૫.૨૧
કૅસાઇટથી કૉકેસસની હારમાળા
કૅસાઇટ
કૅસાઇટ : પશ્ચિમ એશિયામાં બૅબિલોન પર ઈ. પૂ. અઢારમી સદીના મધ્ય ભાગથી આશરે 576 વર્ષ સુધી સત્તા ભોગવનાર પ્રજા. આ પ્રજાનું નામ કદાચ તેમના દેવ કસુ પરથી પડ્યું હોય એમ બૅબિલોનનાં સાધનો પરથી જણાય છે. બૅબિલોનમાં તેમને કસુ, અસુરમાં કસી અને ગ્રીક લેખકો કોસઇઓઈ તરીકે ઓળખે છે. બૅબિલોનમાં તેમના ઉલ્લેખ…
વધુ વાંચો >કૅસાં – રેને-સૅમ્યુઅલ
કૅસાં, રેને-સૅમ્યુઅલ (જ. 5 ઑક્ટોબર 1887, બાયોન, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1976, પૅરિસ) : ફ્રેન્ચ ધારાશાસ્ત્રી, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકારોના ઘોષણાપત્રના પ્રમુખ ઘડવૈયા તથા 1968ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા યહૂદી વ્યાપારી. પૅરિસ ખાતે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કર્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ફ્રાન્સના લશ્કરમાં જોડાયા તથા પાયદળના સૈનિક…
વધુ વાંચો >કૅસિટરાઇટ
કૅસિટરાઇટ : કલાઈનું ધાતુખનિજ. ટિનસ્ટોન તરીકે પણ ઓળખાય છે. રા. બં. – SnO2. સ્ફ.વ. – ટેટ્રાગોનલ. સ્વ. – ટેટ્રાગોનલ પ્રિઝમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિકો; કોણી આકારની યુગ્મતા; જથ્થામય અથવા તંતુમય કે છૂટાછવાયા સૂક્ષ્મ કણોના સ્વરૂપે કે નદીજન્ય નિક્ષેપોમાં ઘસારો પામેલા, ભૌતિક સંકેન્દ્રણથી ભેગા થયેલા કણસ્વરૂપે. રં. – સામાન્યત: કાળો કે…
વધુ વાંચો >કૅસિયસ
કૅસિયસ (જ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42) : રોમન યોદ્ધો અને સીરિયાનો સેનાપતિ. કૅસિયસ કુટુંબ પ્રાચીન રોમનું એક પ્રસિદ્ધ કુટુંબ હતું. તે કુટુંબનો ગેયસ કૅસિયસ લાજાઇનસ સૌથી વધારે નોંધપાત્ર નેતા હતો. એણે રોમના સેનાપતિ જુલિયસ સીઝરના ખૂનનું કાવતરું ઘડવામાં અને તેને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એણે ઈ.…
વધુ વાંચો >કેસિયા પ્રજાતિ
કેસિયા પ્રજાતિ : વર્ગ દ્વિદળીની શ્રેણી કેલીસીફ્લોરીના કુળ સીઝાલપીનીની એક પ્રજાતિ. Gassi fistula (ગરમાળો) ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. તેનાં પાન મોટાં હોય છે, પાન શિયાળામાં ગરી જાય છે, પછી આખું ઝાડ પીળાં લટકતાં ફૂલથી છવાઈ જાય છે. ફૂલ પછી લાંબી પાઇપ જેવી શિંગો આવે છે. આ શિંગોનો ગર ગરમાળાના…
વધુ વાંચો >કેસીન
કેસીન : સસ્તન પ્રાણીઓના દૂધનો મુખ્ય પ્રોટીન ઘટક. દૂધમાં તેનું પ્રમાણ 2.5થી 3.2 % અને કુલ પ્રોટીનના 80 % હોય છે. દૂધમાં તથા ચીઝમાં તે કૅલ્શિયમ કેસીનેટ તરીકે રહેલું હોય છે. રાસાયણિક ર્દષ્ટિએ તે α β, γ અને k કેસીન તરીકે ઓળખાતાં ફોસ્ફોપ્રોટીનનું મિશ્રણ છે. આ બધામાં ફૉસ્ફોરિક ઍસિડ સાથે…
વધુ વાંચો >કેસીન ચિત્રકળા
કેસીન ચિત્રકળા : દૂધમાંથી છૂટા પાડેલા કેસીનના ઉપયોગવાળી ચિત્રકળા. કેસીન દૂધમાંથી મળતું ફૉસ્ફોપ્રોટીન છે, જે દૂધને ઍસિડ સાથે ગરમ કરવાથી મળે છે. દૂધમાં લૅક્ટિક ઍસિડ ઉમેરતાં પણ તે છૂટું પડે છે. દહીંમાંથી કેસીન મેળવીને પરંપરાગત આસંજક (adhesive) તથા બંધક (binder) તરીકે તે છેલ્લી આઠ સદી ઉપરાંતથી વપરાય છે. પરિષ્કૃત પાઉડર…
