૩.૦૫
ઉત્સ્વેદનથી ઉદ્યાન
ઉત્સ્વેદન
ઉત્સ્વેદન (transpiration) : વધારાના પાણીનો વરાળસ્વરૂપે હવાઈ અંગો દ્વારા નિકાલ કરવાની વનસ્પતિની પ્રક્રિયા. તેને બાષ્પોત્સર્જન પણ કહે છે. ઉત્સ્વેદન કરતી સપાટીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડે છે : પર્ણરંધ્ર (stomata) દ્વારા થતું રંધ્રીય ઉત્સ્વેદન, અધિસ્તરના કોષો વચ્ચે થતું ત્વચીય (cuticular) ઉત્સ્વેદન અને વાતછિદ્ર (air pores) દ્વારા થતું ઉત્સ્વેદન. મોટેભાગે ઉત્સ્વેદનપ્રક્રિયા…
વધુ વાંચો >ઉથુપ, ઉષા
ઉથુપ, ઉષા (જ. 7 નવેમ્બર 1947, મુંબઈ) : જાણીતાં પૉપ ગાયિકા. મુંબઈના તમિળવાસી મધ્યમવર્ગ પરિવારમાં ઉછેર. જન્મથી દક્ષિણ ભારતીય હોવા છતાં બાળપણ મુંબઈમાં વીતેલું હોવાથી નાનપણથી જ પશ્ચિમના પૉપશૈલીના સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સીધા સંપર્કમાં આવ્યાં. મુંબઈની કૅથલિક કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી યુવક…
વધુ વાંચો >ઉદયન
ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને…
વધુ વાંચો >ઉદયન મંત્રી (11મી-12મી સદી)
ઉદયન મંત્રી (11મી-12મી સદી) : સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી. મરુમંડલ(મારવાડ)નો આ શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતી આવ્યો ને લાછિ નામે છીપણના સહકારથી ત્યાં વસી સંપત્તિવાન થયો. સમય જતાં એ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પ્રવેશ પામ્યો ને ઉદયન મંત્રી તરીકે ઓળખાયો. એ ખંભાતનો સ્થાનિક અધિકારી લાગે છે. ત્યાં એણે રાજપુત્ર કુમારપાલને આશ્રય…
વધુ વાંચો >ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી)
ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી) : ન્યાયવૈશેષિક પરંપરાના ધુરંધર વિદ્વાન. પોતાની કૃતિ ‘લક્ષણાવલી’ના અંતે પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે પોતે તેની રચના શક સંવત 906માં કરી છે. દરભંગાથી પૂર્વમાં 21 માઇલ પર કનકા નદીના પૂર્વકાંઠે આવેલ મઙરૌની ગામના એટલે હાલના બિહાર રાજ્યના મિથિલા ક્ષેત્રના તેઓ વતની હતા. તેમની કૃતિઓ : (1)…
વધુ વાંચો >ઉદયપુર
ઉદયપુર : ભારતની ભૂતપૂર્વ મેવાડ રિયાસતનું પાટનગર તથા ભારતના વર્તમાન રાજ્ય રાજસ્થાનના એક જિલ્લાનું મથક. 1568માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં આ નગર વસાવ્યું અને તેને પોતાની રિયાસતની નવી રાજધાની બનાવ્યું. દરિયાની સપાટીથી તે 762 મીટરની…
વધુ વાંચો >ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી
ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી (USO) : અમદાવાદના વેધશાળા ટ્રસ્ટે 1975માં ઉદેપુરના ફતેહસાગર સરોવરમાં એક ટાપુ ઉપર સ્થાપેલી વેધશાળા. તેનો મુખ્ય હેતુ પશ્ચિમ ભારતમાં સૌર નિરીક્ષણની અનુકૂળતા ઊભી કરવાનો છે, જેથી વિના વિક્ષેપ દીર્ઘ સમય સુધી સૂર્યનાં ઉચ્ચસ્થાનીય વિભેદનયુક્ત અવલોકનો કરી શકાય. 1973થી 74ના સમયગાળામાં ગુજરાત તથા રાજસ્થાનમાં ઘણાં સ્થળોની તપાસ કર્યા…
વધુ વાંચો >ઉદયપ્રભસૂરિ (તેરમી સદી)
ઉદયપ્રભસૂરિ (તેરમી સદી) : મંત્રી વસ્તુપાલના ગુરુ આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય. વસ્તુપાલ મંત્રીએ તેમને સૂરિપદથી સમલંકૃત કરેલા હતા. વસ્તુપાલના વિદ્યામંડલના અનેક વિદ્વાનો તથા સાહિત્યકારોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે ‘ધર્માભ્યુદય’ અપરનામ ‘સંઘપતિચરિત’ નામનું પંદર સર્ગનું કાવ્ય રચ્યું છે. મંત્રી વસ્તુપાલે સંઘપતિ બનીને ભારે દબદબાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોની યાત્રા કરી હતી,…
વધુ વાંચો >ઉદયશંકર
ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં…
વધુ વાંચો >ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ
ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ (જ. 24 એપ્રિલ 1892, ટંકારા, મોરબી તાલુકો; અ. 26 ફેબ્રુઆરી 1974, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર અને લેખક. માતા ડાહીબહેન અને પિતા વિઠ્ઠલદાસ. કોલકાતાથી એપ્રિલ 1922માં ‘નવચેતન’ માસિક પ્રગટ કર્યું. એ માસિક દ્વારા તેમણે ઘણા નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું હતું. કોલકાતામાં ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી…
વધુ વાંચો >ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર
ઉદ્ગાતા, ગોવિંદચંદ્ર (જ. 4 માર્ચ 1920, બાલાંગીર, ઓરિસા) : ઊડિયા ભાષાના વિદ્વાન, સમાલોચક અને અનુવાદક. તેમને સાહિત્યિક સમાલોચનાની કૃતિ ‘કાવ્યશિલ્પી ગંગાધર’ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ઓરિસાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયા તેમજ સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. રાજ્યની જુદી જુદી કૉલેજોમાં ઊડિયા…
વધુ વાંચો >ઉદ્ગીથ-2
ઉદ્ગીથ-2 : સામગાનનો મુખ્ય ભક્તિવિભાગ. ઉદ્ગાતાએ ગાયેલી તે ઉદ્ગીથ ભક્તિ. સામગાનના ભક્તિ, વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો પાંચ છે : પ્રસ્તાવ, ઉદગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદ્ગાતાનો સહાયક ઋત્વિજ હૂઁકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદ્ગાતા પોતે ૐકારના ઉચ્ચાર સાથે મુખ્ય…
વધુ વાંચો >ઉદ્ગીથ-3
ઉદ્ગીથ-3 : જુઓ સામગાનના વિભાગ.
