૫.૨૫

કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સથી કોરિન્થિયન ઑર્ડર

કૉમ્પ્રેસર

કૉમ્પ્રેસર : વાયુના કદનો યાંત્રિક રીતે ઘટાડો કરી તેનું દબાણ વધારનાર સાધન. હવા તેમાં સામાન્યત: વપરાતો વાયુ છે. પણ કુદરતી વાયુ (natural-gas), ઑક્સિજન, નાઇટ્રોજન અને ઔદ્યોગિક વપરાશમાં આવતા અન્ય અગત્યના વાયુઓને પણ કૉમ્પ્રેસ કરવામાં આવે છે. ધનવિસ્થાપન (positive displacement) , કેન્દ્રત્યાગી (centrifugal) અને અક્ષીય (axial) એ ત્રણ સામાન્ય રીતે વપરાતાં…

વધુ વાંચો >

કૉમ્બ્રીટમ

કૉમ્બ્રીટમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી મોટું આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેની 400 જેટલી જાતિઓનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. Combretum grandiflorum કઠલતા (liana) છે. તેનાં પર્ણો સાદાં સંમુખ, લંબગોળાકાર અને અનુપર્ણીય (exstipulate) હોય છે. આ વેલ વજનદાર હોવાથી તેને મજબૂત…

વધુ વાંચો >

કૉમ્બ્રેટેસી

કૉમ્બ્રેટેસી : વર્ગ દ્વિદલાનું એક નાનકડું કુળ. તેનું વિસ્તરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે 20 પ્રજાતિ અને 600 જાતિઓ ધરાવે છે. મોટાભાગની જાતિઓ ટર્મિનાલિયા અને કૉમ્બ્રીટમ પ્રજાતિની છે. મુખ્યત્વે વૃક્ષ કે ક્ષુપ, કેટલીક વખત કાષ્ઠમય આરોહી, પ્રકાંડમાં દ્વિપાર્શ્વસ્થ વાહીપુલો; પર્ણો સાદાં, સમ્મુખ, અખંડિત, અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ અપરિમિત; શૂકિ અથવા…

વધુ વાંચો >

કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો

કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો (1848) : માર્ક્સવાદ અને સામ્યવાદના ઇતિહાસમાં પ્રસિદ્ધ ફ્રેડરિક એન્જેલ્સના સહયોગમાં કાર્લ માર્ક્સે તૈયાર કરેલ રાજકીય ખત. શ્રમિકોના કૉમ્યુનિસ્ટ લીગ નામના નાના આંતરરાષ્ટ્રીય પક્ષના ઉદબોધન સમું આ ખત 1848ની ક્રાન્તિ સમયે પ્રસિદ્ધ થયું હતું. ‘દાસ કૅપિટલ’માં વિસ્તૃત રીતે આલેખાયેલી માર્ક્સની ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ની ફિલસૂફીના મહત્ત્વના અંશો તેમાં છે. તેમાં પ્રારંભનું…

વધુ વાંચો >

કોયના

કોયના : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 17o 25′ ઉ. અ. અને 73o.45′ પૂ. રે. તેના પર પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રચંડ જળવિદ્યુત પ્રકલ્પ (project) ઊભો કરવામાં આવ્યો છે. એશિયા ખંડમાં આ એક અદ્વિતીય જળવિદ્યુત પ્રકલ્પ ગણવામાં આવે છે. કોયના નદીના કુલ વિસ્તારમાં વાર્ષિક વરસાદ આશરે 5,000 મિમી. પડે છે.…

વધુ વાંચો >

કોયલ

કોયલ : વસંત ઋતુમાં કર્ણપ્રિય મધુર સ્વરમાં સંગીત રેલાવતું સૌનું માનીતું પક્ષી. માર્ચ-એપ્રિલથી જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આમ્રકુંજની ઝાડીમાં કુહુઉઉ કુહુઉઉનો અત્યંત મધુર ટહુકાર કરનાર પક્ષી તે નર કોયલ હોય છે. માદા કોયલ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ઊડતાં પિક, પિક-પિક એવા સૂર કાઢે છે. કોયલ કદમાં કાગડા કરતાં સહેજ નાનું, પાતળા…

