૩.૧૬

ઍક્વા રિજિયાથી ઍટર્સી ક્રિશ્ચિયન લુડવિગ

ઍક્વા રિજિયા

ઍક્વા રિજિયા : સાંદ્ર નાઇટ્રિક ઍસિડનું તેનાથી ત્રણથી ચારગણા સાંદ્ર હાઇડ્રૉક્લૉરિક ઍસિડ સાથેનું મિશ્રણ. તે સુવર્ણ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓને ઓગાળી શકતું હોઈ તેનું આ નામ પાડવામાં આવ્યું છે. (તેનો અર્થ ‘શાહી પાણી’ થાય છે.) તેને અમ્લરાજ પણ કહે છે. આ મિશ્રણના પ્રબળ ઉપચાયક (oxidising) ગુણોનું કારણ નાઇટ્રોસિલ ક્લોરાઇડ…

વધુ વાંચો >

ઍક્વાયનસ, ટૉમસ

ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા. તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો…

વધુ વાંચો >

ઍક્વિનો, કોરાઝોન

ઍક્વિનો, કોરાઝોન (જ. 25 જાન્યુઆરી 1933 તારલેક ફિલિપાઇન્સ આઇલેન્ડઝ, યુ. એસ.; અ. 1 ઑગસ્ટ 2009 મકાતી, મેટ્રો મનિલા, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સ પ્રજાસત્તાકનાં પ્રમુખ તથા આધુનિક જમાનાનાં એક અગ્રણી મહિલા રાષ્ટ્રનેતા. પિતા જોસ કૉજુઆંગકો – સિનિયર તથા માતા ડિમિટ્રિયા સુમુલૉગનાં 6 સંતાનોમાં તેઓ ચોથું સંતાન. શરૂઆતનું શિક્ષણ સેન્ટ સ્કોલૅસ્ટિકા કૉલેજમાં (1938-45).…

વધુ વાંચો >

ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ.

ઍક્વિનો, બેનિગ્નો સાઇમન જુ. (જ. 27 નવેમ્બર 1932, તારલેક, ફિલિપાઇન્સ; અ. 21 ઑગસ્ટ 1983, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સમાં ફર્દિનાન્દ માકૉર્સના પ્રમુખપણા હેઠળ લશ્કરી કાયદાના અમલ દરમિયાન (1972-81) વિરોધપક્ષના પ્રમુખ નેતા. જનરલનું પદ (rank) ધરાવતા ફિલિપાઇન્સના એક ઉચ્ચ લશ્કરી અધિકારીના પૌત્ર, જમીનદાર તથા જાણીતા રાજકીય નેતાના પુત્ર. માત્ર 17 વર્ષની વયે તેઓ…

વધુ વાંચો >

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે. જોડિયા તારાની…

વધુ વાંચો >

એક્સ-કિરણચિત્રણ

એક્સ-કિરણચિત્રણ (radiography) : X-તેમજ γ-કિરણો વડે પદાર્થની છાયાકૃતિ (photo-shadowgraph) મેળવવાની રીત. 1855માં વિજ્ઞાની રૉંટગને X-કિરણોની શોધ કરી ત્યારથી વૈજ્ઞાનિક, વૈદકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે તેના વિવિધ ઉપયોગ પ્રચલિત બન્યા છે. પિસ્તોલ તથા પોતાની પત્નીના હાથનો સૌપ્રથમ રેડિયોગ્રાફ મેળવવાનું શ્રેય રૉંટગનને પોતાને ફાળે જાય છે. X-કિરણોના ઉત્પાદન માટે કૂલીજનળી તથા પ્રબળ X-કિરણ…

વધુ વાંચો >

એક્સ-કિરણો (ક્ષ-કિરણો)

એક્સ-કિરણો (ક્ષ-કિરણો) વિદ્યુતચુંબકીય વર્ણપટમાં, નાની તરંગલંબાઈ તરફ 0.05 Åથી 100 Åની મર્યાદામાં આવેલું અર્દશ્ય, વેધક (penetrating) અને આયનીકારક (ionising) શક્તિશાળી વિદ્યુતચુંબકીય વિકિરણ (તરંગો). [તરંગલંબાઈ માપવાનો માત્રક (unit) ઍન્ગસ્ટ્રૉમ છે, જેને સંજ્ઞામાં Å વડે દર્શાવાય છે. તે એક સેમી.નો દસ કરોડમો ભાગ છે, માટે  જર્મન ભૌતિકશાસ્ત્રી ગોલ્ડસ્ટાઇન (1850-1930), બ્રિટનના વિલિયમ ક્રુક્સ…