વધુ વાંચો >ઉદ્દીપક અને ઉદ્દીપન
ઉદ્દીપક અને ઉદ્દીપન (catalyst and catalysis) ઉષ્માગતિકીય (thermodynamically) રીતે શક્ય રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર (વધારો-ઘટાડો) કરે, પણ પ્રક્રિયાને અંતે રાસાયણિક ર્દષ્ટિએ તેનામાં કોઈ ફેરફાર થયો ન હોય એવો પદાર્થ તે ઉદ્દીપક અને આવી પ્રક્રિયા તે ઉદ્દીપન. સામાન્ય વપરાશમાં પ્રક્રિયાના વેગને વધારનાર પદાર્થને ઉદ્દીપક કહે છે અને પ્રક્રિયાના વેગને ઘટાડનાર પદાર્થને…
વધુ વાંચો >ઉદ્ધવ
ઉદ્ધવ (ઈ.સ. 1544ના અરસામાં હયાત) : પાટણ(ઉ.ગુ.)ના આખ્યાનકાર ભાલણનો પુત્ર. તેને નામે બે કાવ્ય (1) રામાયણ (સુંદરકાંડ સુધી) અને (2) બભ્રૂવાહન આખ્યાન જાણવામાં આવેલાં છે. આમાંનું પહેલું કાવ્ય હરગોવિંદદાસ ગો. કાંટાવાળાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ તરફથી છપાવેલું, જ્યારે બીજું કાવ્ય અપ્રસિદ્ધ છે અને અત્યારે ભો. જે. વિદ્યાભવન(અમદાવાદ)ના હ.…
વધુ વાંચો >ઉદ્ભટ (ભટ્ટોદભટ)
ઉદ્ભટ (ભટ્ટોદભટ) (779-913) : કાશ્મીરનરેશ જયાપીડના સભાપંડિત તથા સુપ્રસિદ્ધ આલંકારિક વામનના સમકાલિક કાશ્મીરી પંડિત. તેમણે ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ની રચના કરી છે. તેનો મુખ્ય વિષય અલંકાર છે. આ કૃતિમાં ઉદભટે 41 અલંકારોનું નિરૂપણ કરી 100 જેટલાં ઉદાહરણ સ્વરચિત ‘કુમારસંભવ’ કે જેના ઉપર મહાકવિ કાલિદાસના ‘કુમારસંભવમ્’ મહાકાવ્યની છાયા છે, તેમાંથી આપ્યાં છે. અહીં નિરૂપિત…
વધુ વાંચો >ઉદ્યાચા સંસાર (1936)
‘ઉદ્યાચા સંસાર’ (1936) : પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર પ્રહલાદ કેશવ અત્રેનું નાટક. કરુણ અને ગંભીર સ્વરૂપના આ નાટકમાં ડૉ. વિશ્રામ અને કરુણાના દુ:ખપૂર્ણ સંસારનું ચિત્રણ છે. કરુણાનો પતિ ડૉ. વિશ્રામ બુદ્ધિમાન પણ વ્યસની ને બેજવાબદાર હોવાને લીધે સાત્વિક તથા માયાળુ સ્વભાવની કરુણાનું સુખમય સંસાર વિશેનું સ્વપ્ન છિન્નભિન્ન થાય છે, એટલું જ…
વધુ વાંચો >ઉદ્યાન
ઉદ્યાન (park) : કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ…
વધુ વાંચો >
ઉદ્ગીથ-1
ઉદ્ગીથ-1 (ઈ.સ.ની સાતમી શતાબ્દી) : ઋગ્વેદના એક ભાષ્યકાર. તેમનું ઋગ્વેદસંહિતા પરનું અપૂર્ણ ભાષ્ય ઉપલબ્ધ છે. ઋગ્વેદમંડલ 10-5-4થી 10-12-5 અને 10-83-6 સુધીનું ભાષ્ય હોશિયારપુરથી 1965માં પ્રસિદ્ધ થયેલ અનેક ટીકાવાળા ઋગ્વેદમાં મળે છે. ઉદ્ગીથના ભાષ્યની પુષ્પિકામાં મળતા શબ્દો પરથી વિદ્વાનો તેમને વલભીનિવાસી માને છે. આમ વેદ પર ભાષ્ય રચનાર ગુજરાતી વિદ્વાન તરીકે…
વધુ વાંચો >