૧.૧૫

અભિસરણતંત્રથી અમાત્ય

અભિસરણતંત્ર

અભિસરણતંત્ર (Circulatory system) પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર. પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે…

વધુ વાંચો >

અભિસંધાન

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું…

વધુ વાંચો >

અભેદ્ય અને ભેદ્ય ખડકો

અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…

વધુ વાંચો >

અભ્યન્તર

અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે…

વધુ વાંચો >

અભ્યંકર કાશીનાથ વાસુદેવ

અભ્યંકર, કાશીનાથ વાસુદેવ (જ. 7 ઑગસ્ટ 1890, પુણે; અ. 1 ડિસેમ્બર 1976, પુણે) : ભારતના અર્વાચીન યુગના અગ્રણી સંસ્કૃત વૈયાકરણી. કિશોરાવસ્થામાં પિતાશ્રી મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર અને ગુરુશ્રી રામશાસ્ત્રી ગોડબોલે પાસે પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ અને ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’, હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ‘મનોરમા ટીકા’, નાગેશ ભટ્ટના ‘પરિભાષેન્દુશેખર’, ‘શબ્દેન્દુશેખર’ તેમજ પતંજલિના ‘મહાભાષ્ય’નો અભ્યાસ…

વધુ વાંચો >

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી

અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા,…

વધુ વાંચો >

અભ્યુપગમતર્ક

અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર…

વધુ વાંચો >

અભ્યુપગમવાદ

અભ્યુપગમવાદ : પ્રતિવાદીનો મત વાદીને ઇષ્ટ ન હોય તોપણ તે મતના બળનું નિરીક્ષણ કરવા માટે, તે મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરવામાં આવે અને પછી પોતાના મતને સાચો અને પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા વાદ (નિશ્ર્ચિત પ્રકારની ચર્ચા) કરવામાં આવે તે ચર્ચાપદ્ધતિ. (प्रतिवादिचलनिरीक्षणार्थम् अनिष्टम् स्वीकरणम्). આ અભ્યુપગમવાદ પ્રૌઢિવાદ જેવો છે. પ્રૌઢિવાદ અર્થાત્…

વધુ વાંચો >

અમજદઅલીખાં

અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો…

વધુ વાંચો >

અમતેરસુ–સૂર્યદેવી

અમતેરસુ–સૂર્યદેવી : જાપાનમાં પ્રચલિત શિન્તો ધર્મની દેવસૃષ્ટિમાં અમતેરસુ–સૂર્યદેવીની પૂજાનું મહત્વ વિશેષ છે. ઈસે નામના ધાર્મિક સ્થળે સૂર્યદેવીના માનમાં એક મંદિર બાંધવામાં આવ્યું છે અને ત્યાં પ્રજા અને સરકાર તરફથી દર વર્ષે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને ઉત્સવ રૂપે મનાવવામાં આવે છે. આ પૂજા અમુક પ્રકારે કરવી એ…

વધુ વાંચો >

અમદાવાદ

Jan 15, 1989

અમદાવાદ  ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…

વધુ વાંચો >

અમદાવાદ (જિલ્લો)

Jan 15, 1989

અમદાવાદ (જિલ્લો) : સ્થાન, સીમા અને વિસ્તાર : ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહાનગર. તે 210 48’થી 230 30′ ઉ. અ. અને 710 37’થી 730 02′ પૂ. રે. વચ્ચેનો 8,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ગાંધીનગર અને મહેસાણા, ઈશાનમાં…

વધુ વાંચો >

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

Jan 15, 1989

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી : પ્રવર્તાવાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનના એક ભાગરૂપે રાષ્ટ્રીય કેળવણી નિમિત્તે શિક્ષણસંસ્થાઓનું લોકશાહી ઢબે સંચાલન કરતી સંસ્થા. ત્રીસીના દાયકામાં અમદાવાદના ભાસ્કરરાવ મેઢ, જીવણલાલ દીવાન ને બળવંતરાય પરમોદરાય ઠાકોર જેવા રાષ્ટ્રભક્ત સામાજિક કાર્યકરોએ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે લોકોના સહકારથી લોકો માટેની સંસ્થાઓ સ્થાપવા સંકલ્પ કર્યો. એની સિદ્ધિ કાજે તા. 15-5-1935ના રોજ અમદાવાદ…

