૧.૦૨
અખરોટથી અગ્નિરોધન
અખરોટ
અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…
વધુ વાંચો >અખંડ આનંદ
અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…
વધુ વાંચો >અખાડાપ્રવૃત્તિ
અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…
વધુ વાંચો >અખિલન
અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…
વધુ વાંચો >અખિલ ભારત શાળાકીય રમતોત્સવ
અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. 1. …
વધુ વાંચો >અખેગીતા
અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…
વધુ વાંચો >અખેપાતર
અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…
વધુ વાંચો >અખો
અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…
વધુ વાંચો >અખ્તર-મોહિઉદ્દીન
અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…
વધુ વાંચો >અગોરા
અગોરા : પ્રાચીન ગ્રીસનાં શહેરોમાં જાહેર મિલનસ્થાન કે નાગરિકોની પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવતી ખુલ્લી જગ્યા, ચૉક (square). આનો પ્રથમ ઉલ્લેખ ગ્રીક મહાકવિ હોમરની કૃતિઓમાં છે. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક લોકોના રોજિંદા જીવનનું તે કેન્દ્ર બની રહેલું. શહેરની વચ્ચે અથવા બંદર પાસે જ્યાં જાહેર મકાનો અને દેવળો હોય ત્યાં…
વધુ વાંચો >અગ્નિ–1 (ઊર્જા)
અગ્નિ–1 (ઊર્જા) : ગરમી અને ઘણી વાર જ્યોત સહિત ઝડપથી અને સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઊર્જા. વિશિષ્ટ ઉપચાયક પદાર્થો (oxidants) વપરાયા હોય તે સિવાય બળતણ ઝડપથી ઑક્સિજન સાથે સંયોજાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિનો આદિમાનવે લાખો વર્ષ પહેલાં ઉપયોગ કર્યાના પુરાવાઓ મળેલા છે, પણ અગ્નિ પેટાવવાની ભરોસાપાત્ર પદ્ધતિઓ ઈ.…
વધુ વાંચો >અગ્નિ–2 (પર્યાવરણ)
અગ્નિ–2 (પર્યાવરણ) : પર્યાવરણનું એક મહત્ત્વનું પરિબળ. સામાન્ય જીવનમાં અગ્નિ માનવસર્જિત સ્વરૂપમાં જોવા મળે છે. વળી ગૂઢ શક્તિ રૂપે એ પર્યાવરણનું એક મહત્ત્વનું પરિબળ પણ છે. જંગલમાં તેની ઉત્પત્તિ કુદરતી રીતે થતા વાંસ આદિના ઘર્ષણ ઉપરાંત લાવારસ, આકાશી વીજળી અને મનુષ્યે બેદરકારીથી ફેંકેલ સળગતા પદાર્થથી થાય છે, જેને પરિણામે દવ…
વધુ વાંચો >અગ્નિ–3 (વૈદિક)
અગ્નિ–3 (વૈદિક) : ઇન્દ્ર પછી બીજા ક્રમે રહેલા મુખ્ય વૈદિક દેવતા. ઇન્દ્રના યમજ ભ્રાતા. વેદકાલીન વિધિઓના કેન્દ્રબિંદુ સમા યજ્ઞાગ્નિનું મૂર્તિમંત સ્વરૂપ. પૌરોહિત્ય એ અગ્નિનું સૌથી મહત્ત્વનું લક્ષણ હોવાથી અગ્નિની પ્રશસ્તિ ઋગ્વેદના પ્રારંભમાં આમ થઈ છે : अग्निमीले पुरोहितं यज्ञस्य देवमूत्वचम् । होतारं रत्नधीतमम् । જન્મવિષયક અનેક દંતકથાઓ ધરાવતા અગ્નિ આ…
વધુ વાંચો >અગ્નિ એશિયા
અગ્નિ એશિયા એશિયાના અગ્નિ ખૂણે આવેલો ભૌગોલિક વિસ્તાર. ‘અગ્નિ એશિયા’ શબ્દ દ્વિતીય વિશ્વયુદ્ધના સમયથી પ્રચલિત થયો છે. ભારતની પૂર્વે, ચીનની દક્ષિણે અને ઑસ્ટ્રેલિયાની ઉત્તરે ફેલાયેલો જે વિશાળ ભૌગોલિક પ્રદેશ છે તેના ઉપર દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને કબજો કરી લીધેલો. જાપાનના કબજામાંથી તે પ્રદેશને મુક્ત કરવા માટે ઈ. સ. 1943માં કૅનેડાના…
વધુ વાંચો >અગ્નિ એશિયાઈ કળા
અગ્નિ એશિયાઈ કળા અગ્નિ એશિયાના દેશોમાં વિકસેલી કળાઓ. અગ્નિ એશિયાના પ્રદેશોમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, લાઓસ, કંપુચિયા (કંબોડિયા), વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે, આમાં ફિલિપાઇન્સ તેના ઇતિહાસને કારણે અલગ ગણી શકાય. ખ્રિસ્તી યુગની શરૂઆતની સદીઓથી આ દેશો સાથે ભારતના લોકો વેપારથી સંકળાયેલા હતા. અને ભારતીય સંસ્કૃતિ અને…
વધુ વાંચો >અગ્નિકર્મ
અગ્નિકર્મ : આયુર્વેદ પદ્ધતિ અનુસાર અગ્નિ દ્વારા સિદ્ધ કરવાનું કાર્ય. તેને તળપદી ભાષામાં ‘‘ડામ દીધો’’ કહે છે. હજુ પણ ભારતનાં ગામડાંમાં, કોઈ ઔષધ દર્દીને સ્વસ્થ કરી ન શકે ત્યાં ડામ દેવાની પ્રથા છે. પહેલી નજરે ડામ દેવો તે જરા જંગલીપણામાં ખપે, પણ આ ડામ દેવાની પદ્ધતિ પ્રાચીન કાળથી અપનાવાતી રહી…
વધુ વાંચો >અગ્નિકુમારરસ
અગ્નિકુમારરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, કોડીની ભસ્મ, શંખભસ્મ અને મરીને જંબીરી લીંબુના રસમાં સાત વાર ઘૂંટી સુકાઈ જાય ત્યારે કપડાથી ચાળીને બબ્બે રતીના પ્રમાણમાં ગોળીઓ બનાવવામાં આવે છે. માત્રા 2થી 4 રતી. અનુપાન : છાશ, લીંબુ અથવા આદુંનો રસ દિવસમાં 2થી 3 વાર.…
વધુ વાંચો >અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (1992) : મહાદેવભાઈ દેસાઈનું એમના સુપુત્ર નારાયણ દેસાઈ દ્વારા વિરચિત બૃહદ્ જીવનચરિત્ર. આ ચરિત્રમાં ગાંધીજીના ગણેશ અને હનુમાન લેખાતા મહાદેવભાઈની જન્મથી અવસાન પર્યંતની, 1892થી 1942 સુધીની, ભક્તિયોગ તથા કર્મયોગના ઉત્કૃષ્ટ સમન્વયરૂપ જીવનયાત્રાનું સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ – એવા 5 ખંડકોમાં, 44 પ્રકરણોમાં ચલચિત્રાત્મક રીતનું દસ્તાવેજી…
વધુ વાંચો >અગ્નિકૃત ખડકો
અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને…
વધુ વાંચો >