાં ‘યુગાન્તર’ અને ‘અનુશીલન’ નામનાં બે ક્રાંતિકારી જૂથો હતાં. ભૂપેશ ગુપ્ત ‘અનુશીલન’ નામના જૂથમાં હતા. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિના પરિણામે 1930, 1931…
વધુ વાંચો >ગુપ્ત મન્મથનાથ
ગુપ્ત, મન્મથનાથ (જ. 7 ફેબ્રુઆરી 1908 વારાણસી; અ. 26 ઑક્ટોબર 2000, દિલ્હી) : ક્રાંતિકારી આંદોલનના સક્રિય સભ્ય. 1937માં એમણે પ્રકાશિત કરેલ ક્રાંતિયુગ કે સંસ્મરણમાંથી તત્કાલીન સ્વાતંત્ર્યચળવળની કેટલીક મહત્ત્વની ઘટનાઓની જાણકારી મળે છે. એમણે ક્રાંતિકારી આંદોલનનો પ્રમાણભૂત ઇતિહાસ ‘ભારતમેં સશસ્ત્ર ક્રાંતિકારી ચેષ્ટાકા ઇતિહાસ’ 1939માં પ્રસ્તુત કર્યો હતો. ગુપ્તજીના હિંદીમાં 80 જેટલા…
વધુ વાંચો >ગુપ્ત, મૈથિલીશરણ
ગુપ્ત, મૈથિલીશરણ (જ. 3 ઑગસ્ટ 1886, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ; અ. 12 ડિસેમ્બર 1964, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ) : હિન્દીના રાષ્ટ્રીય કવિ. ઝાંસીની પાસે ચિરગાંવમાં વૈષ્ણવ કુટુંબમાં જન્મ. એમના પિતા શેઠ રામચરણ રામભક્ત હતા. એમણે કિશોરવયમાં કાવ્યરચનાની શરૂઆત કરેલી અને એમને મહાન હિન્દી સાહિત્યકાર આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીનું માર્ગદર્શન મળેલું, તેથી એમનો ઉત્તરોત્તર વિકાસ થતો…
વધુ વાંચો >ગુપ્ત રાજાઓ
ગુપ્ત રાજાઓ : જુઓ ગુપ્ત સામ્રાજ્ય.
વધુ વાંચો >ગુપ્તસંવત
ગુપ્તસંવત : જુઓ સંવત
વધુ વાંચો >ગુપ્ત સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય : ભારતનો સુવર્ણકાલીન રાજવંશ. મગધના મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી પાંચ સદીઓ બાદ ગુપ્ત વંશે મગધના સામ્રાજ્યની પુન:સ્થાપના કરીને ભારતના (ખાસ કરીને ઉત્તર ભારતના) રાજકીય તેમજ સાંસ્કૃતિક અભ્યુદય દ્વારા સુવર્ણકાલ પ્રવર્તાવ્યો. કેટલાંક પુરાણોમાં ગુપ્ત રાજ્યના ઉદય સુધીની ઐતિહાસિક અનુશ્રુતિ આપી છે, એમાં ગુપ્ત રાજાઓ પ્રયાગ, સાકેત અને મગધ પર…
વધુ વાંચો >ગુપ્ત, સુનેત્રા
ગુપ્ત, સુનેત્રા (જ. 15 માર્ચ 1965, કૉલકાતા) : પ. બંગાળનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘મેમરિઝ ઑવ્ રેન’ માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે તેઓ વાવરવિજ્ઞાની છે અને લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં કાર્ય કર્યું છે.. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી…
વધુ વાંચો >ગુપ્તે, સુભાષ પંઢરીનાથ
ગુપ્તે, સુભાષ પંઢરીનાથ (જ. 11 ડિસેમ્બર 1929, મુંબઈ ; અ. 31 મે 2002, ટ્રિનિડાડ, વેસ્ટ ઇન્ડિઝ) : ભારતીય ક્રિકેટ ખેલાડી, જમોડી લેગ-બ્રેક અને ગૂગલી ગોલંદાજ. તેઓ એમની કારકિર્દીની ટોચે હતા ત્યારે જગતના શ્રેષ્ઠ લેગ-બ્રેક ગોલંદાજ ગણાતા હતા. એમણે 1948–49માં મુંબઈ તરફથી ચેન્નાઈ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ…