વધુ વાંચો >

અમદાવાદ ઍસોસિયેશન

Jan 15, 1989

અમદાવાદ ઍસોસિયેશન : બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા સ્થપાયેલું મંડળ. સ્થાપના અમદાવાદમાં 1872માં. તે ‘બૉમ્બે ઍસોસિયેશન’ની શાખા તરીકે કામ કરતું હતું. તે બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા માગતું હતું. તેના તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શિક્ષિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય તે પ્રકારની…

વધુ વાંચો >

અમદાવાદ નગરપાલિકા/મહાનગરપાલિકા

Jan 15, 1989

અમદાવાદ નગરપાલિકા/મહાનગરપાલિકા : ભારતના છઠ્ઠા નંબરના આ મહાનગરના ઇતિહાસની જેમ તેની મહાનગરપાલિકાનો ઇતિહાસ પણ ઊજળો અને અદ્વિતીય છે, તે એ અર્થમાં કે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ઉદય પહેલાં આ શહેરના નાગરિકોએ પાયાની નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સ્વૈચ્છિક રીતે કર આપવાનું સ્વીકારેલું. શહેરના લાભ માટે કેટલી જકાત (octroi duty) લેવી…

વધુ વાંચો >

અમદાવાદ મિલમાલિક મંડળ

Jan 15, 1989

અમદાવાદ મિલમાલિક મંડળ : અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે 1861માં સૌપ્રથમ કાપડની મિલ સ્થાપ્યા પછી વધુ મિલો સ્થપાતી જતી હતી. આથી ઉદય પામતા મિલઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવા તેના અગ્રેસરો રણછોડલાલ છોટાલાલ, મંગળદાસ ગીરધરદાસ, મનસુખભાઈ ભગુભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા મિલમાલિકોએ 1891માં અમદાવાદ મિલમાલિક મંડળની સ્થાપના કરી. રણછોડલાલ છોટાલાલ તેના પ્રથમ પ્રમુખ બન્યા.…

વધુ વાંચો >

અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ

Jan 15, 1989

અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ : અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓનું સહિયારું મંડળ. તેની સ્થાપના 1930માં સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી થઈ હતી. તેનો મુખ્ય આશય અધિકારીઓ અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે એ હતો. માલિકોની પહેલથી કર્મચારીઓ અને કામદારોના મંડળની સ્થાપના થઈ હોય એવો બનાવ વિશ્વનાં મજૂરમંડળોના ઇતિહાસમાં આ…

વધુ વાંચો >

અમરકંટક

Jan 15, 1989

અમરકંટક : પ્રાચીન વિદર્ભ દેશમાં આવેલું નર્મદા અને શોણ નદીનું ઉદગમસ્થાન. મધ્ય પ્રદેશમાં રીવાથી 256 કિમી. દૂર સપ્તકુલ પર્વતો પૈકીના ઋક્ષપર્વત પર જમીનથી 762.5 મીટર ઊંચે આ સ્થાન આવેલું છે. નર્મદાનો ઉદગમ ત્યાં એક પર્વતકુંડમાંથી થયેલો બતાવાય છે, પણ વાસ્તવિક ઉદગમ એનાથી થોડે દૂર સોમ નામની ટેકરીમાંથી થાય છે. બાણભટ્ટે…

વધુ વાંચો >

અમરકોશ

Jan 15, 1989

અમરકોશ : સંસ્કૃત ભાષાનો પ્રાચીન શબ્દકોશ. લેખક અમરસિંહ. સહેલાઈથી યાદ રહે તે માટે કોશની છંદોબદ્ધ રચના કરેલી. તેનું વાસ્તવિક નામ અમરસિંહે ‘નામલિંગાનુશાસન’ આપેલું. તેમાં નામ અર્થાત્ સંજ્ઞા અને તેના લિંગભેદનું અનુશાસનશિક્ષણ છે. તેમાં અવ્યયો છે, પણ ધાતુ (ક્રિયાપદ) નથી. આ કોશમાં સાધારણ શબ્દો સાથે અપરિચિત લાગે તેવા શબ્દો ભરપૂર છે.…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (12મી સદી)

Jan 15, 1989

અમરચંદ્રસૂરિ (12મી સદી) : નાગેંદ્રગચ્છના વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓ ‘નાગેન્દ્રગચ્છ’ના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં જ સમર્થ આચાર્યોને વાદવિવાદમાં હરાવ્યા હતા, તેથી રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય અમરચંદ્રસૂરિને ‘સિંહશિશુક’ અને આનંદસૂરિને ‘વ્યાઘ્રશિશુક’ એવાં બિરુદો આપ્યાં હતાં. આચાર્ય અમરચંદ્રસૂરિએ ‘સિદ્ધાંતાર્ણવ’ નામનો…

વધુ વાંચો >