૨૨.૧૬
સલ્ફર ટ્રાયૉક્સાઇડથી સવિતા
સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ)
સલ્ફ્યુરિક ઍૅસિડ (ગંધકનો તેજાબ) : જલદ ખનિજ ઍસિડ. તે વિટ્રિયોલના તેલ (oil of vitriol) અથવા વિટ્રિયોલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2SO4. રાસાયણિક સંયોજનો પૈકી તે અત્યંત અગત્યનું હોઈ લગભગ દરેક દેશમાં તેનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે. પર્શિયન લેખક અબૂ બક્ર અલ રાઝીએ 940માં તેનો ઉલ્લેખ કરેલો…
વધુ વાંચો >સલ્ફ્યુરિલ ક્લોરાઇડ
સલ્ફ્યુરિલ ક્લોરાઇડ : કાર્બનિક સંશ્લેષણમાં એક અગત્યનો પ્રક્રિયક. તે ક્લૉરોસલ્ફ્યુરિક ઍસિડ, સલ્ફોનિલ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ક્લોરાઇડ, સલ્ફયુરિક ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફર (VI) ડાઇક્લોરાઇડ ડાયૉક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર SO2Cl2. ઉદ્દીપકની હાજરીમાં ક્લૉરોસલ્ફોનિક ઍસિડને ગરમ કરવાથી, અથવા સક્રિયકૃત (activated) કાર્બન અથવા ફેરિક ક્લોરાઇડ અથવા કપૂર જેવા ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) અને…
વધુ વાંચો >સવર્ગ સહસંયોજકબંધ
સવર્ગ સહસંયોજકબંધ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >સવલતી હૂંડી
સવલતી હૂંડી : જુઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ.
વધુ વાંચો >સવા (સુવા)
સવા (સુવા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anethum sowa Roxb ex Flem. syn. A. graveolens Linn. var. sowa Roxb.; A. graveolens Dc., Peucedanum sowa Roxb.; P. graveolens Benth. (સં. શતાહ્વા, શતપુષ્પા; મ. બાળંતશેપ; હિં. સોયા; બં. શુલ્ફા; ક. સબ્બાશિંગે; તે. સદાપા, શતાકુપી; તા. શડાકુપ્પિ;…
વધુ વાંચો >સવાઈ ગંધર્વ
સવાઈ ગંધર્વ (જ. 1886; અ. 12 સપ્ટેમ્બર 1952, પુણે) : શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના વિખ્યાત કલાકાર. તેમનું મૂળ નામ રામચંદ્રગણેશ કુંદગોલકર, પરંતુ સંગીતકલામાં તેમનું નૈપુણ્ય જોઈને તેમના પ્રશંસકો અને ચાહકોએ તેમને ‘સવાઈ ગંધર્વ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા અને તે જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી તેમનો અવાજ શાસ્ત્રીય સંગીતની…
વધુ વાંચો >સવાઈ જયસિંહ
સવાઈ જયસિંહ : જુઓ જંતરમંતર.
