૨૫.૨3
હોમરૂલ આંદોલનથી હોલો
હોમરૂલ આંદોલન
હોમરૂલ આંદોલન : ભારત માટે હોમરૂલ (સ્વરાજ) મેળવવા લોકમાન્ય ટિળક તથા શ્રીમતી એની બેસન્ટે શરૂ કરેલ આંદોલન. ટિળક છ વર્ષની કેદની સજા માંડલે(મ્યાનમાર)માં ભોગવીને જૂન 1914માં દેશમાં પાછા ફર્યા. તેમને લાગ્યું કે દેશની વાસ્તવિક પ્રગતિ તથા કલ્યાણ વાસ્તે ‘સ્વરાજ’ આવશ્યક હતું. પોતાના ધ્યેય તરીકે તેમણે ‘હોમરૂલ’ શબ્દ પસંદ કર્યો, કારણ…
વધુ વાંચો >હોમ હાન્યા (Holm Hanya)
હોમ, હાન્યા (Holm, Hanya) (જ. 3 માર્ચ 1893, જર્મની; અ. 3 નવેમ્બર 1992, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : જર્મન–અમેરિકન આધુનિક નર્તકી અને કૉરિયોગ્રાફર. મૂળ નામ જોહાના એકર્ટ કુન્ટ્ઝ (Johanna Eckert Kuntce). ફ્રેન્કફર્ટની અને હેલેરો ખાતે ડેલ્ક્રોઝની ઇન્સ્ટિટ્યૂટમાં નૃત્યનો અભ્યાસ કર્યા પછી હોમ ડ્રેસ્ડન ખાતેની મૅરી વિગ્મૅન્સ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા સમય માટે…
વધુ વાંચો >હોમાન્સ જ્યૉર્જ કાસ્પર
હોમાન્સ, જ્યૉર્જ કાસ્પર (જ. 11 ઑગસ્ટ 1910, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1989) : અમેરિકાના સમાજશાસ્ત્રી. ધનિક કુટુંબમાં જન્મ. કુટુંબનું સમૃદ્ધ પુસ્તકાલય જ તેમને શાળા કરતાં પણ વધુ શિક્ષણ આપનાર નીવડ્યું. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાં તેમણે જુનિયર ફેલોથી શરૂ કરીને ક્રમશ: ફૅકલ્ટી-ઇન્સ્ટ્રક્ટર, ઍસોસિયેટ…
વધુ વાંચો >હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન)
હોમિયોપથી (સમચિકિત્સાવિજ્ઞાન) : રોગોપચારનું એક વિલક્ષણ ચિકિત્સાવિજ્ઞાન. ગ્રીક શબ્દ ‘homois’ એટલે like (= સમ) અને ‘pathos’ એટલે suffering (= દર્દ) પરથી તેનું નામ હોમિયોપથી આપવામાં આવ્યું છે. તે ઍલૉપથી (allopathy) અને આયુર્વેદ પછી ત્રીજા ક્રમે આવતું વૈકલ્પિક ચિકિત્સાવિજ્ઞાન છે. હોમિયોપથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હૉનેમાનના નામ પરથી આ ચિકિત્સાપદ્ધતિને હૉનેમાનની ચિકિત્સાપદ્ધતિ…
વધુ વાંચો >હોમો
હોમો : માનવ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ. માનવ-ઉત્ક્રાંતિની કક્ષાઓ પૈકી સીધી અંગસ્થિતિ ધરાવતો માનવ-પ્રકાર. માનવ-ઉત્ક્રાંતિના ઇતિહાસમાં તેની કક્ષા છેલ્લી ગણાય છે. પ્રાણીઓ માટે કરેલા વર્ગીકરણ મુજબ, માનવને વંશ હોમિનિડી, શ્રેણી કેટાહ્રિની, ગણ અંગુષ્ઠધારી (Primates), ઉપગણ પુરુષાભ વાનર(કપિ anthrapoid apes)માં મૂકવામાં આવેલો છે. અંગુષ્ઠધારીઓનો બીજો એક ઉપગણ પ્રોસિમી પણ છે. કેનોઝોઇક…
વધુ વાંચો >હોમો-ઇરેક્ટસ
હોમો-ઇરેક્ટસ : ઘણાખરા નૃવંશશાસ્ત્રીઓ દ્વારા માન્ય ગણાતો, આજથી આશરે 15 લાખ વર્ષ અગાઉથી 3 લાખ વર્ષ અગાઉના ગાળામાં ઉત્ક્રાંતિ પામેલી માનવજાતિનો એક પ્રકાર. હોમો-ઇરેક્ટસનું શારીરિક માળખું લગભગ આજના માનવ જેવું જ હતું; પરંતુ તેનું મગજ થોડુંક નાનું હતું અને દાંત થોડાક મોટા હતા. તેની ઊંચાઈ 150 સેમી. જેટલી હતી અને…
વધુ વાંચો >હોમોનોઇઆ
હોમોનોઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની ક્ષુપ કે નાનાં વૃક્ષોની બનેલી નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી ન્યૂગિની સુધી થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. પાષાણભેદક(Homonoia riparia)ની પુષ્પીય શાખા Homonoia riparia Lour (સં. પાષાણભેદક, ક્ષુદ્ર પાષાણભેદ; તે. તનીકી, સિરિદામનું; ત. કટ્ટાલરી; ક. હોલેનાગે, નીરગંગીલે; મલ. કટ્આલ્લારી, વાંગી…
વધુ વાંચો >હોમ્સ આર્થર
હોમ્સ, આર્થર (જ. 14 જાન્યુઆરી 1890, હેબ્બર્ન, ડરહામ, ઇંગ્લૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1965, લંડન) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી. તેઓ સામાન્ય ભૂસ્તરશાસ્ત્ર, ખનિજવિદ્યા, ભૂભૌતિકશાસ્ત્ર તેમજ ભૂપૃષ્ઠ આકારિકી વિજ્ઞાન માટે જાણીતા છે. તેમણે કિરણોત્સારી માપન-પદ્ધતિથી ખડકોનાં વયનિર્ધારણ કરવાની પદ્ધતિ વિકસાવેલી. 1913માં તેમણે સર્વપ્રથમ વાર માત્રાત્મક ભૂસ્તરીય પદ્ધતિથી ખડકોનું વયનિર્ધારણ કરી શકાતું હોવાનું સૂચન…
વધુ વાંચો >હોમ્સ શેરલૉક
હોમ્સ, શેરલૉક : ડિટેક્ટિવ નવલકથાકાર સર આર્થર કૉનન ડૉઇલનું જગત-સાહિત્યમાં જાણીતું પાત્ર. શેરલોક જગત-મશહૂર ડિટેક્ટિવ છે. જોકે આ પ્રકારનું પાત્ર એડગર ઍલન પૉએ ‘ડુપિન’નું સર્જેલ. ડુપિન તરંગી અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે તો શેરલૉક લોકમાનસમાં કાયમ માટે વસી ગયેલ પાત્ર છે. ડૉઇલના આદરણીય પ્રાધ્યાપક ડૉ. જૉસેફ બેલ મેડિકલ કૉલેજમાં અધ્યાપન…
વધુ વાંચો >હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]
હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). (સર) ફ્રેડ હોયલ પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું…
વધુ વાંચો >હૉર્નબ્લેન્ડ
હૉર્નબ્લેન્ડ : એમ્ફિબોલ વર્ગનું અગત્યનું ખનિજ. આયનોસિલિકેટ. રાસા. બં. : (Ca, Na, K)2–3 (Mg, Fe2+, Fe3+, Al)5 (Si, Al)8 O22 (OH)2. સ્ફ. વર્ગ : મોનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબાથી ટૂંકા પ્રિઝમેટિક. આડછેદમાં ષટકોણીય દેખાય, ઊભા છેદમાં ર્હોમ્બોહેડ્રલ છેડાવાળા. દળદાર પણ મળે; ઘનિષ્ઠ, દાણાદાર, સ્તંભાકાર, પતરી કે રેસાદાર પણ હોય.…
વધુ વાંચો >હૉર્નિમેન બી. જી.
હૉર્નિમેન, બી. જી. (જ. 1873, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 15 ઑગસ્ટ 1947) : બ્રિટિશ મૂળના પ્રખર રાષ્ટ્રવાદી પત્રકાર અને સ્વતંત્રતાસેનાની. નામ બેન્જામિન. પિતાનું નામ વિલિયમ જેઓ બ્રિટનના શાહી નૌકાદળમાં અધિકારી હતા. માતાનું નામ સારાહ. પ્રાથમિક શિક્ષણ પોટર્સમાઉથની ગ્રામર સ્કૂલમાં લીધા બાદ અઢાર વર્ષની ઉંમરે તેઓ મિલિટરી અકાદમીમાં જોડાયા ખરા; પરંતુ કારકિર્દી…
વધુ વાંચો >હોર્ની કારેન
હોર્ની, કારેન (જ. 16 સપ્ટેમ્બર 1885, બ્લેકનહેમ, હેમ્બર્ગ, જર્મની; અ. 5 ડિસેમ્બર 1952, ન્યૂયૉર્ક, યુ.એસ) : બર્લિનમાં ફ્રૉઇડવાદી મનોવિશ્લેષક તરીકે તાલીમ પામ્યા પછી, ફ્રૉઇડની વિચારધારામાં સુધારા સૂચવીને, નવ મનોવિશ્લેષકોનું નેતૃત્વ કરનારાં જર્મન વિદુષી. તેમના પિતા વહાણના કૅપ્ટન હતા. તેમના વિશે તેમનાં સ્વજનોને ઘણી ગેરસમજો હતી. વળી તે પોતાને સુંદર માનતાં…
વધુ વાંચો >હોર્યુ જી નારા (જાપાન)
