૫.૨૯

કોષચક્રથી કોળું

કોષચક્ર

કોષચક્ર : કોષોનું જીવનચક્ર. કોષના જીવનના મહત્વના તબક્કાઓ એટલે તેનો ઉદભવ, તેનું વિભેદન (differentiation), તેનું જીવનકાર્ય, તેનો નાશ અથવા સંખ્યાવૃદ્ધિ માટે તેનું દ્વિભાજન (mitosis) અને આ દ્વિભાજનને અંતે ઉદભવતા નવા કોષોનું પણ જીવન ક્રમશ: આ જ રીતે ચાલે. જનકકોષમાંથી કોષદ્વિભાજન દ્વારા ઉદભવતો કોષ જો સંખ્યાવૃદ્ધિની તાત્કાલિક જરૂર ન હોય તો…

વધુ વાંચો >

કોષદીવાલ

કોષદીવાલ (cell wall) : વનસ્પતિકોષોમાં રસસ્તરની બહારની સપાટીએ સ્રાવ દ્વારા ઉત્પન્ન થતું સ્તર. તેને બહિર્કંકાલ (exoskeleton) સાથે સરખાવી શકાય અને તે કોષને યાંત્રિક આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. વળી અંત:કોષીય (intracellular) પ્રવાહીના આસૃતિદાબ (osmopic pressure) અને કોષમાં થતા પાણીના પ્રવેશ વચ્ચે તે સમતુલા જાળવી રાખે છે. વનસ્પતિકોષોને…

વધુ વાંચો >

કોષદ્રવ્યી સમાવિષ્ટો : જુઓ કોષ.

કોષદ્રવ્યી સમાવિષ્ટો : જુઓ કોષ

વધુ વાંચો >

કોષ-પૃથક્કારક

કોષ-પૃથક્કારક (cell separator) : લોહીના કોષોને અલગ પાડતું યંત્ર. લોહીના કોષોને તથા પ્રવાહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયાને પૃથગ્ભવન (apheresis) કહે છે. તેની મદદથી સારવાર માટે લોહીના અલગ અલગ ઘટકોને જુદા પાડી શકાય છે. તેથી લોહીનો વિશિષ્ટ અને જરૂરી ઘટક આપવાની વ્યવસ્થા થઈ શકે છે. જ્યારે નસમાંથી સીધેસીધું અથવા કોષ-પૃથક્કારકની મદદથી…

વધુ વાંચો >

કોષભક્ષિતા

કોષભક્ષિતા : શરીરના વિશિષ્ટ કોષો ચેપકારક સૂક્ષ્મ જીવોને ગળી જઈને મારી નાખે તે ક્રિયા. મેક્ટિકનકોફે આ ક્રિયાનો અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે તેમાં મુખ્યત્વે બે પ્રકારના કોષો ભાગ લે છે. જીવાણુ તથા અન્ય બાહ્ય પદાર્થોને ગળી જઈને પોતાના કોષરસમાં પચાવી નાખતા કોષોને સૂક્ષ્મભક્ષી કોષો (microphages) અને મહાભક્ષીકોષો (macrophages) એમ બે…

વધુ વાંચો >

કોષરસીય આનુવંશિકતા

કોષરસીય આનુવંશિકતા (cytoplasmic inheritance) : કોષ-રસમાં આવેલાં જનીનતત્વોની અસર હેઠળ ઉદભવતાં વારસાગત લક્ષણો. કોષરસનું આનુવંશિક દ્રવ્ય, જે સ્વપ્રજનન કરી શકે છે તેને પ્લાસ્મૉન (plasmon) કહે છે અને કોષરસીય આનુવંશિકતા એકમોને કોષરસીય જનીનો (plasmagenes) તરીકે ઓળખાવાય છે. કોષરસીય આનુવંશિકતામાં સામાન્યત: માતૃત્વની અસર જોવા મળે છે; કારણ કે પ્રાણીના શુક્રકોષમાં કે વનસ્પતિના…

વધુ વાંચો >

કોષવંશ

કોષવંશ (cell line) : એકલ કોષના સંવર્ધનથી બનેલ અને આનુવંશિકતાની ર્દષ્ટિએ સમરૂપ એવા કોષોનો સમૂહ. આવા સમૂહમાં આવેલા બધા કોષોનાં લક્ષણો એકસરખાં હોય છે. જોકે પર્યાવરણની અસર હેઠળ અથવા તો વિકૃતિને લીધે કેટલાક વંશજોમાં ભિન્નતા જોવા મળે છે. એકાદ વ્યક્તિમાં વૃદ્ધિ પામતા અર્બુદ(tumour)ના કોષો એકસરખા હોય છે. દુર્દમ્ય (malignant) અર્બુદના…

