૧.૦૯
અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈથી અનુભવબિંદુ
અનંતમૂર્તિ, યુ. આર.
અનંતમૂર્તિ, યુ. આર. (જ. 21 ડિસેમ્બર 1932, થીરથાહલ્લી, તા. શિમોગા, જિ. કર્ણાટક, અ. 22 ઑગસ્ટ 2014, બૅંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ લેખક. સ્વાતંત્ર્યોત્તર કાળના કન્નડ સાહિત્યમાં અનંતમૂર્તિનું આગવું સ્થાન છે. બૅંગ્લોરની મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી લીધી. પછી ઇંગ્લૅન્ડ જઈને પીએચ.ડી. થયા. એમણે નવલકથા, નાટક, કવિતા તથા વિવેચન…
વધુ વાંચો >અનંતમૂળ
અનંતમૂળ : જુઓ, ઉપલસરી.
વધુ વાંચો >અનંતશયન
અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને…
વધુ વાંચો >અનંતી
અનંતી (infinity) ∞ : મર્યાદિત સંખ્યાની વિરુદ્ધ અર્થ દર્શાવતી અને અમર્યાદિત રીતે વધતી જતી સંખ્યા. સંજ્ઞા : ∞. અનંતી, અનંત ગણો (sets) અને અનંત પ્રક્રિયાઓ (operations) ગણિતના અધ્યયનમાં અને વિકાસમાં ઘણા મહત્વના ખ્યાલો છે. પ્રખર ગણિતશાસ્ત્રી ડેવિડ હિલ્બર્ટે આધુનિક ગણિતને અનંતીનું વિજ્ઞાન ગણાવ્યું છે. તેમના મતે અનંતીનો ખ્યાલ માનવીની સૌથી વધુ…
વધુ વાંચો >અનાઈમૂડી
અનાઈમૂડી : તામિલનાડુ રાજ્યના કૉઇમ્બતૂર જિલ્લામાં તેમજ કેરળ રાજ્યમાં પથરાયેલી અનાઈમલય પર્વતમાળાનું એક શિખર. ભૌગોલિક સ્થાન : 100 10´ ઉ. અ. અને 770 04´ પૂ. રે. કોડાઈ કેનાલની દક્ષિણે આવેલું આ શિખર 2,695 મીટરની ઊંચાઈ ધરાવે છે. અનાઈમલયનો અર્થ હાથીઓનો પર્વત અને અનાઈમૂડીનો અર્થ હાથીનું મસ્તક એવો થાય છે. અહીંનું…
વધુ વાંચો >અનામત કિંમત
અનામત કિંમત (reservation price) : કિંમતની એવી લઘુતમ સપાટી, જે સપાટીએ વિક્રેતા માલ વેચવાને બદલે માલ અનામત રાખે છે. અનામત કિંમતનાં નિર્ણાયક પરિબળો મુખ્યત્વે પાંચ છે : ભાવિ કિંમતની ધારણા, રોકડ નાણાની માગની તીવ્રતા, સંગ્રહખર્ચ, વસ્તુનું ટકાઉપણું અને તેનું ભાવિ ઉત્પાદન-ખર્ચ. ભવિષ્યમાં કિંમત ઘટશે એવી ધારણા હોય, વિક્રેતાને રોકડ નાણાની…
વધુ વાંચો >અનામત ચલણ
અનામત ચલણ (Reserved Currency) : વિશ્વમાં સાર્વત્રિક સ્વીકૃતિનો ગુણ ધરાવતું વિદેશી ચલણ. દરેક દેશ તેને પોતાની વિદેશી હૂંડિયામણની અનામતોમાં મૂકવા તત્પર હોય છે. વિદેશી દેવાની પતાવટ કરવા તેમજ અતિરિક્ત આયાતોનું મૂલ્ય ચૂકવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનામત ચલણમાં ચાર લક્ષણો જરૂરી છે : (1) મૂલ્યસ્થિરતા – તેનું મૂલ્ય સ્થિર…
વધુ વાંચો >અનામત પ્રથા
અનામત પ્રથા : કેટલાંક નિયત સામાજિક જૂથોના ઝડપી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં અમુક જગ્યાઓ અનામત રાખવાની નીતિ. ભારતના બંધારણમાં આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ સામાજિક જૂથો ‘નકારાત્મક ભેદભાવ’(negative discrimiation)નો ભોગ બન્યાં હતાં, તેને પરિણામે તેઓમાં પછાતપણું આવ્યું. તે દૂર કરવા…
વધુ વાંચો >અનામત પ્રથા અને આંદોલનો
અનામત પ્રથા અને આંદોલનો વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓ માટે શિક્ષણસંસ્થાઓ તથા સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં અમુક ટકા જગાઓ અનામત રાખવાની પ્રથા સામે ગુજરાતમાં અને અન્યત્ર ચાલેલાં આંદોલનો. 1981ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં તેની કુલ વસ્તીના 15.75 ટકા અને 7.76 ટકા અનુક્રમે વર્ગીકૃત જાતિઓ અને જનજાતિઓની વસ્તી છે. એટલે કે કુલ વસ્તીનો…
વધુ વાંચો >અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ
અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને…
વધુ વાંચો >અધ્વર્યુ વિનોદ બાપાલાલ
અધ્વર્યુ, વિનોદ બાપાલાલ (જ. 24 જાન્યુઆરી 1927, ડાકોર, જિ. ખેડા; અ. 24 નવેમ્બર, 2016, અમદાવાદ) : કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક. શિક્ષણ ડાકોરમાં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. (1947). ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. ગુજરાતી ગદ્ય, તેમાંય નાટક તેમના રસનો વિષય હતો. શરૂઆતમાં…
વધુ વાંચો >અધ્વર્યુ શિવાનંદ
અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન.…
વધુ વાંચો >અનનાસ
અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે. કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને…
વધુ વાંચો >અનર્ઘરાઘવ (નવમી સદી)
અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી…
વધુ વાંચો >અનવસ્થા (ન્યાય)
અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ…
વધુ વાંચો >અનવસ્થિત શુક્રગ્રંથિતા
અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…
વધુ વાંચો >અનસૂયાબહેન સારાભાઈ
અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…
વધુ વાંચો >અનહદ નાદ
અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર…
વધુ વાંચો >