હોર્યુ જી, નારા (જાપાન) : જાપાનનું જાણીતું બૌદ્ધ મંદિર. સાતમી સદીનું વિશ્વનું સૌથી પ્રાચીન લાકડાકામમાં કરેલું હયાત બાંધકામ. ઉત્તર કોરિયાના કોગુર્યો રાજ્યના ચોન્ગામ્સાના હોકોજીના મંદિરને મળતું આવે છે. હોર્યુ જી, નારા (જાપાન) મૂળ હોર્યુ જી મંદિર 670માં આગમાં નાશ પામ્યું હતું. તેનો વર્તમાન કોન્ડો (મૂર્તિ-ખંડ) 18.5 મી. 15.2 મી. કદનો…
વધુ વાંચો >હૉર્વિટ્ઝ એચ. રૉબર્ટ
હૉર્વિટ્ઝ, એચ. રૉબર્ટ (જ. 8 મે 1947, શિકાગો) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અમેરિકીય આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1974માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં 1974થી બ્રેનરની જરૂરિયાતો પૂરી પાડવાની આનાકાનીને કારણે 1978માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં જોડાયા અને 1986માં તે પૂર્ણ સમયના પ્રાધ્યાપક બન્યા. એચ. રૉબર્ટ હૉર્વિટ્ઝ…
વધુ વાંચો >હોર્સપાવર
હોર્સપાવર : પાવરનો વપરાતો સામાન્ય એકમ (યુનિટ). એકમ સમયમાં કરેલું કાર્ય એટલે પાવર. બ્રિટિશ પદ્ધતિમાં (I.P. યુનિટમાં) એકમ સમયમાં 33,000 ફૂટ–પાઉન્ડ જેટલું કરેલું કાર્ય એટલે એક એકમ હોર્સપાવર છે. સાદા શબ્દોમાં મૂકીએ તો, 33,000 પાઉન્ડ વજનની વસ્તુને એકમ સમયમાં ઊંચકવા માટે કરવું પડતું કાર્ય એ એક હોર્સપાવર છે. સ્કૉટિશ ઇજનેર…
વધુ વાંચો >હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ)
હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ) : સ્તરભંગને કારણે સરકવાથી રચાતો ભૂમિભાગ. પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગમાં તનાવનાં પ્રતિબળોને કારણે જ્યારે ઓછામાં ઓછા બે લગભગ સમાંતર સ્તરભંગ ઉદભવે, જેમાં વચ્ચેનો ભાગ ઉપર તરફ ઊંચકાઈ આવે અને બાજુઓના ભાગ સ્થાયી રહે અથવા વચ્ચેનો ભાગ સ્થાયી રહે અને બાજુઓના ભાગ નીચે તરફ સરકીને દબાતા જાય…
વધુ વાંચો >હોલ (hole)
હોલ (hole) : સંયોજકતા પટ(valence band)માં ઇલેક્ટ્રૉનની સંપૂર્ણ ગેરહાજરી અથવા ઘનપદાર્થમાં સંયોજકતાપટના સર્વોચ્ચ સ્તરે આવેલી ખાલી સ્થિતિ. હોલ ઇલેક્ટ્રૉનના સમુદ્રમાં ઘન કણ તરીકે વર્તે છે, જે અવસ્થામાં ઇલેક્ટ્રૉન રહેલા હોય ત્યાંથી તે રિક્ત સ્થિતિ (હોલ) તરફ જાય છે. આ રીતે સહસંયોજક (covalent) બંધમાંથી છૂટો પડી જાય છે. આવો ઇલેક્ટ્રૉન મુક્ત…
વધુ વાંચો >હોલ-અસર
હોલ-અસર : ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતપ્રવાહ-ધારિત વાહકને રાખતાં મળતી અસર. વિદ્યુતધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતપ્રવાહ એકબીજાને કાટખૂણે રહે ત્યારે આ બંનેને કાટખૂણે વિદ્યુતક્ષેત્ર પેદા થવાની ઘટના. આ રીતે પેદા થતું વિદ્યુતક્ષેત્ર(EH) ને પ્રવાહ-ઘનતા (j) અને ચુંબકીય ફ્લક્સ-ઘનતા(B)નો સદિશ ગુણાકાર નીચે પ્રમાણે આપી…
વધુ વાંચો >હોલકર સરદારો
હોલકર સરદારો : હોલકર કુળના સરદારો તથા ઇન્દોરના શાસકો. ઈસુની 18મી સદી દરમિયાન મરાઠી પેશ્વાના ચાર મુખ્ય સરદારો હતા – હોલકર, સિંધિયા, ભોંસલે અને ગાયકવાડ. હોલકર પરિવારના મૂળ પુરુષો ભરવાડ જ્ઞાતિના હતા અને ગુજરાન માટે વિવિધ સ્થળોએ વસવાટ કરતા હતા. હોલકર પરિવારના પ્રથમ મુખ્ય પુરુષ મલ્હારરાવ હોલકર હતા. પુણે નજીકના…
વધુ વાંચો >