૬(૧).૧૯
ગદર ચળવળથી ગર્ભધમનીવિવૃતતા (patent ductus arteriosus)
ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક)
ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક) : ગુજરાતી પત્રકારત્વના આરંભકાળના સમયનું, પારસીઓ દ્વારા પ્રગટ થતું શિક્ષિતો માટેનું ચોપાનિયું. દાદાભાઈ નવરોજીએ પોતાના મિત્રો સાથે મળીને જ્ઞાન પ્રચારક મંડળીની સ્થાપના કરી. 1849ની પહેલી જુલાઈએ ‘ગનેઆન પરસારક’ નામનું એક ચોપાનિયું પ્રગટ કર્યું એના પર આ જ નામ લખાતું, છપાતું અને બોલાતું એમાંય અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો…
વધુ વાંચો >ગન્સ ઑવ્ નેવેરોન, ધ
ગન્સ ઑવ્ નેવેરોન, ધ : નિર્માણવર્ષ : 1961. રનિંગ ટાઇમ : 157 મિનિટ. નિર્માતા : કાર્લ ફોરમૅન. દિગ્દર્શક : જે. બી. થૉમ્પ્સન. પટકથા : કાર્લ ફોરમૅન. ઍલિસ્ટર મેક્લીનની નવલકથા ઉપર આધારિત. છબીકલા : ઓસ્વાલ્ડ મૉરિસ. સંગીત : દમિત્રિ ટીઓમ્કિન. મુખ્ય કલાકારો : ગ્રેગરી પેક, ડેવિડ નિવેન, સ્ટેન્લી બેકર, ઍન્થની ક્વીન,…
વધુ વાંચો >ગફ, કૅથલિન
ગફ, કૅથલિન (જ. 16 ઑગસ્ટ 1925, યોર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 સપ્ટેમ્બર 1990, વેનકુંવર) : માતૃવંશીય સગાઈવ્યવસ્થા અને વારસાપ્રથા વિશેનાં લખાણોથી જાણીતાં સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. 1950માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું, તેમણે મુખ્યત્વે ભારતમાં તાંજોર અને કેરળમાં નાયર જ્ઞાતિમાં જોવા મળતી માતૃવંશીય કુટુંબવ્યવસ્થાના સંદર્ભમાં 1947–49, 1951–53 અને 1964માં તલસ્પર્શી સંશોધન કર્યું હતું. તેના…
વધુ વાંચો >ગયદાસ (સાતમો–આઠમો સૈકો)
ગયદાસ (સાતમો–આઠમો સૈકો) : આયુર્વેદના ટીકાકાર. આયુર્વેદના સર્જરીના ગ્રંથ ‘સુશ્રુત’ના પ્રાચીનતમ ટીકાકારોમાં જેજ્જટ પછી ગયદાસનું નામ આવે છે. ગયદાસે સુશ્રુત ઉપર ‘પંજિકા’ નામની ટીકા લખી છે. સુશ્રુતના ત્રીજા ટીકાકાર ડલ્હણે વારંવાર ગયદાસનો ઉલ્લેખ કરેલ છે. ડલ્હણાચાર્યે પોતે સુશ્રુતની ટીકામાં ગયદાસના પાઠોને મોટા ભાગે સ્વીકાર્યા છે. આ ગયદાસે સુશ્રુતના ટીકાકાર જેજ્જટનો…
વધુ વાંચો >ગયા
ગયા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 4941 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ જહાનાબાદ અને નાલંદા જિલ્લા, પૂર્વ તરફ નવાડા જિલ્લો, દક્ષિણ તરફ હઝારીબાગ, ચત્રા…
વધુ વાંચો >ગયૂર હસન
ગયૂર હસન (જ. 1939, શ્રીનગર; અ. 16 નવેમ્બર 2013) : કાશ્મીરી શિલ્પકાર. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ફાઇન આર્ટ્સ, શ્રીનગરના વડા તરીકે સેવાઓ આપેલી. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી શિલ્પ વિષય સાથે સ્નાતક થયેલા. જમ્મુ અને કાશ્મીર અકાદમી તરફથી તેમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલી. રાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં 1973–76 દરમિયાન ભાગ લીધો. તેમનાં શિલ્પ…