વધુ વાંચો >કૅસીની – જાન ડોમેનિકો
કૅસીની, જાન ડોમેનિકો (જ. 8 જૂન 1625, નીસની પાસે પેરિનાલ્દો; અ. 14 સપ્ટેમ્બર 1712, પૅરિસ) : ચાર પેઢી સુધી પૅરિસની વેધશાળાના નિયામકપદે રહેનાર કૅસીની કુળના પહેલા ખગોળવેત્તા, જિનોઆની જેસ્યુઇટ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ 1650માં ઇટાલીની બોલોન્યા યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. 1657માં પોપ ઍલેક્ઝાન્ડર સાતમાએ તેમને કિલ્લેબંધી(fortification)ના ઇન્સ્પેક્ટર…
વધુ વાંચો >કેસૂડાં
કેસૂડાં : કૉલકાતાના ગુજરાતી સાહિત્ય મંડળનું વાર્ષિક પ્રકાશન. ‘રૂપ, રંગ અને રસભર્યા’ આ અનિયતકાલિક વાર્ષિકનો પ્રથમ અંક એપ્રિલ 1953માં શિવકુમાર જોશી, જયંતીલાલ શાહ અને રમણીક મેઘાણીના સંપાદકમંડળે વસંત અંક તરીકે પ્રકટ કરેલો. ત્યારપછી 1954, 1955, 1957, 1962, 1964, 1966-67, 1973 એમ ‘કેસૂડાં’ વાર્ષિક પ્રકટ થતું રહ્યું. કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન…
વધુ વાંચો >કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર
કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે. દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી…
વધુ વાંચો >કોએલો ક્લૉદિયો
કોએલો, ક્લૉદિયો (Coello, Claudio) (જ. 2 માર્ચ 1642, મૅડ્રિડ, સ્પેન; અ. 20 એપ્રિલ 1693, મૅડ્રિડ, સ્પેન) : સ્પેનનો છેલ્લો બરોક ચિત્રકાર. પોર્ટુગીઝ શિલ્પી ફૉસ્તીનો કોએલોના તેઓ પુત્ર હતા. સ્પૅનિશ ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રિમી હેઠળ ક્લૉદિયો કોએલોએ તાલીમ લીધી. મૅડ્રિડના રાજમહેલમાં રહેલા રુબેન્સ, વાલાસ્ક્વૅથ, તિશ્યોં અને જુવાન કારેનો દા મિરાન્ડાનાં ચિત્રોનો તેમણે…
વધુ વાંચો >કોઍસર્વેટ્સ (સહપુંજિતો)
કોઍસર્વેટ્સ (સહપુંજિતો) : રશિયન જીવવિજ્ઞાની ઓપેરિને આદિ-જીવોની ઉત્પત્તિ વિશે કરેલી પરિપોષિત પરિકલ્પના (heterotroph hypothesis). ઓપેરિને જીવસૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે સમુદ્રમાં ઉત્પન્ન થયેલા નિર્જીવ અણુ વિશે સૌપ્રથમ 1922માં બૉટેનિકલ સોસાયટીના અધિવેશનમાં રજૂઆત કરેલી. આ પરિકલ્પના મુજબ આદિજીવો અસ્તિત્વમાં આવ્યા તે પૂર્વે દરિયામાં સૌપ્રથમ સાદા કાર્બોહાઇડ્રેટ એમિનો ઍસિડ ન્યૂક્લિઇક ઍસિડ જેવા કાર્બનિક પદાર્થો…
વધુ વાંચો >કૉકક્રૉફ્ટ – જૉન ડગ્લાસ સર
કૉકક્રૉફ્ટ, જૉન ડગ્લાસ સર (જ. 27 મે 1897, ટોડમોર્ડન, યોર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 સપ્ટેમ્બર 1967, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ) : વિજ્ઞાની અર્નેસ્ટ વૉલ્ટનના સહયોગમાં પારમાણ્વિક કણ પ્રવેગકો (atomic particle accelerators) ઉપર સંશોધનકાર્ય કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. આ શોધ માટે આ બંને વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક 1951માં એનાયત કરવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ…
