ગુર-એ-અમીર કબર : તૈમૂરનો મકબરો. પંદરમી સદી પહેલાં સમરકંદમાં બંધાયેલ સ્થાપત્ય સંકુલ. તેમાં મદરેસા, ખાનકાહ અને વિશાળ ખંડો વગેરે હતાં. અંકારાના યુદ્ધમાં તૈમૂરનો વારસ અને પૌત્ર મહમ્મદ સુલતાન મરાયો (ઈ. સ. 1402) ત્યારે તૈમૂરે આ સંકુલમાં ખંડોને સ્થાને એક વિશાળ મકબરો બંધાવ્યો જે 1404માં સમરકંદની

ગુર-એ-અમીર મસ્જિદ

બીબી ખાતુમે મસ્જિદ પ્રમાણે સુધરાવ્યો. તેના ઘુંમટના નીચલા ભાગમાં વિશાળ પ્રતોમાં કુફી સંદેશ કંડારાયા છે. તે ઘુંમટ લગભગ 34 મી. ઊંચો અને બેવડા થરમાં બંધાયેલો છે. તેનો પ્રવેશ 1434માં ઉલુઘબેગ દ્વારા ખુલ્લો મુકાયેલ. સમગ્ર ઇમારત સોનેરી રંગમાં સુંદર ભાતથી શણગારાયેલી છે.

રવીન્દ્ર વસાવડા