૬(૧).૧૧

ખનિજ-સ્ફટિકથી ખંડોબા

ખનિજ-સ્ફટિક

ખનિજ-સ્ફટિક : લીસા, સપાટ ફલકો ધરાવતું અને આંતરિક આણ્વિક રચનાને કારણે અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ આકારો ધરાવતું ખનિજ. ‘સ્ફટિક’ શબ્દ ગ્રીક પર્યાય ‘ક્રુસ્ટલોઝ’ અર્થાત્ ‘ચોખ્ખો બરફ’ પરથી બન્યો છે. કુદરતમાં મળતા પારદર્શક ક્વાર્ટ્ઝનો સ્ફટિકીય દેખાવ બરફ જેવો લાગતો હોવાથી આ શબ્દનો ઉપયોગ પ્રથમ વાર ક્વાર્ટ્ઝ માટે થયેલો જે કાળક્રમે બધા…

વધુ વાંચો >

ખનિજસ્વરૂપો

ખનિજસ્વરૂપો : સ્ફટિકીકરણ દરમિયાન અનુકૂળ સંજોગો મળે તો કુદરતી ખનિજ, સ્ફટિકનું જે ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ ધારણ કરે છે તે. ખનિજને ઓળખવામાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ-સ્ફટિકના સ્વરૂપને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ દ્વારા વર્ણવી શકાય : પૂર્ણ સ્ફટિકમયતા : વિકસિત સ્ફટિકરચના ધરાવતાં ખનિજોને પૂર્ણ સ્ફટિકમય ખનિજો કહે છે; દા.ત., કુદરતમાં મળી…

વધુ વાંચો >

ખનિજીય ઝરા

ખનિજીય ઝરા : પૂરતા પ્રમાણમાં ખનિજદ્રવ્ય ધરાવતા વિશિષ્ટ સ્વાદવાળા પાણીના ઝરા. આ પ્રકારના ઝરા ખૂબ જ ઊંડાઈએ જ્યાં ગેડીકરણ પામેલા ખડકો ગરમ બને છે ત્યાં જોવા મળે છે. સક્રિય જ્વાળામુખીવાળા વિસ્તારોમાં કે ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ અર્વાચીન જ્વાળામુખી-પ્રક્રિયાવાળા વિસ્તારોમાં આવા ઝરા મોટે ભાગે મળી આવે છે. ખનિજીય ઝરાની ઉત્પત્તિ અંગે સૂચવવામાં આવ્યું…

વધુ વાંચો >

ખનિજો

ખનિજો : ખનિજોની પરમાણુરચના : ખનિજોનું વર્ગીકરણ : કુદરતી રીતે બનેલા ચોક્કસ રાસાયણિક બંધારણવાળા તેમજ ચોક્કસ પરમાણુરચનાવાળા અકાર્બનિક પદાર્થો. ખનિજો મર્યાદિત ર્દષ્ટિએ, રાસાયણિક સૂત્રો દ્વારા દર્શાવી શકાય એવા ચોક્કસ બંધારણ સાથેનાં સંયોજનો કે તત્વો છે. ખનિજની વ્યાખ્યાના બીજા ભાગ પરથી ફલિત થાય છે કે ખનિજ માટે ચોક્કસ પરમાણુરચના આવશ્યક બની…

વધુ વાંચો >

ખન્ના, કૃષ્ણ

ખન્ના, કૃષ્ણ (જ. 5 જુલાઈ 1925, લ્યાલપુર, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કરીને અંગ્રેજી સાહિત્યની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બૅંકમાં ક્લાર્કની નોકરી કરી. ચિત્રકલાની સાધના કરવા 1961માં આ નોકરી છોડી દીધી. રૉકફેલર ફેલોશિપ મળતાં તેઓ 1962માં વૉશિન્ગ્ટન ડી.સી. ગયા અને ત્યાંની અમેરિકન યુનિવર્સિટીમાં ‘આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ’…

વધુ વાંચો >

ખન્ના, દિનેશ

ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની. 1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં…

