૧૮.૧૫
લકવો (paralysis)થી લખનવી, આરઝૂ
લક્ષ્મણ
લક્ષ્મણ : સંસ્કૃત ભાષાના આદિકાવ્ય રામાયણનું એક મુખ્ય પાત્ર. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુકુળના, અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ. જનકપુત્રી ઊર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે. તેઓ શેષના અવતાર હતા એમ પુરાણો કહે છે. તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો હતા અને રામે બંને પુત્રોને…
વધુ વાંચો >લક્ષ્મણ, આર. કે.
લક્ષ્મણ, આર. કે. (જ. 1927, મૈસૂર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યંગચિત્રકાર. આખું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ. આર. કે. લક્ષ્મણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મૈસૂરમાં જ લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મોટા ભાઈ અને સુપ્રસિદ્ધ લેખક આર. કે. નારાયણની વાર્તાઓ માટે આર. કે. લક્ષ્મણ વ્યક્તિચિત્રો દોરતા હતા. પરંતુ પિતા…
વધુ વાંચો >લક્ષ્મણમંદિર, સિરપુર
લક્ષ્મણમંદિર, સિરપુર : મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલું ગુપ્તકાલીન મંદિર. ગુપ્તકાલીન ઈંટેરી મંદિરોના સમૂહમાં સિરપુરનું લક્ષ્મણમંદિર ઘણું વિકસિત સ્વરૂપ ધરાવે છે. આ મંદિર ભીતરગાંવના ઈંટેરી મંદિરની રચનાને સામાન્ય રીતે મળતું આવે છે. લગભગ સાતમી સદીની શરૂઆતમાં તેનું બાંધકામ થયેલું જણાય છે. આ મંદિરના ભગ્નાવશેષોમાંથી માત્ર તેનું ગર્ભગૃહ અને મંડપના ભાગ જળવાઈ…
વધુ વાંચો >લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ
લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ (જ. 1876; અ. 1923) : તેલુગુ સાહિત્યકાર અને સંશોધક. મરાઠી માધ્યમમાં પુણે અને નાગપુરની કૉલેજોમાં અભ્યાસ પૂરો કરીને અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી ઉપરાંત તમિળ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત, મરાઠી અને બંગાળીના નિષ્ણાત હતા. ઇતિહાસના અભ્યાસ અને સંશોધનમાં તેમની રુચિ સવિશેષ હતી. તેમણે મરાઠી ભાષા…
વધુ વાંચો >લક્ષ્મણરાવ, જે. આર.
લક્ષ્મણરાવ, જે. આર. (જ. 21 જાન્યુઆરી 1921, જાગલુર, જિ. ચિત્રદુર્ગા, કર્ણાટક) : જાણીતા કન્નડ વિજ્ઞાનલેખક. 1943–81 દરમિયાન તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક, રીડર અને પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ ઇંગ્લિશ–કન્નડ ડિક્શનરી(મૈસૂર યુનિવર્સિટી)ના મુખ્ય સંપાદક; 1969–78 સુધી વિજ્ઞાનને લગતા ત્રૈમાસિક ‘વિજ્ઞાન કર્ણાટક’ના સ્થાપક-સંપાદક અને 1978–88 સુધી માસિક ‘બાલવિજ્ઞાન’ના સ્થાપક-સંપાદક રહ્યા.…
વધુ વાંચો >લક્ષ્મણસેન
લક્ષ્મણસેન (શાસનકાળ ઈ. સ. 1178–1202) : બિહાર અને બંગાળાનો સેન વંશનો રાજા. તે બલ્લાલસેનનો પુત્ર હતો. તે પરાક્રમી રાજા હતો. તેના પિતા બલ્લાલસેન તથા પિતામહ વિજયસેને વિજયો મેળવ્યા તેમાં તેણે સૈનિક તરીકે બહાદુરી બતાવી હતી અને યુદ્ધોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. તેણે કામરૂપ (આસામ) જીત્યું તથા દક્ષિણમાં જગન્નાથપુરી સુધીના પ્રદેશો…
વધુ વાંચો >લક્ષ્મણસેન સંવત
લક્ષ્મણસેન સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >લક્ષ્મી
લક્ષ્મી (જ. 1921, જિલ્લો તિરુચિરાપલ્લી, તામિલનાડુ; અ. 1987) : તમિળ ભાષાનાં નવલકથાકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ ત્રિપુરસુંદરી હતું. તેમનું શરૂઆતનું શિક્ષણ હોલી ક્રૉસ કૉલેજ ખાતે થયું. તે પછી મદ્રાસ યુનિવર્સિટીની સ્ટૅન્લી મેડિકલ કૉલેજમાંથી તેમણે એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી. તેમને તેમની નવલકથા ‘ઓરુ કાવેરિયે પોલ’ માટે 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય…
વધુ વાંચો >લક્ષ્મી
લક્ષ્મી : હિંદુ ધર્મ મુજબ સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાઈ છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. તે સર્વમાં અતિમાનુષશક્તિ, સંપત્તિ, શોભા, દૈવી…
