૧૮.૨૩

લિપારી ટાપુઓથી લિફ્ટ

લિપારી ટાપુઓ

લિપારી ટાપુઓ : સિસિલીના ઈશાન કાંઠાથી દૂર આવેલો સાત મોટા અને દસ નાના ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 38° 29´ ઉ. અ. અને 14° 56´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલા છે. તેમનો વિસ્તાર 134 ચોકિમી. જેટલો છે. તે સિસિલીના મેસિના પ્રાંતના એક ભાગરૂપ ગણાય છે. જૂના વખતમાં તે એઓલિયન…

વધુ વાંચો >

લિપિ

લિપિ કોઈ પણ ભાષાના વર્ણો લખવાની રીત. માનવ-સંસ્કૃતિના ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકળા મહત્વનું અંગ ગણાય છે. માનવે લેખનકળાની શોધ કરી ત્યારથી એને વ્યવહારનું એક મહત્વનું સાધન પ્રાપ્ત થયું. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાના કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો…

વધુ વાંચો >

લિપિડ (lipid – lipide અથવા lipin)

લિપિડ (lipid, lipide અથવા lipin) : જીવો(organisms)માંથી ઍસિટોન, ઈથર, ક્લૉરોફૉર્મ, કે બેન્ઝીન જેવાં અધ્રુવીય (nonpolar) દ્રાવકો દ્વારા નિષ્કર્ષણ કરી મેળવાતાં ચરબી અને ચરબી-નિગમિત (ચરબીજન્ય, fat-derived) દ્રવ્યો માટે વપરાતી વ્યાપક (inclusive) સંજ્ઞા (term). આ સંજ્ઞામાં બંધારણની ર્દષ્ટિએ તથા કાર્યપદ્ધતિ(function)ની રીતે ભિન્ન ભિન્ન પદાર્થો આવી જાય, કારણ કે આવાં દ્રાવકોમાં દ્રાવ્ય કે…

વધુ વાંચો >

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1)

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1) (અ. ઈ. પૂ. 152) : રોમન રાજપુરુષ. તેણે પ્રજાસત્તાકના ઉચ્ચ હોદ્દા ભોગવ્યા હતા. ગ્રીસ, સીરિયા અને ઇજિપ્તમાં રાજદૂત તરીકે તેણે કામ કર્યું હતું. તેણે કોઈ પણ ગ્રીક રાજ્ય સાથે લડાઈ ન કરવાની ચેતવણી આપતું આખરીનામું મૅસિડોનિયાના ફિલિપ 5માને આપ્યું હતું. ઈ. પૂ. 187 અને 175માં કોન્સલ,…

વધુ વાંચો >

લિપી, ફિલિપિનો

લિપી, ફિલિપિનો (જ. આશરે 1457, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; અ. 18 એપ્રિલ 1504, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપીનો અને લુક્રેઝિયા બુતીના તેઓ પુત્ર. આરંભિક તાલીમ પિતા-ચિત્રકાર ફિલિપ્પો પાસે લીધી. તેમનું મૃત્યુ થતાં 1469થી તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર સાંદ્રો બોત્તિચેલીના વર્કશૉપમાં જોડાયા. 1469થી 1473 સુધી તેઓ…

વધુ વાંચો >

લિપી, ફ્રા ફિલિપો

લિપી, ફ્રા ફિલિપો (જ. આશરે 1406, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 8/9/10 ઑક્ટોબર 1469, સ્પોલેતો, પેપલ સ્ટેટ્સ, ઇટાલી) :  પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. બાળપણમાં જ માતાપિતાનું મૃત્યુ થતાં એક આન્ટીએ ઉછેરીને તેમને મોટા કર્યા. 1421માં પંદર વરસની ઉંમરે શપથ ગ્રહણ કરીને સાન્તા મારિયા દેલ કૅર્માઇનમાં તેઓ કૅર્મેલાઇટ સાધુ બન્યા. મઠના બ્રાન્કાચી દેવળમાં પ્રસિદ્ધ…

વધુ વાંચો >

લિપેરાઈટ

લિપેરાઈટ : જુઓ હ્રાયોલાઇટ

વધુ વાંચો >

લિપ્કિત્ઝ, જાક

લિપ્કિત્ઝ, જાક (જ. 22 ઑગસ્ટ 1891, ડ્રુસ્કિનીન્કાઈ, રશિયા; અ. 26 મે 1973, કૅપ્રી, ઇટાલી) : આધુનિક ઘનવાદી (cubist) શિલ્પી તથા અમૂર્ત (abstract) શિલ્પના એક પ્રણેતા. લિથુઆનિયામાં વિલ્ના નગરમાં ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કર્યો. 1909માં તેઓ પૅરિસ ગયા. ત્યાંની આધુનિક ફ્રેન્ચ કલા જોઈ તે દંગ રહી ગયા અને આધુનિક શિલ્પનો અભ્યાસ કરવો…

વધુ વાંચો >

લિપ્ટન, ટૉમસ (સર)

લિપ્ટન, ટૉમસ (સર) (જ. 10 મે 1850, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 2 ઑક્ટોબર 1931) : સ્કૉટલૅન્ડના નામી ઉદ્યોગપતિ. તેઓ લિપ્ટન લિમિટેડ નામની ચા તથા અન્ય જીવનજરૂરી વસ્તુઓની કંપનીના સ્થાપક હતા. શરૂઆતમાં તેમણે સૂકવેલું માંસ, ઈંડાં, માખણ અને ચીઝના વેપારમાંથી ખૂબ કમાણી કરી. ગ્લાસગોમાં તેમનો નાનો સ્ટોર હતો અને તેમાંથી સમગ્ર યુનાઇટેડ…

વધુ વાંચો >

લિપ્સકોમ્બ, વિલિયમ નન

લિપ્સકોમ્બ, વિલિયમ નન (જ. 9 ડિસેમ્બર 1919, ક્લીવલૅન્ડ, ઓહાયો) : અમેરિકન અકાર્બનિક રસાયણવિદ્ અને 1976ના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ 1941માં યુનિવર્સિટી ઑવ્ કેન્ટકીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1946માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1942થી 1946 દરમિયાન તેમણે ઑફિસ ઑવ્ સાયન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં ભૌતિકરસાયણવિદ્ તરીકે કામ કર્યું અને તે…

વધુ વાંચો >

લિપ્સેટ, સિમોર માર્ટિન

Jan 23, 2004

લિપ્સેટ, સિમોર માર્ટિન (જ. 18 માર્ચ 1922, ન્યૂયૉર્ક શહેર; અ. 31 ડિસેમ્બર 2006, આરલિંગ્ટન) : અમેરિકન સમાજશાસ્ત્રી અને રાજકીય સિદ્ધાંતોના અભ્યાસી. તેમણે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કરેલું. પ્રારંભે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં બર્કલી ખાતે (1948–50 અને 1956–66), ત્યારબાદ કોલંબિયા યુનિવર્સિટીમાં (1950–56) અને અંતિમ ચરણમાં સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં (1975થી) અધ્યાપનકાર્ય કર્યું હતું. લોકશાહીની…

વધુ વાંચો >

લિફ્ટ

Jan 23, 2004

લિફ્ટ : જુઓ માલની હેરફેર.

વધુ વાંચો >