વધુ વાંચો >

ખન્ના, બલરાજ

ખન્ના, બલરાજ (જ. 1940, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી 1962માં ત્યાંથી અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લંડન જઈ રૉયલ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત છે, જેમાં અવકાશમાં તરતા અમીબા જેવા આકારો નજરે પડે છે. આ આકારોમાંથી કેટલાક…

વધુ વાંચો >

ખન્ના, રાજેશ

ખન્ના, રાજેશ (જ. 29 ડિસેમ્બર 1942, અમૃતસર; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના ચલચિત્રજગતના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ. તેમને દત્તક લઈ ઉછેરનાર તેમના પાલક પિતા રેલવેના કૉન્ટ્રેક્ટર હતા. રાજેશનું મૂળ નામ જતિન હતું. તેમના પરિવારે અમૃતસર છોડી મુંબઈ સ્થળાંતર કર્યું અને ત્યાં જ તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ…

વધુ વાંચો >

ખન્ના, વિનોદ

ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, પાકિસ્તાન; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધું.…

વધુ વાંચો >

ખન્સા

ખન્સા (આશરે ઈ. સ. 585) : મરસિયા લખનાર પ્રતિભાવંત આરબ કવયિત્રી. ખરું નામ તુમાદિર બિન્ત અમ્ર બિન અલ શરીદ, સુલયમી. ખન્સાના પિતા ખ્યાતનામ અને ધનવાન હતા. ખન્સાની જન્મતારીખ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના પુત્ર અબૂ શજારા અબ્દુલ્લાએ ઈ. સ. 634માં ધર્મભ્રષ્ટતામાં મહત્વનો ભાગ ભજવેલો અને તે કદાચ ત્રીસ વર્ષની…

વધુ વાંચો >

ખંડવા

Jan 11, 1994

ખંડવા : મધ્યપ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું વહીવટી મથક તથા જિલ્લો. ભૌગોલિક સ્થાન : 21o 50´ ઉ.અ. અને 76o 20´ પૂ.રે. અગાઉ આ જિલ્લો ખંડવા જિલ્લા તરીકે ઓળખાતો હતો. ખંડવાની પૂર્વમાં ઇટારસી, વાયવ્યે મહેશ્વર અને ઇંદોર, દક્ષિણે અકોલા અને નૈર્ઋત્યે ભુસાવળ અને જળગાંવ આવેલાં છે. આમ તે ઉત્તર ભારતથી દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ખંડહર

Jan 11, 1994

ખંડહર : રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી હિંદી ફિલ્મ. પ્રેમેન્દ્ર મિત્ર દ્વારા લિખિત કથા પર આધારિત. નિર્માણવર્ષ : 1984. નિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક : મૃણાલ સેન. પ્રમુખ ભૂમિકા : શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, ગીતા સેન, પંકજ કપૂર, અન્નુ કપૂર, શ્રીલા મજમુદાર અને રાજેન તરફદાર. ચલચિત્રક્ષેત્રે ત્રણ દાયકાથી નાનીમોટી કુલ…

વધુ વાંચો >

ખંડાલા

Jan 11, 1994

ખંડાલા : મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું ગિરિનગર. તે 18o-45´ ઉત્તર અક્ષાંશ અને 73o-22´ પૂ. રેખાંશ ઉપર આવેલું છે. તે પુણેથી વાયવ્ય ખૂણે 65 કિમી. ઉપર ચારે બાજુ પર્વતોનાં શિખરોથી ઘેરાયેલું છે. પશ્ચિમ ઘાટનો પ્રદેશ સરેરાશ 914-1,523 મીટર ઊંચો હોવાથી ઉનાળામાં હવા ખુશનુમા રહે છે અને ગરમી જણાતી નથી. ચોમાસામાં…

