૩.૧૫

એકરૂપતાવાદથી એકલૉગ્ઝ

એકરૂપતાવાદ

એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ…

વધુ વાંચો >

એકર્ટ, જોહન પ્રેસ્પર

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ…

વધુ વાંચો >

એક્લકંટો

એક્લકંટો : જુઓ શતાવરી.

વધુ વાંચો >

એકલ-ચરમાવસ્થા

એકલ-ચરમાવસ્થા (monoclimax) : જીવનસંઘર્ષનો સફળ સામનો કરી ઉજ્જડ નિકેત(niche)માં વનસ્પતિ-સમાજ દ્વારા કાયમ પ્રસ્થાપિત થવાની પરિઘટના. સંક્રમણકાળ દરમિયાન પ્રભાવ ધરાવ્યા પછી કાળક્રમે તે ગુમાવતાં વનસ્પતિ-સમાજમાં એક સભ્યનું સ્થાન બીજા સભ્યો લે છે. છેવટે પર્યાવરણ સાથે બધી રીતે અનુકૂલન પામેલા વનસ્પતિ-સમાજના સભ્યો ત્યાં સ્થાયી બને છે. આ વિચારધારાના આદ્યપ્રવર્તક ક્લિમેન્ટ્સ હતા. તેમના…

વધુ વાંચો >

એકલવ્ય

એકલવ્ય : મહાભારતનું એક પાત્ર. નિષાદોના રાજા હિરણ્યધનુનો પુત્ર. સત્યવાદી, નિષ્ઠાવાન, વિદ્યાવ્યાસંગી. દ્રોણાચાર્ય હસ્તિનાપુરમાં સૂતપુત્ર કર્ણ સહિત કૌરવો અને પાંડવોને શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવતા હતા. એમની આચાર્ય તરીકેની ખ્યાતિ ચોમેર ફેલાતાં દૂર દેશાવરોથી હજારો રાજાઓ અને રાજપુત્રો દ્રોણાચાર્ય પાસે ધનુર્વેદનું શિક્ષણ લેવા આવવા લાગ્યા. એ પ્રમાણે નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય પણ વિદ્યાર્જન…

વધુ વાંચો >

એકલવ્ય ઍવૉર્ડ

એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…

વધુ વાંચો >

એકલિંગજી

એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે. બે પહાડીઓના અંતરાલમાં…

વધુ વાંચો >

એકવીસ સેન્ટિમીટર વિકિરણ

એકવીસ સેન્ટિમીટર વિકિરણ : આંતરતારકીય અવકાશમાં તટસ્થ હાઇડ્રોજન દ્વારા 21 સેમી. તરંગલંબાઈએ થતું પ્રકાશનું લાક્ષણિક ઉત્સર્જન અથવા અવશોષણ. આપણા તારાવિશ્વમાં આવેલા ગરમ તેમજ ઠંડા હાઇડ્રોજનના જથ્થા ધરાવતા પ્રદેશોને H π અને H I કહેવામાં આવે છે. H Iવાળા શિથિલ હાઇડ્રોજનના પરમાણુઓના ઇલેક્ટ્રૉનની ભ્રમણધરી પ્રોટૉનની ભ્રમણધરીને સમાંતર હોય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >

એકાક્ષ ખનિજ

એકાક્ષ ખનિજ : જુઓ ઑપ્ટિક અક્ષ.

વધુ વાંચો >

એ. કાનન

એ. કાનન (જ. 18 જૂન 1920 ચેન્નાઇ, તમિલનાડુ: અ. 12 સપ્ટેમ્બર 2004 કોલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ…

વધુ વાંચો >

એકેડિયન ભાષા

Jan 15, 1991

એકેડિયન ભાષા : એકેડિયન લોકોની ભાષા. સેન્ટ લૉરેન્સ નદીના દૂરના પ્રદેશથી ન્યૂ ફ્રાંસના દરિયાકિનારાના પ્રદેશને જુદો પાડવા માટે ફ્રેંચોએ તેને ‘એકેડી’ નામ આપ્યું. ‘એકેડિયા’ શબ્દના ઉદભવ અંગે ભિન્ન ભિન્ન મત છે. એક અભિપ્રાય અનુસાર તેનો સંબંધ મિકમેક ઇન્ડિયન શબ્દ ‘ઍલ્ગેટિક’ (algatic) સાથે છે, જેનો અર્થ થાય છે છાવણી કે વસાહત.…