વધુ વાંચો >ગરગડી
ગરગડી (pulley) : દોરડાં, સપાટ પટ્ટા, વી-પટ્ટા અથવા સાંકળની સાથે યોગ કરીને ગતિ અને શક્તિનું સંચારણ કરવા વપરાતું ચપટ, ગોળ અથવા ખાંચેદાર કોરવાળું ચક્ર. ગરગડી બીડના લોખંડ, પોલાદ, પિત્તળ અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે. પ્રથમ આકૃતિમાં સાદી ગરગડી હૂક વડે લટકાવેલી દર્શાવેલ છે. આકૃતિ 1 પ્રમાણે સ્થિર ગરગડીમાં વચ્ચે ધરી…
વધુ વાંચો >ગરનાતા
ગરનાતા : સ્પેન કે ઉન્દુલુસમાં આવેલ પ્રાચીન રાજ્ય. વર્તમાન સ્પેનના એક સૂબા ગરનાતાનું પાટનગર આ જ નામે જાણીતું છે. સમુદ્રસપાટીથી 550 મી.ની ઊંચાઈએ આવેલું રમણીય શહેર છે. તે 42° ઉ. અ. અને 4° પૂ. રે. ઉપર આવેલું છે. હદ્દારા તથા શુનીબ નદીઓની વચ્ચે આવેલો આ ફળદ્રુપ પ્રદેશ ખેતીવાડી, ફળફૂલ અને…
વધુ વાંચો >ગરબી-ગરબો
ગરબી-ગરબો : ઊર્મિકાવ્યના પેટાપ્રકારમાં સમાવિષ્ટ અને મધ્યકાળમાં પ્રચલિત બનેલું ગુજરાતી ગેય કાવ્યસ્વરૂપ. તેમાં કાવ્ય ઉપરાંત નૃત્ત અને સંગીત પણ ભળેલાં છે. પંદરમા શતક પહેલાંના જૈન રાસાસાહિત્યમાં દોહરા, ચોપાઈ, ઝૂલણા વગેરે માત્રામેળ છંદોના બંધ વપરાયેલા છે. આ રચનાઓ ગાવાની હોવાથી તેમાં ગેયતાસાધક પ્રયોગવૈવિધ્ય હતું. તેમાંથી દેશીઓ બની અને ટૂંકી દેશીઓમાંથી પદ…
વધુ વાંચો >ગરમ પાણીના ઝરા
ગરમ પાણીના ઝરા : સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં જોવા મળતા ઝરા. ગરમ પાણીના ઝરાનું તાપમાન હૂંફાળા પાણીથી માંડીને 100° સે. સુધીનું હોઈ શકે છે. ઝરાના પાણીમાં ખનિજ દ્રવ્ય ઓગળેલું હોય છે. કેટલીક વખતે પાણીમાં ઓગળેલા ચૂનેદાર દ્રવ્યની નિક્ષેપક્રિયા બને છે અને તે ‘કૅલ્કસિન્ટર’ના નામથી ઓળખાય છે. આવા નિક્ષેપોનું રાસાયણિક…
વધુ વાંચો >ગદર ચળવળ
ગદર ચળવળ : વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા ગયા હતા. 1910 સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે 30,000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે…
વધુ વાંચો >ગદાધર
ગદાધર (આશરે તેરમી સદી) : આયુર્વેદ ગ્રંથના ટીકાકાર. આયુર્વેદના ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના એક ટીકાકાર હેમાદ્રિ છે. તેમણે ‘અષ્ટાંગહૃદય’ પર ‘આયુર્વેદ રસાયન’ નામની ટીકા લખી છે, જે અપૂર્ણ ઉપલબ્ધ છે. હેમાદ્રિએ પોતાની ટીકામાં તથા ‘અષ્ટાંગહૃદય’ના અન્ય ટીકાકાર વિજયરક્ષિત (ઈ. સ. 1240 લગભગ) અને શ્રીકંઠ દત્તની ‘વૃંદ’ ગ્રંથની ટીકામાં ગદાધરનો એક ટીકાકાર તરીકે…
વધુ વાંચો >ગદ્દાફી, મુઅમ્મર કર્નલ
ગદ્દાફી, મુઅમ્મર કર્નલ (જ. 7 જૂન 1942, સિરટે, મિસ્રાના, લિબિયા; અ. 20 ઑક્ટોબર 2011, લિબીયા) : ઉત્તર આફ્રિકાના તેલસમૃદ્ધ દેશ લિબિયાના રાજકીય નેતા. પિતા અર્ધવિચરતી આદિવાસી જાતિના ઘેટાં ચરાવનાર ભરવાડ હતા. માધ્યમિક સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી ગદ્દાફી લિબિયાની મિલિટરી કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી 1965માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે…