વધુ વાંચો >

એક્સકુકેરિયા

એક્સકુકેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ ધરાવતી નાનકડી પ્રજાતિ. તે કડવો અને ઝેરી ક્ષીરરસ ધરાવે છે અને જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. અમેરિકામાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ નોંધાઈ છે. Excoecaria agallocha Linn. (અં. ઍગેલોચા, બ્લાઇન્ડિંગ…

વધુ વાંચો >

એક્સકોલ્ઝિયા

એક્સકોલ્ઝિયા : અં. Californian poppy; લૅ. Eschscholzia californica Cham. કુળ Papayeraceaeનો, મધ્યમ ઊંચાઈનો, શિયાળુ મોસમ માટેનો એક વર્ષાયુ છોડ. હળદર જેવાં પીળાં, કેસરી પીળાં, બદામી કે ક્રીમ રંગનાં ફૂલ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂરા તડકામાં લોનની કિનારી પર ખીલતાં રમણીય લાગે છે. ફૂલ રકાબી આકારનાં અને આઠ-દસ સેમી. પહોળાં થાય છે. તે…

વધુ વાંચો >

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ : વિનિમય બજારમાં દરમિયાનગીરી કરવાના હેતુથી મધ્યસ્થ અંકુશ હેઠળ ભેગું કરવામાં આવેલું અસ્કામતોનું અલાયદું ભંડોળ. દેશના ચલણના વિનિમયદરમાં ટૂંકા ગાળામાં થતી અનિચ્છનીય ઊથલપાથલને અટકાવવા માટે સોના તથા વિદેશી ચલણ જેવી અસ્કામતોનો તેમાં સમાવેશ થતો હતો. 1930 પછી સુવર્ણધોરણની વ્યવસ્થા રદ થયા પછી દેશનો હૂંડિયામણનો દર બજારનાં પરિબળો…

વધુ વાંચો >

ઍગ્નેસી, મારિયા

Jan 16, 1991

ઍગ્નેસી મારિયા (જ. 16 મે 1718, મિલાન, ઇટાલી; અ. 9 જાન્યુઆરી 1799, મિલાન, ઇટાલી) : કલનગણિતને આવરી લેતા વિકલન-સંકલનના બે વિખ્યાત ગ્રંથો લખનાર અને ‘ઍગ્નેસીની ડાકણ’ નામે પ્રખ્યાત થયેલા વક્ર પર કામ કરનાર ઇટાલિયન મહિલા-ગણિતી. તેમના પિતા બોલોના યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. તેમની આ પુત્રી બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી હોવાથી…

વધુ વાંચો >

એગ્નૉન, શ્મુઅલ યોસેફ

Jan 16, 1991

એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની…

વધુ વાંચો >

એગ્રિકોલા, જ્યૉર્જિયસ

Jan 16, 1991

એગ્રિકોલા, જ્યૉર્જિયસ (જ. 24 માર્ચ 1494, ક્લોશાઉ, સેક્સની, જર્મની; અ. 21 નવેમ્બર 1555, શેમ્નિટ્ઝ) : જર્મન વિદ્વાન, વૈજ્ઞાનિક અને ચિકિત્સક. તેમને આધુનિક ખનિજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. 1514થી 1518 દરમિયાન લાઇપ્ઝિગ યુનિવર્સિટીમાં શિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1523માં ઇટાલી જઈને ઔષધશાસ્ત્ર, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને વેનિસમાં…

વધુ વાંચો >

એગ્લૉમરેટ

Jan 16, 1991

એગ્લૉમરેટ (agglomerate) : જ્વાળામુખીના પ્રસ્ફુટજન્ય ટુકડાઓનો બનેલો ખડક. 20થી 30 મિમી. કે તેથી વધુ વ્યાસવાળા ઓછાવત્તા પ્રમાણમાં ગોળાકાર કે અણીદાર ટુકડાઓ જેમાં વધુ હોય એવા જ્વાળામુખી-પ્રસ્ફુટનનો સમકાલીન પાયરોક્લાસ્ટિક ખડક  આંતરે આંતરે થતી જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયાને કારણે જ્વાળામુખીની આજુબાજુના વિસ્તારમાં ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થતો રહે છે. પ્રત્યેક પ્રસ્ફુટન બાદ શાંતિના સમયમાં જ્વાળામુખીની નળીની…