વધુ વાંચો >

કોષવિદ્યા

કોષવિદ્યા (cytology) (આયુર્વિજ્ઞાન) : કોષના સૂક્ષ્મદર્શીય અભ્યાસ વડે નિદાન કરવાની પદ્ધતિ. જીવશાસ્ત્રમાં કોષો વિશેના અભ્યાસને કોષવિદ્યા કહે છે જ્યારે આયુર્વિજ્ઞાનમાં કોષોના અભ્યાસ દ્વારા કરાતા નિદાનને કોષવિદ્યાલક્ષી નિદાન કહે છે અને તે પદ્ધતિને કોષવિદ્યાલક્ષી તપાસ અથવા કોષવિદ્યા કહે છે. પેપેનિકોલાઉ (Papanicolaou) નામના વૈજ્ઞાનિકે કોષોનો અભ્યાસ કરવાની કસોટી વિકસાવી હતી તેથી તેના…

વધુ વાંચો >

કોષવિભાજન

કોષવિભાજન : સજીવ કોષનું બે કોષમાં વિભાજન કરતી જૈવી પ્રક્રિયા. કોષવિભાજનમાં કોષના જનીનદ્રવ્ય (DNA) અને અન્ય ઘટકોનાં વારસાગત લક્ષણો જળવાય તે રીતે ભાગ પાડીને સંતાનકોષો બને છે. બૅક્ટેરિયા જેવા અસીમકેન્દ્રી કે અનાવૃતકેન્દ્રી (prokaryotic) કોષમાં જનીનદ્રવ્ય, માળા જેવા એક ગોળ તંતુરૂપે કોષરસપડને વળગેલું હોય છે. કોષવિકાસ દરમિયાન દ્વિગુણન થવાથી તેમાંથી આબેહૂબ…

વધુ વાંચો >

કોષસિદ્ધાંત : જુઓ કોષ.

કોષસિદ્ધાંત : જુઓ કોષ

વધુ વાંચો >

કોહન ફર્ડિનાન્ડ જુલિયસ

Jan 29, 1993

કોહન, ફર્ડિનાન્ડ જુલિયસ (જ. 24 જાન્યુઆરી 1828, બ્રેસલૉ, પ્રુશિયા; અ. 25 જાન્યુઆરી 1898, બ્રેસલૉ) : વૈજ્ઞાનિક વિચારધારાઓમાં નવી ભાત પાડતા પ્રખર વનસ્પતિશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ બ્રેસલૉમાં લઈ તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી 1847માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. લીલ અને ફૂગ સંબંધી મૌલિક સંશોધનની જર્મન પરંપરા તેમણે સાચવી રાખી અને જીવ-નિર્જીવના સીમાડા ઉપર પહોંચી જીવાણુ…

વધુ વાંચો >

કોહન વૉલ્ટર

Jan 29, 1993

કોહન વૉલ્ટર (Kohn Walter) (જ. 9 માર્ચ 1923, વિયેના, ઑસ્ટ્રિયા) : મૂળ ઑસ્ટ્રિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા ભૌતિકવિદ અને 1998ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1946માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટૉરેન્ટો (ઑન્ટેરિયો, કૅનેડા)માંથી અનુસ્નાતક પદવી અને 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. 1948–50 સુધી તેમણે હાર્વર્ડમાં જ…

વધુ વાંચો >

કોહલબર્ગ લૉરેન્સ

Jan 29, 1993

કોહલબર્ગ, લૉરેન્સ (જ. 25 ઑક્ટોબર 1927, બ્રોંક્સવિલ, યુ.એસ.; અ. 20 જાન્યુઆરી 1987) : બાળકો નૈતિક નિર્ણય કરવામાં જુદી જુદી છ કક્ષાઓમાંથી પસાર થાય છે તે પ્રતિપાદનથી જાણીતા થયેલ મનોવિજ્ઞાની. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની વેપારી સ્ટીમરોમાં કામ કરતાં પૅલેસ્ટાઇન નાવિક પર બ્રિટને લાદેલા પ્રતિબંધમાંથી પસાર થવામાં યહૂદી વસાહતીઓને મદદ કરતી વખતે…

વધુ વાંચો >

કોહલી, વિરાટ

Jan 29, 1993

કોહલી, વિરાટ (જ. 5 નવેમ્બર 1988, દિલ્હી) : ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સુકાની. પિતાનું નામ પ્રેમ કોહલી, માતાનું નામ સરોજ કોહલી અને પત્નીનું નામ અનુષ્કા શર્મા  (હિંદી ફિલ્મની હીરોઇન.) વિરાટ કોહલી શરૂઆતથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતા હતા. આ બાબત તેના પિતાને ખબર પડતા માત્ર 9 વર્ષની વયે જ પશ્ચિમ દિલ્હીની ક્રિકેટ…

વધુ વાંચો >

કોળી

Jan 29, 1993

કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન…

વધુ વાંચો >

કોળું

Jan 29, 1993

કોળું : વર્ગ દ્વિદલા, કુળ Cucurbitaceae-નો વેલો. ફળને કોળું અને વેલાને કોળી કહે છે. ભારતમાં ચાર પ્રકારનાં કોળાંનું વાવેતર થાય છે. (જુઓ સારણી.) ક્રમ ગુજરાતી નામ હિંદી અંગ્રેજી શાસ્ત્રીય નામ 1. ચોમાસુ કોળું कददु pumpkin Cucurbita moschanta Duchesne ex Poir 2. ઉનાળુ કોળું सफद कददु Field pumpkin અથવા summer squash…

વધુ વાંચો >