વધુ વાંચો >ગદ્દી, ઇલયાસ અહમદ
ગદ્દી, ઇલયાસ અહમદ (જ. 24 એપ્રિલ 1934, ઝારખંડ; અ. 27 જુલાઈ 1997, ઝરિયા) : બિહારના જાણીતા ઉર્દૂ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ફાયર એરિયા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ એક વેપારી હતા. તેમણે નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમણે ફણીશ્વરનાથ રેણુની ચૂંટેલી…
વધુ વાંચો >ગદ્ય
ગદ્ય : ઊર્મિ, સંવેદના કે વિચારોને વ્યક્ત કરવા માટેનું માધ્યમ. ઊર્મિ કે સંવેદનાને વ્યક્ત કરવા માટેનું માધ્યમ પદ્ય અને વિચારને પ્રકટ કરવા માટેનું માધ્યમ ગદ્ય એવી સમજ વ્યાપકપણે પ્રવર્તે છે, પણ પદ્યની જેમ ગદ્ય પણ અનેકશ: પ્રયોજાતું રહ્યું છે. એનાં પ્રયોજનો પણ જુદાં જુદાં છે તો એનું રચન-સંરચન પણ કંઈક…
વધુ વાંચો >ગદ્યકાવ્ય
ગદ્યકાવ્ય : અનિયત લયમાં રચાયેલું કાવ્ય. અંગ્રેજીમાં તેને ‘પ્રોઝ પોએમ’ કહે છે. ઉમાશંકર જોશી અનિયત લયમાં રચાયેલા ‘અછાંદસ’ કાવ્યથી ગદ્યકાવ્યનો ઢાળો કંઈક અલગ હોવાનું જણાવે છે. સંસ્કૃતમાં काव्यं गद्यं पद्यं च । – કાવ્ય ગદ્યમાં અને પદ્યમાં હોય એમ કહેવાયું છે; પણ પદ્ય-આધારિત કાવ્યને વિશ્વની બધી મોટી ભાષાઓમાં સૈકાઓનો ઇતિહાસ…
વધુ વાંચો >ગદ્રે, અનંત શંકર
ગદ્રે, અનંત શંકર (જ. ?; અ. 18 સપ્ટેમ્બર 1965, મુંબઈ) : જાણીતા પુરાતત્વવિદ. વિલ્સન કૉલેજમાંથી અભિલેખવિદ્યા સાથે એમ.એ. થઈને 1930માં રાજકોટના મ્યુઝિયમમાં જોડાયા. અહીં તેમણે તામ્રપત્રો અને સિક્કાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1935માં હીરાનંદ શાસ્ત્રી સાથે વડોદરા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલૉજીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા અને વડોદરા રાજ્યના વિલીનીકરણ સુધી તેના…
વધુ વાંચો >ગધેડું
ગધેડું : માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી. ઘોડો અને ગધેડું બંને Perriso-dectyla શ્રેણી અને Equas પ્રજાતિનાં પ્રાણીઓ છે. ગધેડાનું શાસ્ત્રીય નામ : Equas asinus. તેના પૂર્વજો આફ્રિકાના જંગલમાં વાસ કરતા હતા. તેના કાન લાંબા હોય છે. તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક પર ઊંચી કેશવાળી અને…
વધુ વાંચો >ગન અસર
ગન અસર (Gunn effect) : કેટલાક અર્ધવાહક (semi-conductor) પદાર્થમાંથી વહેતી વીજધારા(electric current)ના ઉચ્ચ આવૃત્તિવાળા દોલન દ્વારા, માઇક્રોવેવ તરીકે ઓળખાતા એક પ્રકારના ટૂંકા રેડિયોતરંગો ઉત્પન્ન કરતી અસર. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid-state physics)ની ગન ડાયૉડ તરીકે ઓળખાતી પ્રયુક્તિ(device)માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે. બી. ગન નામના વિજ્ઞાનીએ 1960ના પ્રારંભે આ અસરની શોધ કરી…
વધુ વાંચો >