વધુ વાંચો >

ખંડાલાવાલા, કાર્લ જમશેદજી

Jan 11, 1994

ખંડાલાવાલા, કાર્લ જમશેદજી (જ. 18 માર્ચ 1904, નવસારી; અ. 27 ડિસેમ્બર 1995, મુંબઈ) : ભારતના વિખ્યાત કલાવિવેચક અને ભારતની સર્વોચ્ચ અદાલતના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી. પિતા જમશેદજી વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. તથા કાયદાની કૉલેજમાંથી એલએલ.બી. સુધીનું શિક્ષણ. 1926માં બાર-ઍટ-લૉ થવા માટે ઇંગ્લૅન્ડ ગયા અને મિડલ ટેમ્પલમાંથી…

વધુ વાંચો >

ખંડીય છાજલી

Jan 11, 1994

ખંડીય છાજલી : સમુદ્રતળ-આલેખ પ્રમાણે ભૂમિ-વિસ્તાર પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીનો ઢોળાવ પ્રમાણમાં આછો હોય છે અને તે 180 મી. ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે, પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે. ખંડીય છાજલી (1) સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની ભૂમિના અધોગમનને કારણે, (2)…

વધુ વાંચો >

ખંડીય ઢોળાવ

Jan 11, 1994

ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીના પ્રમાણમાં તેનો ઢોળાવ વધુ હોય છે. ખંડીય ઢોળાવ 180 મી. માંડીને 3600 મી. સુધી વિસ્તરેલો સમુદ્રતળ ભાગ છે. વીસમી સદી દરમિયાન દૂર દેશોના સંદેશાવ્યવહાર માટે અહીં કેબલ નાખવામાં આવ્યા હતા, જેનું સ્થાન હવે ઉપગ્રહોએ લીધું છે.…

વધુ વાંચો >

ખંડીય પ્રવહન

Jan 11, 1994

ખંડીય પ્રવહન : ખંડોની ખસવાની ક્રિયા. પૃથ્વીની ઉત્પત્તિ પછીના કોઈ કાળમાં મૂળ ભૂમિજથ્થાઓની ખંડન તેમજ સ્થાનાંતરની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી ભૂમિખંડો અને મહાસાગરોની આજે જોવા મળતી ગોઠવણી. ખંડોના આકારો પર ર્દષ્ટિ કરતાં માલૂમ પડે છે કે સમુદ્રો અને મહાસાગરોને કારણે ખંડો એકમેકથી જુદા પડી ગયેલા દેખાય છે. ખંડો-મહાસાગરોની આ પ્રકારની…

વધુ વાંચો >

ખંડીય વિચલન

Jan 11, 1994

ખંડીય વિચલન (continental drift) : જુઓ ભૂતકતી સંચલન.

વધુ વાંચો >

ખંડેરિયા, મનોજ વ્રજલાલ

Jan 11, 1994

ખંડેરિયા, મનોજ વ્રજલાલ (જ. 6 જુલાઈ 1943, જૂનાગઢ; અ. 27 ઑક્ટોબર 2003) : સાંપ્રત ગુજરાતી કવિ. તેમણે 1961માં જૂનાગઢ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી.ની અને 1965માં બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એસસી.ની પરીક્ષા પસાર કરી હતી. જામનગરની એમ. પી. શાહ કૉમર્સ અને લૉ કૉલેજમાં 1965થી 1967 સુધી એલએલ.બી.નો અભ્યાસ કરેલો. 1968થી તેમણે જૂનાગઢમાં જ વકીલાતનો સ્વતંત્ર…

વધુ વાંચો >

ખંડોબા

Jan 11, 1994

ખંડોબા : મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બહુજનસમાજના અત્યંત લોકપ્રિય કુળદેવ. તેમને મલ્લારિ, મલ્લારિ-માર્તંડ, મ્હાળસાકાન્ત, મૈલાર, મૈરાળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ બંને રાજ્યોની લગભગ બધી ન્યાતોમાં તેમના ઉપાસકો સાંપડે છે. મુસલમાનોમાં પણ તેમના પૂજકો છે અને તે મલ્લુખાન નામથી ઓળખાય છે. ઔરંગઝેબે તેને અજમતખાન એટલે કે અત્યંત પવિત્ર પુરુષના નામથી…

વધુ વાંચો >