વધુ વાંચો >સવાઈ માધવરાવ
સવાઈ માધવરાવ (જ. 19 એપ્રિલ 1774, પુરંદર; અ. 27 ઑક્ટોબર 1795) : નારાયણરાવ પછી થયેલો પેશ્વા. પેશ્વા નારાયણરાવના અવસાન પછી તેને ત્યાં જે પુત્રનો જન્મ થયો તે સવાઈ માધવરાવ. સવાઈ માધવરાવ 40 દિવસનો થતાં, છત્રપતિ રામરાજાએ પેશ્વાપદનાં વસ્ત્રો અને રાજ્યચિહ્નો પુરંદરમાં એક ખાસ દરબાર ભરી સવાઈ માધવરાવને પહેરાવી 28 મે,…
વધુ વાંચો >સવાઈ માધોપુર
સવાઈ માધોપુર : રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 45´થી 27° 14´ ઉ. અ. અને 75° 59´થી 77° 23´ પૂ. રે. વચ્ચેનો 10,527 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અલ્વર, ઈશાનમાં ભરતપુર, પૂર્વમાં ધોલપુર, અગ્નિકોણમાં ચંબલ નદીથી અલગ…
વધુ વાંચો >સવાતવક્ષ (pneumothorax)
સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે…
વધુ વાંચો >સલ્ફર ટ્રાયૉક્સાઇડ
સલ્ફર ટ્રાયૉક્સાઇડ : સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ઉપયોગી એવો ગંધક(સલ્ફર)નો એક અગત્યનો ઑક્સાઇડ. સૂત્ર SO3 [સલ્ફર(VI) ઑક્સાઇડ]. બનાવવાની પદ્ધતિઓ : મોટા પાયા પર સલ્ફર ટ્રાયૉક્સાઇડનું ઉત્પાદન 400°થી 665° સે. તાપમાને સલ્ફર ડાયૉક્સાઇડના ઉદ્દીપકીય (catalytic) ઉપચયન દ્વારા મેળવાય છે. ઉદ્દીપક તરીકે વૅનેડિયમ પેન્ટૉક્સાઇડ (V2O5) વપરાય છે. જોકે આ માટે પ્લૅટિનમ ધાતુ, નિકલ…
વધુ વાંચો >સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ]
સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ] : ગંધક(sulphur)નું ઑક્સિજન સાથેનું વાયુરૂપ સંયોજન. સૂત્ર SO2. વ્યાપારી દૃષ્ટિએ તેનું મોટા પાયા પર ઉત્પાદન ગંધકને હવામાં બાળીને અથવા પાયરાઇટ (FeS2) જેવા અયસ્કોના ભૂંજન (roasting) દ્વારા કરવામાં આવે છે. S + O2 → SO2 4FeS2 + 11O2 → 2Fe2O3 + 8SO2 સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટે…
વધુ વાંચો >સલ્ફાઇટ
સલ્ફાઇટ : અસ્થાયી એવા સલ્ફ્યુરસ ઍસિડ (H2SO3)માંથી મેળવાતા ક્ષાર (salt) અથવા એસ્ટર (ester). ક્ષારો ટ્રાઇ-ઑક્સોસલ્ફેટ(VI) આયન ધરાવે છે, જેમાં ઑક્સો-એનાયનમાંના સલ્ફરનો ઉપચયનાંક (oxidation number) +4 હોય છે. આ ઉપચયનાંક સલ્ફરના વિવિધ ઉપચયનાંકોની પરાસમાં વચ્ચેનો છે. આથી સલ્ફાઇટ ક્ષારો સંજોગો પ્રમાણે ઉપચયનકર્તા (oxidant) તેમજ અપચયનકર્તા (reductant) એમ બંને રીતે વર્તી શકે…
વધુ વાંચો >સલ્ફાઇડ (sulphide)
સલ્ફાઇડ (sulphide) : સલ્ફરનાં વધુ વિદ્યુત-ધનાત્મક (electropositive) તત્ત્વો સાથેનાં અકાર્બનિક સંયોજનો (દા.ત., સોડિયમ સલ્ફાઇડ) અથવા બે હાઇડ્રોકાર્બન સમૂહ સાથે જોડાયેલ S-સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. અધાતુ તત્ત્વો સાથેના સલ્ફરનાં સંયોજનો સહસંયોજક પ્રકારનાં હોય છે; દા.ત., હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S. ધાતુઓ S2 આયન ધરાવતા આયનિક સલ્ફાઇડ આપે છે. આમ તે H2Sનાં લવણો (salts)…