વધુ વાંચો >ગુફા
ગુફા : શૈલાત્મક (rock-cut) પ્રકારનું સ્થાપત્ય. ગુફા બે પ્રકારની હોય છે – કુદરતી અને માનવસર્જિત. કુદરતી રીતે કોઈ ખડક(Rock)માં મોટું પોલાણ થઈ ગયું હોય તે કુદરતી ગુફા છે. ગુફા માટે ‘ગુહા’ શબ્દ પણ પ્રયોજાય છે. પ્રાગૈતિહાસિક કાલની અનેક આવી કુદરતી ગુફાઓ પ્રાપ્ત થઈ છે. આદિમાનવ આ પ્રકારની ગુફાઓનો ઉપયોગ પોતાના…
વધુ વાંચો >ગુબ્બી નાટક મંડળી
ગુબ્બી નાટક મંડળી (સ્થાપના : 1884) : કર્ણાટકમાં ઘેર ઘેર જાણીતી અને લોકપ્રિય બનેલી નાટ્યસંસ્થા. સોએક વર્ષ અગાઉ ગુબ્બી નગરના થોડાક વેપારીઓએ ભેગા મળીને લોકો પાસેથી રૂ. 500નો ફાળો એકત્ર કર્યો અને આ નાટ્યસંસ્થા શરૂ કરી. આ મંડળીએ કવિ વીરપ્પા શાસ્ત્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ ‘યક્ષજ્ઞાન’ તથા ‘કુમારરામકથા’ નાટ્ય સ્વરૂપે રજૂ…
વધુ વાંચો >ગુમલા (Gumla)
ગુમલા (Gumla) : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 03´ ઉ. અ. અને 84° 33´ પૂ.રે.ની આજુબાજુનો 5,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાલામૌ અને લોહરદગા જિલ્લા, પૂર્વ તરફ રાંચી અને પશ્ચિમ સિંગભૂમનો થોડોક ભાગ, દક્ષિણ…
વધુ વાંચો >ગુર-એ-અમીર કબર
ગુર-એ-અમીર કબર : તૈમૂરનો મકબરો. પંદરમી સદી પહેલાં સમરકંદમાં બંધાયેલ સ્થાપત્ય સંકુલ. તેમાં મદરેસા, ખાનકાહ અને વિશાળ ખંડો વગેરે હતાં. અંકારાના યુદ્ધમાં તૈમૂરનો વારસ અને પૌત્ર મહમ્મદ સુલતાન મરાયો (ઈ. સ. 1402) ત્યારે તૈમૂરે આ સંકુલમાં ખંડોને સ્થાને એક વિશાળ મકબરો બંધાવ્યો જે 1404માં સમરકંદની બીબી ખાતુમે મસ્જિદ પ્રમાણે સુધરાવ્યો.…
વધુ વાંચો >ગુરખા
ગુરખા : મુખ્યત્વે નેપાળમાં વસતા લોકો અને નેપાળનો શાસક વંશ. આ લોકસમુદાયમાં ગુરુંગ, લિમ્બા, માગર, રાય તથા તામાંગ નૃજાતીય જૂથોનો સમાવેશ થાય છે. મૂળ હિંદુ આનુવંશિકતા ધરાવતા આ સમુદાયના લોકો અઢારમી સદીના મધ્ય સુધી રાજસ્થાનમાં રહેતા હતા, પરંતુ મુસ્લિમ આક્રમકોએ તેમને ત્યાંથી હાંકી કાઢ્યા પછી તે હિમાલયના પ્રદેશમાં વસ્યા. 1767–68માં…
વધુ વાંચો >ગુરગાંવ (Gurgaon)
ગુરગાંવ (Gurgaon) : હરિયાણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે રોહતક જિલ્લો અને દિલ્હીનો રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર, પૂર્વ તરફ ફરીદાબાદ જિલ્લો, દક્ષિણ તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સીમા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા અને રેવાડી જિલ્લો આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર છેડા…
વધુ વાંચો >