વધુ વાંચો >

ઍચિસન, ડીન

Jan 16, 1991

ઍચિસન, ડીન (જ. 19 એપ્રિલ 1893, મિડલટન, કનેક્ટિક્ટ; અ. 12 ઑક્ટો. 1971, સૅન્ડિ સ્પ્રિંગ, મેરીલૅન્ડ) : પ્રમુખ ટ્રુમેનના સમયમાં અમેરિકાના વિદેશમંત્રી (1949-1953) અને યુદ્ધોત્તર વર્ષોમાં વિદેશનીતિના અગ્રગણ્ય ઘડવૈયા. યેલ તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી વકીલાત કરી. પ્રમુખ રૂઝવેલ્ટે તેમને નાણાખાતાના ઉપસચિવ તરીકે 1933માં નીમ્યા. ત્યારબાદ 1941થી 1953 સુધીના ગાળામાં…

વધુ વાંચો >

એચેબૅ, ચિનુઆ

Jan 16, 1991

એચેબૅ, ચિનુઆ (જ. 16 નવેમ્બર 1930, ઑગિડી, નાઇજિરિયા; અ. 21 માર્ચ 2013, બૉસ્ટન, માસાચુસેટસ, યુ. એસ.) : નામાંકિત નવલકથાકાર. તેમણે ઇબાદન યુનિવર્સિટી કૉલેજમાંથી 1953માં અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવી. 1954માં તેમણે પ્રસારણ-સેવાની કારકિર્દી અપનાવી, અને વિદેશ પ્રસારણ વિભાગના નિયામક બન્યા. 1967-70ના નાઇજિરિયાના આંતરવિગ્રહ દરમિયાન તેઓ બિયૅફ્રાની સરકારની નોકરીમાં હતા. ત્યારબાદ…

વધુ વાંચો >

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો

Jan 16, 1991

એજવર્થ ફ્રાન્સિસ સિડ્રો (Edgeworth Francis Ysidro) (જ. 8 ફેબ્રુઆરી 1845, આયર્લેન્ડ; અ. 13 ફેબ્રુઆરી 1926, ઑક્સફર્ડ, ઑક્સફર્ડશાયર, ઇગ્લેન્ડ) : નવ્ય પ્રશિષ્ટવાદ (neo-classical) વિચારસરણીના સુવિખ્યાત અંગ્રેજ ગાણિતિક અર્થશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી. તેમની કેટલીક મૌલિક પરિકલ્પનાઓએ આર્થિક વિશ્લેષણની પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. ડબ્લિન તથા ઑક્સફૉર્ડમાં શિક્ષણ. પ્રથમ વર્ગમાં ઑનર્સ પદવી 1869માં મેળવી.…

વધુ વાંચો >

એજિયન સમુદ્ર

Jan 16, 1991

એજિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના ક્રીટ અને ર્હોડ્સ ટાપુઓની ઉત્તરે ગ્રીસ અને તુર્કીની વચ્ચે આવેલો સમુદ્રવિસ્તાર. 2,14,000 ચો.કિમી. તે લગભગ 640 કિમી. લંબાઈ અને સ્થાનભેદે 195થી 400 કિમી. પહોળાઈ ધરાવતો સમુદ્ર છે. તેની વધુમાં વધુ ઊંડાઈ, ક્રીટની પૂર્વે 3,436 મી. છે. એજિયન સમુદ્રમાંથી મારમરા સમુદ્રમાં થઈને કાળા સમુદ્રમાં પહોંચી શકાય…

વધુ વાંચો >

એજિયન સંસ્કૃતિ

Jan 16, 1991

એજિયન સંસ્કૃતિ : ગ્રીસની પૂર્વ બાજુએ આવેલા સમુદ્રના દ્વીપોમાં ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 1000ના ગાળામાં વિકસેલી સંસ્કૃતિ. ગ્રીસની દક્ષિણે આવેલો ક્રીટ ટાપુ આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. પુરાતત્વવિદ્ હેનરિક સ્લીમાન અને આર્થર ઈવાન્સના પ્રયત્નોથી વીસમી સદીની શરૂઆતમાં વિશ્વને આ સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો. ક્રીટના રાજાઓની ગ્રીક પરંપરા ‘મિનોસ’ તરીકે ઓળખાતી…

વધુ વાંચો >

એજિરીન

Jan 16, 1991

એજિરીન : એક પ્રકારનું ખનિજ. અન્ય નામ એકમાઇટ, એજિરાઇટ; વર્ગ : પાયરૉક્સિન; રા. બં. : NaFe3+ Si2O6 સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક; સ્વ. : પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, સોયાકાર, તંતુમય; રંગ : સામાન્યત: કથ્થાઈ, ક્વચિત્ લીલો; સં. : પ્રિઝમને સમાંતર સ્પષ્ટ સંભેદ; ચં. : કાચમય, પારદર્શકવત્થી અપારદર્શક; ક. : 6-6.5; વિ. ઘ.…

વધુ વાંચો >