વધુ વાંચો >સલ્ફાઇડ-સમૃદ્ધિ-નિક્ષેપો
સલ્ફાઇડ–સમૃદ્ધિ–નિક્ષેપો : ભૂપૃષ્ઠમાં ઓછી ઊંડાઈએ ઑક્સીભૂત નિક્ષેપોમાંથી ટપકી ટપકીને જમાવટ પામતા પરિણામી નિક્ષેપો. ઑક્સીભૂત વિભાગમાંથી સ્રવીને ધાત્વિક દ્રાવણો જ્યારે ભૂગર્ભ જળસપાટીથી નીચે તરફ પહોંચે છે ત્યારે ત્યાં મુક્ત ઑક્સિજનની ઉપલબ્ધિ ન હોવાથી, સ્રાવદ્રવ્ય પરિણામી સલ્ફાઇડ (secondary sulphide) સ્વરૂપે જમા થાય છે. ઑક્સીભૂત વિભાગમાંથી છૂટાં પડેલાં ધાત્વિક દ્રવ્યો અહીં અગાઉથી અસ્તિત્વ…
વધુ વાંચો >સલ્ફેટ
સલ્ફેટ : સલ્ફ્યુરિક ઍસિડ સાથે સંબંધિત ક્ષાર (લવણ, salt) અથવા એસ્ટર (ester). કાર્બનિક સલ્ફેટ સંયોજનોનું સૂત્ર R2SO4 છે; જેમાં R એ કાર્બનિક સમૂહ છે. સલ્ફેટ ક્ષારો એવાં સંયોજનો છે કે જેમાં સલ્ફ્યુરિક ઍસિડમાંથી મળતો સલ્ફેટ આયન, , હોય છે. સલ્ફેટ આયન એ સલ્ફર ધરાવતો એવો ઑક્સો-એનાયન (oxoanion) છે કે જેમાં…
વધુ વાંચો >સલ્ફોનેમાઇડ (sulphonamide)
સલ્ફોનેમાઇડ (sulphonamide) : કાર્બસલ્ફર (organosulphur) સંયોજનો પૈકી સલ્ફોનેમાઇડો (sulphonamido) (SO2NH2) સમૂહ ધરાવતાં સંયોજનોનો એક વર્ગ. તેઓ સલ્ફોનિક ઍસિડોનાં એમાઇડ સંયોજનો છે. સલ્ફોનેમાઇડો સમૂહમાંના નાઇટ્રોજન પર જુદા જુદા પરિસ્થાપકો (substituents) દાખલ કરવાથી સલ્ફા-ઔષધો (sulpha-drugs) તરીકે ઓળખાતાં વિવિધ ઔષધો મળે છે. 1934માં જર્મન વૈજ્ઞાનિક ગેરહાર્ડ ડૉમાગ્ક દ્વારા સ્ટ્રૅપ્ટોકોકાઈ(streptococci)નો ચેપ લાગેલા ઉંદરોને પ્રોન્ટોસિલ…
વધુ વાંચો >સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર)
સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર) : રાસાયણિક સમૂહ – SO2NH2 ધરાવતાં સંયોજનો. જે કોઈ સંયોજન આ સમૂહ ધરાવતું હોય અને ખાસ કરીને જીવાણુ દ્વારા લાગતા ચેપના ઉપચાર માટે વપરાતું હોય તે સલ્ફોનેમાઇડ કહેવાય છે. કેટલાંક બહુમૂત્રલો (diuretics) તથા મધુપ્રમેહ માટે વપરાતાં ઔષધોનો પણ આમાં સમાવેશ કરાય છે. જીવાણુ દ્વારા લાગતા ચેપ સામે…
વધુ વાંચો >સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)
સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ…
વધુ વાંચો >સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation)
સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation) : અણુ અથવા આયનની સંરચના(structure)માં રહેલ હાઇડ્રોજનને સ્થાને સલ્ફોનિક ઍસિડ (SO3H) સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા (સલ્ફોનેશન); કાર્બન સાથે OSO2OH સમૂહ જોડાઈને ઍસિડ સલ્ફેટ (ROSO2OH) બનાવવાની અથવા બે કાર્બન પરમાણુઓ વચ્ચે SO4 સમૂહ જોડાઈને સલ્ફેટ, ROSO2OR બનાવવાની રાસાયણિક પ્રક્રિયા તે સલ્ફેશન. સલ્ફોનેશનના પ્રકારોમાં ઍલિફૅટિક સંયોજનોને મુકાબલે…
વધુ વાંચો >