વધુ વાંચો >

કોયાજી જહાંગીર કુંવરજી

કોયાજી, જહાંગીર કુંવરજી (જ. 1875; અ. 1937) : ભારતના અર્થશાસ્ત્રી અને ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત. શિક્ષણ મુંબઈ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. 1910થી 1930 દરમિયાન કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, 1930થી 1931 દરમિયાન તે જ કૉલેજમાં આચાર્ય અને 1932થી 1935 દરમિયાન આંધ્ર વિશ્વવિદ્યાલયની વિનયન કૉલેજના આચાર્યપદે કાર્ય કર્યું. 1930થી 1932 દરમિયાન લીગ ઑવ્…

વધુ વાંચો >

કોયાજી બાનુ જહાંગીર

કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી…

વધુ વાંચો >

કોર અર્પણા

કોર, અર્પણા (જ. 1954, દિલ્હી, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. કોઈ પણ પૂર્વતાલીમ વિના સ્વયંસૂઝથી તેમણે ચિત્રો આલેખવાં શરૂ કરેલાં. ભારતીય નારીને તેના કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો સાથે આલેખીને આધુનિક ભારતીય નારીની વિશિષ્ટ પરિસ્થિતિ કૅન્વાસ પર રજૂ કરવામાં તેઓ સફળ રહ્યાં છે; છતાં પુરુષ પર પ્રત્યક્ષ કે પરોક્ષ…

વધુ વાંચો >

કોરન્ડમ

કોરન્ડમ : રત્ન તેમજ ઘર્ષક તરીકે વપરાતું ખનિજ. રા. બં. Al2O3; સ્ફ. વ. હેક્ઝાગોનલ; સ્વ. વિવિધ પિરામિડ અને બેઝલ પિનેકોઇડ સ્વરૂપોથી બંધાયેલા પીપ આકારના સ્ફટિક, દળદાર, દાણાદાર; રં. રાખોડી, વાદળી, લાલ, પીળો, કથ્થાઈ, લીલો, નારંગી, જાંબલી કે રંગવિહીન; ચ. કાચમય, હીરક, ક્વચિત્ મૌક્તિક, કે ઝાંખો; સં. -; ભં.સ. વલયાકાર કે…

વધુ વાંચો >

કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ

Jan 25, 1993

કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (C.I.S.) : સોવિયેટ સંઘ- (Union of Soviet Socialist Republic – U. S. S. R.)ના વિઘટન (1991) પછી અસ્તિત્વમાં આવેલો રાષ્ટ્રસમૂહ. 1917ની બૉલ્શેવિક ક્રાન્તિ પછી સામ્યવાદી વિચારસરણી ઉપર પ્રતિષ્ઠિત થયેલા અને બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર સોવિયેટ સંઘનું 74 વર્ષ…

વધુ વાંચો >

કોમલ બલરાજ

Jan 25, 1993

કોમલ, બલરાજ (જ. 1928, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : ઉર્દૂના નામી લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘પરિંદોં ભરા આસમાન’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. દિલ્હી પ્રશાસનતંત્રના શિક્ષણ વિભાગમાં જોડાયા. ઉર્દૂ સાહિત્ય-જગતમાં નામના પામેલા કોમલે 7 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, સાહિત્યિક વિવેચનાનો એક ગ્રંથ,…

વધુ વાંચો >

કોમવાદ

Jan 25, 1993

કોમવાદ : રાષ્ટ્ર કે સમાજના બદલે કોમને કેન્દ્રમાં રાખી સ્વહિત અને સલામતી આદિનો આગ્રહ રાખવાનું વલણ. કોમવાદ મનો-રાજકીય અને મનો-સામાજિક ખ્યાલ છે. જ્યારે આ લાગણીને રાજકીય ર્દષ્ટિ અને હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે મનો-રાજકીય ઘટના બને છે. અહીં રાજકીય સત્તા અને પ્રભાવ વિસ્તારવા માટે કોમી લાગણીને ઉશ્કેરવામાં…

