૩.૨૬
ઍસ્બેસ્ટૉસતંતુતાથી ઑક્સીન
ઑક્સિડેશન રિડક્શન અનુમાપનો
ઑક્સિડેશન રિડક્શન અનુમાપનો : જુઓ રેડૉક્સ પ્રક્રિયાઓ.
વધુ વાંચો >ઑક્સીન
ઑક્સીન : જુઓ અંત:સ્રાવો.
વધુ વાંચો >ઍસ્બેસ્ટૉસતંતુતા
ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના…
વધુ વાંચો >એહમદ, ફાતિમા
એહમદ, ફાતિમા (જ. 1940, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. હૈદરાબાદની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ભારતભરમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો તેમણે કર્યાં છે. વળી ભારત તેમજ વિદેશોમાં યોજાતાં ઘણાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. 1967માં તેમણે પૅરિસયાત્રા અને 1969માં જર્મનીયાત્રા કરી હતી. 1974થી 1976 સુધી તેમણે…
વધુ વાંચો >એહર્લિક પૉલ
એહર્લિક, પૉલ (જ. 14 માર્ચ 1845, સ્ટ્રેહલન, સિલેશિયા, પ્રુશિયા; અ. 20 ઑગસ્ટ 1915, બેડહેમ્બર્ગ વૉર ડર હોહે, જર્મની) : ‘ફિઝિયૉલૉજી અને મેડિસિન’ના નોબેલ પારિતોષિક(1908)ના એલી મેચનીકોફ સાથે સહવિજેતા. સંશોધનનો વિષય હતો ઉપદંશ(syphilis)ની સૌપ્રથમ અસરકારક ચિકિત્સા. આ જર્મન તબીબી વિજ્ઞાનીએ લોહી અને તેના રોગો, પ્રતિરક્ષાવિદ્યા (immunology) અને રસાયણચિકિત્સા(chemotherapy)ના વિષયોમાં મૂળભૂત સંશોધન…
વધુ વાંચો >એળિયો
એળિયો : જુઓ કુંવારપાઠું.
વધુ વાંચો >એળુતચન કે. એન.
એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…
વધુ વાંચો >ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ
ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું.…
વધુ વાંચો >ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી
ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી : ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં આવેલા શહેર કૂનાબરાબ્રાનથી 29 કિમી. અંતરે સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (ઊંચાઈ, 1165 મી.) પાસે જ, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન સરકારોના સંયુક્ત ઉપક્રમે ચાલતી ઑબ્ઝર્વેટરી. તેમાં યુ. કે. સાયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા નિર્મિત 122 સેમી. શ્મિટ ટેલિસ્કોપ(f = 183 સેમી.)ને 1973થી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેના…
વધુ વાંચો >એંજલનો નિયમ
એંજલનો નિયમ : ઓગણીસમી સદીના જર્મન આંકડાશાસ્ત્રી એંજલે (Christian Lorenz Ernst Engel) વ્યક્તિની આવક અને તેમાંથી કરવામાં આવતી જુદા જુદા સ્વરૂપની વપરાશ વચ્ચેના પ્રમાણ અંગે તારવેલો સામાન્ય નિયમ. 1857માં એંજલે જર્મનીના સેક્સની પરગણાના ત્રણ વર્ગો – શ્રમિકો, મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ-ની આવક તથા વપરાશી ખર્ચની વિગતોને આધારે કૌટુંબિક અંદાજપત્રોના…
વધુ વાંચો >ઍંજલ્સ, ફ્રેડરિક
ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 28 નવેમ્બર 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 5 ઑગસ્ટ 1895, લંડન) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ…
વધુ વાંચો >એંજિનિયર, ફરોખ
એંજિનિયર, ફરોખ (જ. 25 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ભારતના ચપળ વિકેટકીપર તથા આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન. પારસી કુટુંબમાં જન્મ. મુંબઈની ડૉન બોસ્કો નામની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ. પરંતુ એ શાળામાં ક્રિકેટનું બૅટ ઝાલવાનો પ્રસંગ ન આવ્યો. પુણે ખાતે શિવાજી મિલિટરી સ્કૂલમાં ફરોખને ક્રિકેટના પાઠ શીખવા મળ્યા. શાળાકીય અભ્યાસ પૂરો થતાં માટુંગાની…
વધુ વાંચો >