વધુ વાંચો >

ઍકેન્થસ

Jan 15, 1991

ઍકેન્થસ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ શુષ્કતારાગી (xerophilous) શાકીય કે ક્ષુપીય જાતિઓની બનેલી છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, દક્ષિણ અમેરિકા, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયા અને મલેશિયામાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની 7 જાતિઓ થાય છે. તેનાં સહસભ્યોમાં પીળો કાંટાશેળિયો, હરણચરો, શેલિયો, અરડૂસી અને ગજકરણીનો સમાવેશ…

વધુ વાંચો >

ઍકેન્થેસી

Jan 15, 1991

ઍકેન્થેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર  પર્સોનેલિસ, કુળ – ઍકેન્થેસી. આ કુળમાં 256 પ્રજાતિઓ અને લગભગ 2,765 જાતિઓનો સમાવેશ થયેલો છે. તેઓ મોટેભાગે ઉષ્ણ-પ્રદેશોમાં થતી હોવા…

વધુ વાંચો >

એકેશિયા

Jan 15, 1991

એકેશિયા : જુઓ બાવળ.

વધુ વાંચો >

એકેશ્વરવાદ

Jan 15, 1991

એકેશ્વરવાદ (monotheism) : ‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતાનું સમર્થન કરતી વિચારસરણી. ધર્મોના ઇતિહાસની ર્દષ્ટિએ એકેશ્વરવાદ એ અનેકદેવવાદ(polytheism)નો વિરોધી વાદ છે. યહૂદી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદનું પ્રતિપાદન અનેકદેવવાદના સ્પષ્ટ ખંડન સાથે થયેલું છે. વૈદિક ધર્મમાં અનેક દેવોના અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે એ હકીકતની સાથે એ પણ નોંધપાત્ર છે કે…

વધુ વાંચો >

એકો ઉપગ્રહ

Jan 15, 1991

એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં…

વધુ વાંચો >

એકોક્તિ

Jan 15, 1991

એકોક્તિ (monologue) : સાહિત્યમાં  ખાસ કરીને નાટકમાં  પ્રેક્ષકગણ સમક્ષ કે વિના પ્રયોજાતી એક પાત્ર કે વ્યક્તિની ઉક્તિરૂપ પ્રયુક્તિ. તેની દ્વારા ચિંતન અને ઊર્મિનો આવિષ્કાર થતો. ક્યારેક તેમાં દીર્ઘ સંભાષણ પણ હોય. પ્રેક્ષક માટે જે માહિતી અન્ય રીતે શક્ય ન હોય તે સ્વગતોક્તિ (soliloquy) દ્વારા રજૂ થતી. એકોક્તિ, સ્વગતોક્તિ અને સંવાદ…

વધુ વાંચો >

એકોનાઇટ

Jan 15, 1991

એકોનાઇટ : જુઓ વછનાગ.

વધુ વાંચો >

એકોનિટમ એલ.

Jan 15, 1991

એકોનિટમ એલ. (Aconitum L.) : જુઓ વછનાગ.

વધુ વાંચો >

એકોન્કાગુઆ

Jan 15, 1991

એકોન્કાગુઆ : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે વિસ્તરેલી ઍન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર. તે સમુદ્રની સપાટીથી આશરે 6,960 મીટરની ઊંચાઈ ધરાવે છે. ચિલીની પૂર્વે આર્જેન્ટીના દેશની સરહદે આવેલું, પશ્ચિમ ગોળાર્ધનું આ સર્વોચ્ચ શિખર એક મૃત જ્વાળામુખી છે. ફિટ્ઝજિરાલ્ડ નામના પર્વતારોહકની આગેવાની હેઠળ ઈ. સ. 1897માં આ સર્વોચ્ચ શિખરનું સફળ આરોહણ થયું હતું.…

વધુ વાંચો >