૨૦.૨૩

વીમાવિજ્ઞાનથી વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ

વીમાવિજ્ઞાન

વીમાવિજ્ઞાન : અકસ્માત કે મોટી દુર્ઘટનાથી વ્યક્તિ કે સંસ્થાને થતા આર્થિક નુકસાનનું વળતર મળી શકે તે પ્રકારની વ્યવસ્થાના પાયામાં રહેલા સિદ્ધાંતો. માનવજીવન અનેક જોખમોથી ભરેલું છે. જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવી જોખમ અને જોખમથી થતા નાણાકીય નુકસાન પ્રત્યે સભાન બનતો ગયો છે. જોખમની વ્યાખ્યા એ…

વધુ વાંચો >

વીમો

વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના…

વધુ વાંચો >

વીર

વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને…

વધુ વાંચો >

વીરજી

વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…

વધુ વાંચો >

વીરધવલ

વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે…

વધુ વાંચો >

વીરન અળગુમુથુ (થેની)

વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું…

વધુ વાંચો >

વીર નર્મદ

વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…

વધુ વાંચો >

વીરનિર્વાણ સંવત

વીરનિર્વાણ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વીરપુર

વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ…

વધુ વાંચો >

વીરપ્પન, કે. મુથુસ્વામી

વીરપ્પન, કે. મુથુસ્વામી (જ. 1952, ગોપીનાથમ્, કર્ણાટક; અ. 18 ઑક્ટોબર 2004, પપરાપત્તિ, ધરમપુરી, તામિલનાડુ) : જઘન્ય ગુનેગારી માટે ભારતભરમાં કુખ્યાત બનેલો અને જેને જીવતો અથવા મરેલો પકડવા માટે તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોની સરકારો અને પોલીસે પુષ્કળ ભોગ આપેલો તે દંતકથારૂપ ડાકુ. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં ગીચ જંગલોમાં અને અંશત: કેરળ…

વધુ વાંચો >

વીરપ્પા મોઈલી, એમ.

Feb 23, 2005

વીરપ્પા મોઈલી, એમ. (જ. 12 જાન્યુઆરી 1940, મારપદી, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ લેખક. મૈસૂર યુનિવર્સિટીમાંથી બી. એ. અને બૅંગાલુરુ યુનિવર્સિટીમાંથી બી. એલ., ઍડવોકેટ તથા કર્ણાટક વિધાનસભાના સભ્ય અને સક્રિય રાજકારણી તરીકેની કારકિર્દી. અનેક સત્ર સુધી વિધાનસભાના સભ્ય રહ્યા. લઘુઉદ્યોગોના મંત્રી (1974-78); પ્રવાસન, આયોજન તથા સહકારના મંત્રી (1980-83); શિક્ષણમંત્રી,…

વધુ વાંચો >

વીર બલ્લાલ સંવત

Feb 23, 2005

વીર બલ્લાલ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

વીરભદ્ર

Feb 23, 2005

વીરભદ્ર : શિવનો મુખ્ય ગણ અને સેનાપતિ. શિવના સસરા દક્ષે યજ્ઞ કર્યો જેમાં શિવ અને સતીને નિમંત્રણ અપાયું નહિ આથી અપમાનિત થવાથી ક્રોધે ભરાયેલા શિવે પોતાની જટા પછાડી જેનાથી વીરભદ્ર પ્રગટ થયા. શિવના આદેશથી વીરભદ્રે પણ  દક્ષના યજ્ઞનો ધ્વંશ કર્યો અને ઉપસ્થિત થયેલા ઋષિઓ વગેરેની પણ દુર્દશા કરી. યજ્ઞ ધ્વંસ…

વધુ વાંચો >

વીરભદ્રપ્પા, કંવર

Feb 23, 2005

વીરભદ્રપ્પા, કંવર (જ. 1 ઑક્ટોબર 1953, કોટ્ટુર, જિ. બેલ્લારી, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર તથા વાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. કર્નૂલમાં ગૂલ્યાન ખાતે જિલ્લા પ્રજા પરિષદ હાઈસ્કૂલમાં અધ્યાપન. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની જાણીતી નવલકથાઓમાં ‘કપ્પુ’ (1981); ‘બેલી મટ્ટુ હોબા’ (1982); ‘કેન્ડડ માલે’ (1988)…

વધુ વાંચો >

વીરભદ્ર શિવની પ્રતિમા

Feb 23, 2005

વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો…

વધુ વાંચો >

વીરભાન સંત

Feb 23, 2005

વીરભાન સંત (ઈ. સ.ની 16મી સદી) : એક હિંદી સંત અને સતનામી પંથના પ્રવર્તક. તેઓ નારનૌલના રહેવાસી હતા. સાધ સંપ્રદાયી ઉદાદાસના તેઓ પટ્ટશિષ્ય હતા. તેમની પદ્યરચના વાણીના નામે સંકલિત કરેલી છે. તેમનાં આનાથી વધારે પદો ‘આદિ-ઉપદેશ’ નામે ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં તે સંપ્રદાયના નીતિનિયમો પણ દર્શાવ્યા છે. પરમેશ્વરને…

વધુ વાંચો >

વીરમગામ

Feb 23, 2005

વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની  ઉત્તરે અને પૂર્વે મહેસાણા  જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…

વધુ વાંચો >

વીરમગામ સત્યાગ્રહ

Feb 23, 2005

વીરમગામ સત્યાગ્રહ (1930-32) : સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ મુકામે મીઠાના કાનૂનભંગ માટે થયેલ સત્યાગ્રહ. ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી મણિલાલ કોઠારી સત્યાગ્રહ-સંગ્રામ અંગે ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ગયા અને ગાંધીજીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વીરમગામમાં મીઠાના કાનૂનભંગના સત્યાગ્રહ માટે મંજૂરી આપી અને વીરમગામ સત્યાગ્રહની…

વધુ વાંચો >

વીરમ મુનિવર

Feb 23, 2005

વીરમ મુનિવર (જ. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; અ. 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

વીર માંગડાવાળો (ચલચિત્ર)

Feb 23, 2005

વીર માંગડાવાળો (ચલચિત્ર) : હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક શ્રી રામાનંદ સાગરની જાણીતી નિર્માણસંસ્થા સાગર આર્ટ કૉર્પોરેશને સૌપ્રથમ 1976માં નિર્મિત કરેલું ગુજરાતી ચિત્ર. ચિત્રના નિર્માતા સુભાષ સાગર, સહનિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદી. દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી. કથા-પટકથા-સંવાદ રામજીભાઈ વાણિયા અને ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. વીર માંગડાવાળો અને પદ્માવતીની શૌર્ય અને વીરતાથી સભર આ અમર…

વધુ વાંચો >