કોએલર જ્યૉર્જિઝ

January, 2008

કોએલર, જ્યૉર્જિઝ (જ. 17 એપ્રિલ 1946, મ્યૂનિક; અ. 1 માર્ચ 1995, ફેરાઇબુર્ગ ઇમ બ્રાઇસગાઉ) : નોબેલ ઇનામવિજેતા જર્મન પ્રતિરક્ષાવિદ (immunologist). તેમણે સેઝર મિલ્સ્ટીન સાથે

જ્યોર્જિઝ કોએલર

કેમ્બ્રિજમાં સંશોધન કરીને વિપુલ અને અસીમ જથ્થામાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનની પ્રયોગશાળા-પદ્ધતિ શોધી કાઢી. તેને કારણે તેમને, સેઝરને તથા જેર્નને 1984નું શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વિશ્ર્વભરમાં આ પ્રકારનાં પ્રતિદ્રવ્યો કૅન્સરની સારવારમાં વાપરવાના અને તે દ્વારા કૅન્સરને મટાડવાના કેટલાક પ્રયોગો શરૂ થઈ રહેલા છે.

શિલીન નં. શુક્લ