વધુ વાંચો >

કૉમિકૉન

Jan 25, 1993

કૉમિકૉન : વિશ્વના સામ્યવાદી દેશોના અર્થતંત્ર વચ્ચે સમન્વય સાધવા તથા સ્વાવલંબનના પાયા પર એકબીજાને પૂરક બને તે રીતે દરેક સભ્ય દેશના આર્થિક વિકાસ માટે ઊભું કરવામાં આવેલું સંગઠન. સ્થાપના જાન્યુઆરી 1949, મુખ્ય કાર્યાલય મૉસ્કો ખાતે. રશિયા, હંગેરી, પોલૅન્ડ, ચેકોસ્લોવાકિયા અને બલ્ગેરિયા તેના સ્થાપક સભ્યદેશો (charter members) હતા, તે પછી સંગઠનમાં…

વધુ વાંચો >

કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ)

Jan 25, 1993

કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ) : રશિયાના સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ઊભું કરવામાં આવેલું વિશ્વના સામ્યવાદી પક્ષોનું સંગઠન. આખું નામ કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ. વિશ્વભરનાં ક્રાંતિકારી પરિબળોને સંગઠિત કરવાં તથા યુરોપમાં ચાલતી ક્રાંતિકારી ચળવળને માર્ગદર્શન પૂરું પાડવું એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. તેથી યુરોપના ક્રાંતિકારીઓને આંતરરાષ્ટ્રીય ટેકો તથા માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે તે વિચારથી કૉમિન્ટર્નની…

વધુ વાંચો >

કૉમિફોરા : જુઓ ગૂગળ

Jan 25, 1993

કૉમિફોરા : જુઓ ગૂગળ

વધુ વાંચો >

કોમિલ્લા

Jan 25, 1993

કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની…

વધુ વાંચો >

કોમિસરિયેત એમ. એસ.

Jan 25, 1993

કોમિસરિયેત, એમ. એસ. (જ. 11 ડિસેમ્બર 1881, મુંબઈ; અ. 25 મે 1972, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના ઇતિહાસવિદ. આખું નામ માણેકશાહ સોરાબશાહ કોમિસરિયેત. તે ગુજરાતના સલ્તનત, મુગલ અને મરાઠા સમયના ઇતિહાસના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેમની વિદ્વત્તા અને સેવાઓની કદર કરીને સરકારે તેમને ‘ખાનબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. જન્મ પારસી…

વધુ વાંચો >

કોમીનિયસ જ્હૉન એમૉસ

Jan 25, 1993

કોમીનિયસ, જ્હૉન એમૉસ (જ. 28 માર્ચ 1592; અ. 15 નવેમ્બર 1670) : સત્તરમી સદીનો જાણીતા ચેક શિક્ષણશાસ્ત્રી. સમાજસુધારક અને બોહેમિયન ચર્ચના બિશપ. વતન નીનનીક. સ્વદેશ છોડીને પોલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હંગેરી તથા સ્વીડનમાં શિક્ષણશાસ્ત્રી તરીકે કામ કર્યું. સુધરેલ શિક્ષણપદ્ધતિ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય હોવાની  તેમની માન્યતા હતી. રાષ્ટ્રના યુવાનો અને યુવતીઓ માટે…

વધુ વાંચો >

કૉમેડી

Jan 25, 1993

કૉમેડી : મનુષ્યસ્વભાવ કે વર્તન પર ટીકા કે કટાક્ષ કરતો હાસ્યરસિક અને સુખાન્ત નાટ્યપ્રકાર. ચોથી સદીના પ્રાચીન ગ્રીક કાળથી સાંપ્રત અણુયુગ સુધી લેખક, વાચક તથા પ્રેક્ષક માટે આ નાટ્યપ્રકાર આકર્ષણરૂપ રહ્યો છે. કૉમેડી શબ્દ મૂળ ગ્રીક ધાતુ Komos પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ છે મુક્ત મને કરાતી આનંદની ઉજવણી.…

વધુ વાંચો >