વધુ વાંચો >લક્ષ્મીકાન્ત નાટક સમાજ
લક્ષ્મીકાન્ત નાટક સમાજ (1917 થી 1938) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની જાણીતી મંડળી. ચંદુલાલ હરગોવનદાસ શાહે એની સ્થાપના કરી. નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદીરચિત નાટકો ‘અરુણોદય’ (1921), ‘માલવપતિ’ (1924), ‘પૃથ્વીરાજ’ (29 એપ્રિલ 1925), ‘સિરાજુદ્દૌલા’ (1926), ‘સમરકેસરી’ (12 જુલાઈ 1933), ‘યુગપ્રભાવ’ (4 ઑગસ્ટ 1934) અને ‘સજ્જન કોણ ?’ (17 જુલાઈ 1936) તથા મણિલાલ ‘પાગલ’નું…
વધુ વાંચો >લકવો (paralysis)
લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ. તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે…
વધુ વાંચો >લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA)
લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી…
વધુ વાંચો >લકુલીશ
લકુલીશ : વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલ રુદ્રનો 28મો અવતાર. શૈવ ધર્મના સંપ્રદાયોમાં પાશુપત સંપ્રદાય મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાસ પાટણમાં સોમશર્માએ પાશુપત સંપ્રદાય વિકસાવેલો. તેઓ રુદ્રનો 27મો અવતાર ગણાતા. એ પછીનો 28મો અવતાર લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશ તરીકેનો થયો. કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ડભોઈ નજીક આવેલું છે. લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના…
વધુ વાંચો >લક્કડખોદ (wood-pecker)
લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે. વૈશિષ્ટ્યપૂર્ણ…
વધુ વાંચો >લક્ઝમ્બર્ગ (દેશ)
લક્ઝમ્બર્ગ (દેશ) : યુરોપનો જૂનામાં જૂનો ગણાતો અને ઓછો વિસ્તાર ધરાવતો નાનો દેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 49° 25´થી 50° 15´ ઉ. અ. અને 5° 45´થી 6° 30´ પૂ. રે. વચ્ચેનો 2,586 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 89…
વધુ વાંચો >લક્ઝમબર્ગ, રોઝા
લક્ઝમબર્ગ, રોઝા [જ. 5 માર્ચ 1871, ઝામોસ્ક, પોલૅન્ડ (જૂનું પોલૅન્ડ, જે રશિયાના સામ્રાજ્યનો ભાગ હતું); અ. 15 જાન્યુઆરી 1919, બર્લિન, જર્મની] : લોકશાહી-ઉત્ક્રાંતિવાદી સમાજવાદનાં તેજસ્વી મહિલા નેતા, સારાં વક્તા અને જર્મન ક્રાંતિકારી. મધ્યમવર્ગીય યહૂદી કુટુંબમાં જન્મેલાં રોઝા પાંચ ભાઈભાંડુઓમાં સૌથી નાનાં હતાં. શાલેય જીવન દરમિયાન તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાયેલાં અને…
વધુ વાંચો >લક્ષણવિદ્યા (symptomatology)
લક્ષણવિદ્યા (symptomatology) : દર્દીને થતી તકલીફો કે તેની શારીરિક કે માનસિક ફરિયાદો જાણીને તેને થયેલા રોગનું નિદાન કરવું તે. દર્દી જે તકલીફ વર્ણવે તેને લક્ષણ (symptom) કહે છે અને તેની શારીરિક તપાસમાં ડૉક્ટર જે શોધી કાઢે છે તેને ચિહન (sign) કહે છે. લગભગ 92 %થી 95 % કિસ્સાઓમાં લક્ષણો અને…
વધુ વાંચો >લક્ષણા
લક્ષણા : ભારતીય શાસ્ત્રગ્રંથોમાં માનવામાં આવેલી શબ્દની શક્તિ. શબ્દ સાથે જોડાયેલા અર્થને બતાવનારી પ્રક્રિયાને શબ્દશક્તિ કહે છે. શબ્દકોશમાં આપેલો શબ્દનો વૃદ્ધવ્યવહારથી સંકેત કરાયેલો અર્થ બતાવનારી શબ્દશક્તિને અભિધા કે મુખ્યા એવાં નામોથી ઓળખવામાં આવે છે. અભિધા શબ્દશક્તિ ભાષાના સઘળા શબ્દોને લાગે છે. શબ્દ પર અભિધાની પ્રક્રિયા થતાં તે જે અર્થ બતાવે…
વધુ વાંચો >લક્ષદ્વીપ (ટાપુઓ)
લક્ષદ્વીપ (ટાપુઓ) ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં…
વધુ વાંચો >લક્ષર
લક્ષર : અપર ઇજિપ્તમાં નાઇલ નદીની પૂર્વમાં આવેલું નગર. તે પ્રાચીન થીબ્ઝના સ્થાને આવેલું છે. તેની નજીકમાં ભવ્ય મંદિરો તથા કબરો આવેલાં હોવાથી તે મહત્વનું પ્રવાસનું કેન્દ્ર બન્યું છે. ફેરોનું કબ્રસ્તાન ‘વેલી ઑવ્ ધ ટૉમ્બ્સ ઑવ્ ધ કિંગ્ઝ’ તરીકે જાણીતું છે. તેમાંની સૌથી મોટી તુતનખામનની કબર 1922માં શોધવામાં આવી હતી.…
વધુ વાંચો >