વધુ વાંચો >કૉકટેલ પાર્ટી
કૉકટેલ પાર્ટી (1950) : ટી. એસ. એલિયટનું પદ્યનાટક. સૌપ્રથમ 1949માં એડિનબર્ગ ફેસ્ટિવલ ખાતે ભજવાયું. એલિયટે 1935થી 1959 દરમિયાન પાંચ નાટકો લખ્યાં, જેમાંનું પ્રથમ નાટક ‘ધ મર્ડર ઇન ધ કેથીડ્રલ’ ટ્રૅજેડી છે, જ્યારે બાકીની ચારેય નાટ્યકૃતિઓ કૉમેડી છે. આ પાંચેય પદ્યનાટકો છે. ‘ધ કૉકટેલ પાર્ટી’ એલિયટની અન્ય નાટ્યરચનાઓની જેમ પૌરાણિક કલ્પનો,…
વધુ વાંચો >કોકડવું
કોકડવું (leaf curl) : અન્ય નામ કુંજરો. રોગકારક : વિષાણુ (virus). લક્ષણો : રોગયુક્ત પાન નાનાં, જાડાં, ખરબચડાં બનીને કોકડાઈ જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકીચૂકી થઈ જાય છે. કોઈક વખતે પાનની નીચેના ભાગમાં કાનપટ્ટી જેવી વૃદ્ધિ પણ જોવા મળે છે. રોગપ્રેરક બળો : સફેદ માખીનો ઉપદ્રવ રોગ…
વધુ વાંચો >કૉકપિટ
કૉકપિટ : વિમાનનો નિયંત્રણ-કક્ષ. શરૂઆતમાં વિમાની તેમજ મુસાફરોને બેસવાના સ્થાનને કૉકપિટ કહેતા. તેનું એક કારણ એ કે આ સ્થાન જાણે વિમાનને વચ્ચેથી ખોદીને બનાવેલા ખાડા (pit) જેવું હતું. જૂના જમાનામાં મરઘાંપાલન કરતા લોકો મરઘાંને ખાડામાં રાખી તેના પર સૂંડલા ઢાંકી સાચવતા અને આ ખાડાને ‘કૉકપિટ’ કહેતા. વિમાનમાં કંઈક આવા જ…
વધુ વાંચો >કોકમ
કોકમ : દ્વિદળી વર્ગમાં આવેલા ગટ્ટીફેરી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garcinia indica Choisy (સં. રક્તપૂરકા, વૃક્ષામ્લ; હિં. વિષાબિલ, મહાદા, કોકમ; મ. અમસુલ; ગુ. કોકમ; ક. તિતિડીક, સોલે, મશ્બિન, હુડીમશ; બં. મહાદા; મલા. પૂતપુળી; અં. કોકમ બટર ટ્રી મેંગોસ્ટીન ઑઇલ ટ્રી) છે. આ ઉપરાંત G. cambogia Desr. અને G.…
વધુ વાંચો >કોકરાઝાર
કોકરાઝાર : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 28′ થી 26o 54′ ઉ. અ. અને 89o 42′ થી 90o 06′ પૂ.રે.ની વચ્ચેનો 3129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામ રાજ્યના છેક છેડાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભુતાનનો…
વધુ વાંચો >કોકસ ટાપુઓ
કોકસ ટાપુઓ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હિંદી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરથી વાયવ્યે 2768 કિમી. દૂર આવેલો દ્વીપસમૂહ. 12o 05′ દ. અ. અને 96o 53′ પૂ.રે. આબોહવા 20o સે. શિયાળામાં અને 31o સે. ઉનાળામાં રહે છે. તેનું બીજું નામ કી-લિંગ છે. પરવાળાના આ 27 ટાપુઓનું ક્ષેત્રફળ 14.2 ચોકિમી. છે. આ…
વધુ વાંચો >કોકિલા
કોકિલા : રમણલાલ વસંતલાલ દેસાઈની તે નામની ગુજરાતી નવલકથા (પ્રથમ આવૃત્તિ, પ્રકાશનવર્ષ ડિસેમ્બર 1928) પર આધારિત હિંદી સિનેકૃતિ. નિર્માણવર્ષ : ઈ. સ. 1938-39; નિર્માણસંસ્થા : સાગર મૂવીટોન, મુંબઈ; દિગ્દર્શન : ચીમનભાઈ દેસાઈ; અભિનયવૃન્દ : મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, પેસી પટેલ, માયા બૅનરજી વગેરે. રજૂઆતવર્ષ ઈ.સ. 1940-41. જગદીશ (મોતીલાલ) યુવાન, સન્નિષ્ઠ…
વધુ વાંચો >